પોલીસે ભંગારનાં ડેલામાંથી દારૂ કબ્જે કરી એકની કરી ધરપકડ: દારૂ-બિયરનો જથ્થો મહત્વની બ્રાંચનાં પોલીસમેનનો હોવાની ચર્ચા
રાજકોટ પોલીસનો વિવાદ જાણે કેડો મુકતો ન હોય તેમ છાસવારે છમકલા બહાર આવતા લોકોમાં ચર્ચાનો દોર શરૂ થયો છે. ગઈકાલે કોઠારીયા રોડ પર આવેલા ભક્તિનગર પોલીસ સ્ટેશનની દિવાલની બાજુમાં જ દારૂ-બિયરનો જથ્થો પકડાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ સ્ટેશનની તદ્દન નજીક આવેલા ભંગારનાં ડેલામાંથી મળેલો દારૂ-બિયરનો જથ્થો મહત્વની બ્રાંચમાં ફરજ બજાવતા પોલીસમેનો હોવાની ચર્ચાઓ થવા લગતા પોલીસે તપાસનાં ચક્રોગતિમાન કર્યા છે.
Subscribe Saurashtra Kranti here
પરંતુ બીજી બાજુ એવી પણ લોકોમાં ચર્ચ થઇ રહી છે કે જો સ્થાનિક પોલીસ પ્રમાણિકતાથી તપાસ કરે તો અને રહસ્યો બહાર આવે પણ કદાચ ખાખીની સહેશરમ રાખી તપાસનું ફીડલું વાળી દે એવી પણ એક ચર્ચા વહેલી થઇ છે.
આ અંગેની પોલીસ સુત્રોમથી મળતી ચોક્કસ મહિતી મુજબ ગઈકાલે કોઠારીયા રોડ પર વેળા ભક્તિનગર પોલીસ મથકનાં ડી.સ્ટાફનાં એ.એસ.ઈ ફિરોજ શેખ તથા હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ પઢારીયા સહિતનાં સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે પોલીસ સ્ટેશનની બાજુમાં દિવાલ પાસે આવેલા ભંગારનાં ડેલામાં રેડ કરતા દૂધની ડેરી પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરમાં રિધ્ધિ સિધ્ધી સોસાયટીમાં રહેતો અને પોલીસ સ્ટેશનની દિવાલની બાજુમાં ભંગારનો ડેલો ચલાવતો
Read About Weather here
ચંદુ ઉર્ફે ચના ગાદુ રાઠોડ (ઉ.વ.49) નામનો કોળી શખ્સપોતાના ભંગાર પસ્તીનાં ડેલામાંથી વિદેશી દારૂની 10 બોટલ દારૂ સાથે 10 બિયરનાં ટીન તથા ત્રણ દારૂનાં પાઉંચ સહિત સહિત કુલ રૂ. 14950 નો મુદ્દામાલ મળી આવતા પોલીસે ભંગારનાં ડેલાવાળા ચંદુ ઉર્ફે ચના રાઠોડની ધરપકડ કરી છે. ભક્તિનગર પોલીસ સ્ટેશનની બહુમાંથી દારૂનો જથ્થો પકડાયા બાદ એક એવી ચર્ચા વહેતી થઇ હતી કે આ દારૂનો જથ્થો મહત્વની બ્રાંચનાં પોલીસમેનનો હોવાની ચર્ચા થઇ રહી છે. જો ભક્તિનગર પોલીસ દ્વારા પ્રામાણિક અને નિષ્ઠાપૂર્વક જો તપાસ કરવામાં આવે તો સત્ય બહાર આવે તેવી શક્યતા થઇ રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here