ઈન્ટર ડિસ્ટ્રીકટ અન્ડર-16 ટુર્નામેન્ટમાં રેકોર્ડ સર્જયો

ઈન્ટર ડિસ્ટ્રીકટ અન્ડર-16 ટુર્નામેન્ટમાં રેકોર્ડ સર્જયો
ઈન્ટર ડિસ્ટ્રીકટ અન્ડર-16 ટુર્નામેન્ટમાં રેકોર્ડ સર્જયો


જીનિયસ સ્કૂલના બિવાંશુ ચૌધરીના અણનમ 159 રન

વિદ્યાર્થી બિવાંશુએ અગાઉ અન્ડર-14 માં પણ બેસ્ટ બેટસમેન તરીકે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું

રાજકોટની જીનિયસ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ હંમેશા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ સાથે રમત-ગમતના ક્ષેત્રમાં પણ વિદ્યાર્થીઓના કૌશલ્ય અનુસાર તાલીમ અને પ્રશિક્ષણ પુરુ પાડે છે.

તાજેતરમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજીત ઈન્ટર ડિસ્ટ્રીક્ટ અંડર-16 ટુર્નામેન્ટ માં રાજકોટની ટીમના અને જીનિયસ સ્કૂલના વિદ્યાર્થી બિવાંશુ રે ચૌધરીએ અણનમ 159 રનનો હાયેસ્ટ સ્કોર નોંધાવીને રેકોર્ડ બનાવ્યો હતો.

જીનિયસ ગ્રુપના ચેરમેન ડી.વી.મહેતા એ જણાવ્યુ હતુ કે અત્યાર સુધી એવો ખયાલ પ્રવર્તતો હતો કે શાળા એટલે ફકત શૈક્ષણિક અભ્યાસ કરવાનું સ્થળ. પરંતુ સમય જતા લોકોને સમજાયુ કે બાળકની કેળવણી, તેનામાં રહેલ કૌશલ્ય અને રસ-રુચીને જો બાલ્ય અવસ્થાથી જ યોગ્ય દિશા અને આકાર આપવામાં આવે તો તે આગળ જતા તેનામાં રહેલ ટેલેન્ટને પોતાની રોજગારી અને કારકિર્દીમાં તબદીલ કરી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

માટે જ જીનિયસ ગ્રુપની દરેક શાળામાં રમત-ગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓને નિષ્ણાત કોચ અને ટ્રેનરના માર્ગદર્શનમાં સચોટ તાલીમ આપવામાં આવે છે, જે તેમની રમવાની શૈલી અને પર્ફોર્મન્સને નિખારે છે.

જીનિયસ સ્કૂલનો વિદ્યાર્થી બિવાંશુ રે ચૌધરી 2016થી વિવિધ ક્રિકેટ ટુર્નામેન્ટ રમી રહ્યો છે અને શરુઆતથી જ સારા બેટર તરીકે તેના કૌશલ્યનો પરિચય આપ્યો છે. ઉપરાંત અન્ડર 14 ટુર્નામેનન્ટોમાં પણ તાલુકા અને રાજ્યકક્ષાએ બેસ્ટ બેટર તરીકે ઉત્તમ પ્રદર્શન, સૌથી વધુ સ્કોર નોંધાવીને તેની ટીમને જીત અપાવી છે.

તાજેતરમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજીત ઈન્ટર ડિસ્ટ્રીક્ટ અંડર-16 ટુર્નામેન્ટમાં તેણે અણનમ 159 રનનો હાયેસ્ટ સ્કોર નોંધાવીને રેકોર્ડ સર્જતા, તેની યશકલગીમાં વધુ એક છોગુ ઉમેરાયું છે.

આ ઉપલબ્ધીથી તેણે સંસ્થા, તેમના વાલી અને શહેરને ગૌરવ અપાવ્યું છે તથા સ્પોર્ટસમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરુ પાડયું છે.

Read About Weather here

બિવાંશુ રે ચૌધરીને તેના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બદલ જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સના ચેરમેન ડી.વી.મહેતા, સી.ઈ.ઓ ડિમ્પલબેન મહેતા, જીનિયસ સ્કૂલના સ્પોર્ટસ હેડ મનિન્દર કૌર કેશપ, સેકશન હેડ કાજલ શુકલ અને સમગ્ર જીનિયસ પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here