હાલમાં તે રિયાલીટી શો ખતરો કે ખિલાડીમાં ભાગ લઇ રહી છે. અભિનેત્રી શિવાંગી જોષી ટીવી સિરીયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈને કારણે ચાહકોમાં ખુબ લોકપ્રિય બની છે. પુનામાં જન્મેલી શિવાંગીએ ખેલતી હૈ જિંદગી આંખ મિચોલી નામના ટીવી શોથી ૨૦૧૩માં અભિનય શરૂ કર્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
એ પછી તેણે બેઇન્તહા, લવ બાય ચાન્સ, બેગુસરાય સહિતના ટીવી શો કર્યા હતાં. પરંતુ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ શોએ તેને નાયરા સિંઘાનીયા તરીકે ઘર ઘરમાં ઓળખ અપાવી હતી. શિવાંગી કહે છે મને ખતરો કે ખિલાડી શોની ઓફર મળતાં જ મેં હા પાડી દીધી હતી.
Read About Weather here
ચોવીસ વર્ષિય શિવાંગી કહે છે આવા શોમાં કામ કરવાનો અનુભવ તદ્દન અલગ જ હોય છે. આ શોમાં બધુ વાસ્તવીક હોય છે. ઇજાઓ થતાં ગ્લીસરન વગર રડવું આવી જાય છે. કારણ કે આ શોમાં ભાગ લેનારાને પડકારજનક પરિસ્થિતિનો સામનો કરવાની અને જિંદગીમાં કંઇક નવુ શીખવાની તક મળે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here