ઈન્દોરમાં આગ…!

ઈન્દોરમાં આગ…!
ઈન્દોરમાં આગ…!
મૃતકોમાં 6 પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે, જ્યારે 7 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. મધ્યપ્રદેશના ઈન્દોરમાં શુક્રવારે મોડી રાતે બે માળના એક બિલ્ડિંગમાં આગ લાગી હતી, જેમાં 7 લોકોનાં જીવતા સળગી જવાથી મૃત્યુ થયાં છે.  હાલ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઘટના પછી ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે હાજર છે. પોલીસે મૃતકોનાં મૃતદેહોને હોસ્પિટલમાં મોકલ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

શોર્ટસક્રિટને કારણે ઈમારતમાં આગી હતી, પછી એ ધીરે-ધીરે વિકરાળ બની છે.ઘટના વિજયનગરના સ્વર્ણબાગ મોહલ્લાની છે. એમ કહેવાઈ રહ્યું છે કે મોડી રાતે અચાનક બિલ્ડિંગમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. લોકો ઘટનાને યોગ્ય રીતે સમજે એ પહેલાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આગ અંગેની માહિતી સ્થાનિકોએ ફાયરબ્રિગેડને આપી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ફાયરબ્રિગેડની ગાડીઓએ ભારે મુશ્કેલી પછી આગ પર કાબૂ મેળવ્યો છે.

Read About Weather here

જોકે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. બિલ્ડિંગની અંદર રહેલા 7 લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. પ્રાથમિક તપાસમાં શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાનું લાગી રહ્યું છે. બીજી તરફ, આગ લાગી હોવાની માહિતી પછી આજુબાજુનાં બિલ્ડિંગને કોઈપણ પ્રકારનું નુકસાન થયું હોવાની માહિતી નથી.આગની માહિતી મળ્યા પછી ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓએ આગ લાગવાનાં કારણો અંગે તપાસ શરૂ કરી દીધી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here