જાંબુડા-બાલાચડી રોડ પરનાં ઇશરધામ (સંચાણા) ખાતે આવતીકાલથી ત્રણ દિવસ સુધી આઇ શ્રી કરણજી મહારાજ નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.સમસ્ત કરણીછોરૂના સહયોગથી ઇશરડાડાની કર્મભૂમી ઇશરધામમાં ગામની ભાગોળે જંગદબા કરણી માતાનું સુંદર ભવ્ય અને રમણીય મંદિરનું નિર્માણ કરવામાં આવેલ છે. માં ના નુતન મંદિરમાં માતાજી, ગણપતિ, હનુમાનજીની નૂતન મુર્તિઓની વૈદિક પ્રાણ પ્રતિષ્ઠા તેમજ હોમાત્મક ચંડીયજ્ઞનું શુભ આયોજન કરવામાં આવ્યું છે. મહોત્વમાં આર્ચાય જનક મહારાજ (જાંબુડાવાળા) બ્રહ્યવૃદ શાસ્ત્રોકત વિધિ સંપન્ન કરશે. આ ઉપરાતં આવતીકાલે પ્રથમદિને નગરયાત્રા, યજ્ઞશાળા પ્રવેશ, ધાન્યધિવાસ દ્રીતીય દિને જલયાત્રા, ગૃહશાંતી યજ્ઞ, મૂર્તિઓનું મહાસ્નાન તૃતીય દિને પ્રાંત: પૂજન અને પ્રાણ પ્રતિષ્ઠા સહિતના કાર્યક્રમ યોજાશે.
Visit Saurashtra Kranti Homepage here
જલયાત્રામાં 108 કુમારીઓ દ્વારા પવિત્ર જલ પધરાવામાં આવશે. દર રામનવમીએ ચારણ ભક્તકવિ ઇશરદાસજીની નિર્વાણ તિથિ ઉજવવામાં આવે છે . આગામી તા. 10-4-2022ને રવિવારના રોજ ઇશરનોમ તરીકે સંચાણા પાસેના ઇશરધામ ખાતે ઇશભકતો દ્વારા નોમ ઉજવવામાં આવનાર છે . બે વર્ષના કોરોના કાળમાં સાદાઇથી ગ્રામ્યજનો દ્વારા માત્ર પૂજા આરતી થઇ હતી . પરંતુ હવે ફરી આ યાત્રા ધામમાં લોકો ઉમટી પડશે . હરિરસ , દેવીયાણ જેવા અનેક ગ્રંથોનાં રચયિતા મહાત્મા ઇશરદાસજીનું અહીં મંદિર સ્થપાયું છે . તિર્થધામ સમા આ ઇશરધામમાં ત્રણ શિખરબંધ મંદિરો આવેલા છે જેમાં ઇશરદાસજી મહારાજ , રાધેકૃષ્ણ અને બ્રહ્માનંદ સ્વામીની મૂર્તિ બિરાજમાન છે .
દર વર્ષે આ રામનવમીના દિવસે ઇશરદાસજી ઘોડેસ્વાર થઇ ને દરિયા માર્ગે વૈકુંઠ ધામ ચાલી નીકળ્યા હતા તે જગ્યા પર તેમની નિર્વાણતિથિ ઉજવવામાં આવે છે . ચારણ અને ચારણેત્તર ભકતો હોંશથી ખુબ મોટી સંખ્યામાં જોડાય છે . વહેલી સવારે મંગળા આરતી , સવારે 9 કલાકે માતાજીઓ તથા ચારણ વિદ્વાનોની ધર્મસભા , સવારે 11 કલાકે સુરેન્દ્રનગર હરિરસ સ્વાધ્યાય મંડળના અચળદાન બોક્ષા , નટુભાઇ વિઠુ , નટુભાઇ ટાપરીયા , ભૂપતદાન , પ્રતાપદાન રત્ન વગેરેના મંડળનો હરિરસ સ્વાધ્યાય પાઠ કરશે .
બપોરે 12 ક્લાકે રામજન્મોત્સવ અને આરતી , 12-30 ક્લાકે મહાપ્રસાદ અને ફળાહાર પીરસાશે , બપોરે 2-30 ક્લાકે ઇશરધામમાં નવનિર્મિત કરણીમાતાજીનાં મંદિર પર કળશ , ધજા અને મૂર્તિ પ્રતિષ્ઠા યોજાશે . સાંજે 4 કલાકે રાધાકૃષ્ણ મંદિરથી બગીમાં તૈલચિત્ર સાથેની રથયાત્રા દરિયા કિનારા સુધી જશે , જેમાં હજારો ભકતો , સંતો , મહંતો અને અગ્રણીઓ જોડાશે જયાં દરિયાપૂજન થશે . સાંજે 7 કલાકે 108 દિવડાની આરતી , રાત્રે 8-00 કલાકે ફળાહાર , ભોજન મહાપ્રસાદ તથા રાત્રે 9 થી 10 કલાક પધારેલા મહાનુભાવોનો સન્માન સમારંભ યોજાશે.
આ સમારંભમાં મુખ્ય અતિથિવિશેષ તરીકે કેન્દ્રીય કૃષિમંત્રી પુરુષોત્તમ રૂપાલા, તેમજ મુખ્યમહેમાન પૂનમબેન માડમ ( સાંસદ), રાઘવજીભાઇ પટેલ (કૃષિમંત્રી,), બ્રિજેશ મેરજા (પંચાયત મંત્રી), ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) પૂર્વ મંત્રી, આર . સી . ફળદુ (પૂર્વ કૃષિમંત્રી), રમેશભાઇ મુંગરા, મયૂરભાઇ ગઢવી ખંભાળિયા વગેરે પધારશે .રાત્રે 10 કલાકથી સંતવાણી જેમાં સૌરાષ્ટ્રનાં નામાંકીત કલાકારો શકિતદાન ગઢવી, સાગરદાન ગઢવી, પ્રદિપદાન ગઢવી, લોકસાહિત્યકાર મેરાણભાઇ ગઢવી, હાસ્યકાર હકાભા ગઢવી, અનવરભાઇ મીર, રાજુભાઇ ગઢવી , યુવા ક્લાકાર આદિત્ય ગઢવી, અભિષેક ગઢવી વગેરે ભજન, લોકગીત,
Read About Weather here
લોકસાહિત્ય, ચારણી સાહિત્ય રજૂ કરશે . આ લોકસાહિત્યના કાર્યક્રમનું સંચાલન યોગેશભાઇ બોક્ષા સંભાળશે . મહાપ્રસાદના દાતા પોલીસ ઇન્સપેકટર દિલજીતદાન શકિતદાન ઇશરાણી ઉપસ્થિત રહેશે . દર વર્ષે સૌરાષ્ટ્ર – ગુજરાત ઉપરાંત અન્ય રાજયો અને વિદેશથી પણ ભકતજનો આ કાર્યક્રમમાં જોડાઇ હરિરસ ભકિત કરવા ઉમટી પડે છે . આ કાર્યક્રમનો લાભ લેવા સર્વે આયોજક ગ્રામજનો દ્વારા અપીલ કરાઇ છે .(4.10)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here