આહિર ચોક પાસેથી એકટીવામાં આઠ કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયો: એક ફરાર

આહિર ચોક પાસેથી એકટીવામાં આઠ કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયો: એક ફરાર
આહિર ચોક પાસેથી એકટીવામાં આઠ કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયો: એક ફરાર

ક્રાઈમ બ્રાંચની ટીમે ચોક્કસ બાતમીનાં આધારે ગાંજો આપવા જતા શખ્સને દબોચી લઇ રૂ. ૧૦૫૫૪૦ મુદ્દામાલ કબજે કર્યો

શહેરનાં બોલબાલા માર્ગ પર આવેલી આરતી સોસાયટી સામે આહિર ચોક પાસેથી ક્રાઈમ બ્રાંચની ટીમે એકટીવામાં આઠ કિલો ગાંજો લઇ નિકળેલા શખ્સને દબોચી લઇ રૂ.૧ લાખનો મુદ્દામાલ કબજે કરી રૂ. ૧ લાખનો મુદ્દામાલ કબજે કરી નાસી ગયેલા એક શખ્સની શોધખોળ આદરી છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ કોઠારીયા મેઈન રોડ પર આવેલા ઘનશ્યામ નગરમાં રહેતો આકાશ રસિક સાગઠીયા (ઉ.વ.૨૩) તથા પટેલ ચોકમાં રહેતા અભિષેક ખરેચા નામના બંને શખ્સો પોતાના એકટીવામાં કાળા કલરના થેલામાં આઠ કિલો ગાંજો કિંમત રૂ. ૮૦૦૪૦ નો લઇ નીકળવાના હોવાની બાતમી મળતા ક્રાઈમ બ્રાંચનાં ગઢવીની સુચનાથી પી.એસ.આઈ એમ.વી.રબારી સહિતનાં સ્ટાફે આહિર ચોકથી આગળ બોલબાલા માર્ગ રોડ પર આવેલી આરતી સોસાયટી પાસેથી ઉપરોક્ત બંને શખ્સોને રોકવાના પ્રયાસ કરતા અભિષેક ખરેચા નાસી ગયો હતો.

Read About Weather here

જયારે એકટીવા ચાલક આકાશ રસિક સાગઠીયા પકડાઈ જતા પોલીસે તેની પાસેથી મળેલા થેલાની તપાસ કરતા તેમાંથી આઠ કિલો ગાંજો મળી આવતા રૂ. ૧૦૫૫૪૦ નો મુદ્દામાલ કબજે કરી નાસી ગયેલા અભીષેક ખરેચા નામના શખ્સની શોધખોળ આદરી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here