આસારામના સ્વાસ્થ્ય માટે 3 મહિલાએ ઘર છોડી પ્રાર્થના કરી…!

આસારામના સ્વાસ્થ્ય માટે 3 મહિલાએ ઘર છોડી પ્રાર્થના કરી...!
આસારામના સ્વાસ્થ્ય માટે 3 મહિલાએ ઘર છોડી પ્રાર્થના કરી...!

ઘરમાં ધ્યાન આપતી નથી. ઉપરાંત તેનું માનસિક સ્વાસ્થ્ય પણ બગડ્યું છે. પૂર્વ વિસ્તારમાં રહેતી એક કિશોરીનો અભયમ હેલ્પલાઇનમાં અર્ધી રાત્રે ફોન આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

કિશોરીના પિતાએ હેલ્પલાઇન સમક્ષ એવી રજૂઆત કરી હતી કે, તેની પત્ની સવારના 6થી રાતના 9 વાગ્યા સુધી આસારામ આશ્રમની બહાર બેસી રહે છે અને તેમના માટે પ્રાર્થના કર્યા કરે છે.

તેમના પતિએ તેમને ઘરની બહાર નહીં જવા કહેતા તેમણે જમવાનું છોડી દીધુ હતુ. આ રીતે આ વિસ્તારમાં અન્ય 3 મહિલાઓ આસારામના સારા સ્વાસ્થય માટે પ્રાર્થના કરવા આશ્રમની બહાર બેસી રહે છે. તેમના પરિવારજનો તેનાથી ત્રસ્ત થઇને મહિલા હેલ્પલાઇન પાસે મદદ માગી હતી.

181 અભયમ હેલ્પલાઇનના કાઉન્સેલર સમક્ષ ફરિયાદો નોંધાતાં ટીમના સભ્યોએ મહિલાના ઘરે ગયા હતા ત્યારે પણ આ મહિલા ઘરની બહાર અંધારામાં બેસી રહ્યા હતા. તેમના પતિએ ઠપકો આપતા તેમણે જમવાનું છોડી દીધું હતું.

તેમના પતિએ ટીમના સભ્યોને જણાવ્યું હતું કે રોજ સવારે 6 વાગે તેમની પત્ની ઘર છોડીને જતી રહે છે. ઘરમાં કામ કરતી નથી. કોઇની સાથે વાત કરતી નથી આશ્રમમાં જઇને બેસી જાય છે રાત્રે 9 વાગે તેને લેવા જઇએ ત્યારે પરાણે ઘરે આવે છે.

હેલ્પલાઇન સમક્ષ નોંધાયેલી ફરિયાદમાં એવી વાત જાણવા મળી હતી કે, આસારામ આશ્રમની બહાર દિવસ-રાત બેસી રહેતી મહિલાને આસારામની તબિયતની ચિંતા હોવાથી તેના સારા સ્વાસ્થય માટે પ્રાર્થના કરવા પહોંચી જતી હતી.

ઘરના સભ્યોને સાચવવાને બદલે ઘર છોડીને જતી રહેતી હતી. છેવટે તેની માનસિક સ્થિતિ કથળતા 15 દિવસ સુધી માનસિક રોગની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. અભયમ હેલ્પલાઈનના સભ્યોની સમજાવટ પછી મામલો થાળે પડ્યો હતો. હવે આ મહિલાઓ ઘરકામમાં ધ્યાન આપવા લાગી છે.

હેલ્પલાઇન સમક્ષ આવેલી ફરિયાદમાં એવી રજૂઆત કરાઇ હતી કે, તેમની પત્ની ડિપ્રેશનનો શિકાર બની છે. આસારામની તબિયતની ચિંતામાં ઘર છોડીને જતી રહે છે, દિવાલના ટેકે આખો દિવસ બેસી રહે છે અને આશ્રમમાં જઇને ચીસો પાડે છે.

Read About Weather here

તેને ઘરકામ કરવાનું કહેતા તે રડવાનું શરૂ કરી દે છે. અને આસારમ માટે નહીં પણ પોતાના પરિવારની કાળજી લેવાની વધારે જરૂર હોવાની સમજણ આપી હતી. સાથે ઘરકામમાં વ્યસ્ત રહેવાનું કહેતા તમામ મહિલાઓ સ્વસ્થ થઇ છે.હેલ્પલાઇના કાઉન્સેલર દ્વારા મહિલાઓને આ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here