ઈલેકટ્રીક બસે 6 લોકોનો જીવ લીધો

ઈલેકટ્રીક બસે 6 લોકોનો જીવ લીધો
ઈલેકટ્રીક બસે 6 લોકોનો જીવ લીધો
બસે ટક્કર મારતા બંન્ને કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. કારમાં સવાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. કેટલાક રાહદારીઓ પણ બસના ટાયર નીચે આવી ગયા હતા. કાનપુરમાં રવિવારે મોડી રાત્રે એક ભારે અકસ્માત થયો હતો. કાનપુરમા ટાટમિલ ચાર રસ્તા પર એક બેકાબુ ઈલેક્ટ્રિક બસે 17 વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા, જ્યારે 9 સ્થિતિ નાજુક છે.

Visit Saurashtra Kranti Homepage here

ચારરસ્તા પર ટ્રાફિક બૂથ સાથે અથડાયા બાદ બસ ડમ્પર સાથે અથડાઈ હતી. પોલીસે તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે દાખલ કર્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસ 2 કાર, 10 બાઇક અને સ્કૂટી, 2 ઇ-રિક્ષા અને 3 ટેમ્પો સાથે અથડાઇ હતી. અકસ્માત બાદ લોકોની ભીડ એકઠી થતા જોઈને ડ્રાઈવર નાશી ગયો હતો. અકસ્માતમાં લાટ્રશ રોડ પર રહતા 26 વર્ષીય શુભમ સોનકર, 25 વર્ષીય ટ્વિંકલ સોનકર, બેકેનગંજના રહેવાસી 24 વર્ષીય અર્સલાન અને નૌબસ્તા કેશવ નગરના અજીત કુમારનું મૃત્યુ થયું છે.

અકસ્માત બાદ નાસભાગ મચી ગઈ હતી. લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે તરત જ રસ્તા પર બેરિકેડ લગાવીને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. રસ્તાની વચ્ચે રહેલા વાહનોને હટાવવામાં આવ્યા હતા. બસની ટક્કર બાદ નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરા પણ તૂટી ગયા હતા. અકસ્માત બાદ ત્યાંથી પસાર થતા લોકોએ ઘાયલોને મદદ કરી હતી.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘કાનપુરમાં બસ દુર્ઘટનામાં ઘણા લોકોના મોતના સમાચારથી ખૂબ જ દુઃખ થયું છે.

Read About Weather here

બીજી તરફ ઘટનાની જાણ થતાં જ ઘાયલોના સ્વજનો તેમના પરિચિતોની ખબરઅંતર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા. આ પછી ત્યાં લોકોની મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી.આ ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે મારી ભારે સંવેદના વ્યક્ત કરુ છું. હું ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here