ઇલેક્ટ્રિકના વેપારી પાસેથી માલ ખરીદી કરી શખ્સે લાખોની છેતરપિંડી આચરી

ઇલેક્ટ્રિકના વેપારી પાસેથી માલ ખરીદી કરી શખ્સે રૂ.1.69 ની છેતરપિંડી આચરી
ઇલેક્ટ્રિકના વેપારી પાસેથી માલ ખરીદી કરી શખ્સે રૂ.1.69 ની છેતરપિંડી આચરી

15 દિવસ પૂર્વે વેપારી પૈસા માંગવા જતા શખ્સે છરી દેખાડી ; રૂ. 2.67 લાખના માલ સામે માત્ર 97,942 જ ચૂકવ્યા

ઉપલેટાના વડલી ચોક પાસે વિશ્વા ઇલેક્ટ્રોનિક નામના વેપારી સાથે ગામના જ વેપારીએ 2015 માં રૂ. 2,67,536ની વસ્તુની ખરીદી કર્યા બાદ પૈસા નહિ ચૂકવી છેતરપિંડી આચરી તથા પૈસા નહિ આપવાનું કહી છરી દેખાડી ખૂનની ધમકી આપ્યા અંગેની ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Visit Saurashtra Kranti Homepage here

છેતરપિંડીના બનાવ અંગે ઉપલેટાની જનકપુરી સોસાયટીમાં રહેતા વડલી ચોકમાં વિશ્વા ઇલેક્ટ્રિક નામની દુકાન ધરાવતા જયેશ મોહનભાઇ વેકરિયા ( ઉ.વ 46 ) ની ફરિયાદ પરથી ઉપલેટા પોલીસે દિલાવર ઓસમાણ હિંગોરા સામે રૂ. 1,69,594 ની છેતરપીંડી આચાર્ય અંગેની ફરિયાદ નોંધાવી છે. પી.આઈ એચ.એમ.ધાંધલે વધુ તપાસ હાથ ધરી છે.

વેપારીએ ફરિયાદમાં જણાવ્યું છે કે વર્ષ 2015 માં આરોપી દિલાવરએ 2,67,536 ના કિંમતના આરો પ્લાન્ટની ખરીદી કરી હતી.બાદમાં કટકે કટકે 97,942 ચૂકવી આપ્યા હતા.

Read About Weather here

જ્યારે લોન કરી પૈસા ચૂકવવાનું વચન આપી રૂ. 1,69,594 ચૂકવી નહિ આપી છેતરપીંડી આચરી હતી.વેપારી ૧૫ દિવસ પૂર્વે પૈસાની માંગણી કરવા જતાં શખ્સે છરી દેખાડી ધમકી આપ્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here