આવતીકાલે મ્યુ. કોર્પોરોશનનું જનરલ બોર્ડ સવાર 11 વાગ્યે સ્વ. રમેશભાઇ છાયાં સભાગૃહમાં યોજાશે જેમાં ભાજપના 10, કોંગ્રેસના 1 તથા અન્યના 2 કોર્પોરેટરો સહિત 28 પ્રશ્ર્ન રજુ કરાયા છે.જેમાં સૌપ્રથમ વોર્ડ 15ના કોર્પોરેટર અને કોંગ્રેસમાંથી આપમાં જોડાયેલ વશરામભાઇ સાગઠીયાએ પુછેલા કંપ્લીસન વિનાની ખાનગી શાળા કોલેજોના નામ સરનામાની વિગતો આપવા, શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેરાતના બોર્ડ લગાવવાના નિયમો વિશેના પ્રશ્ર્નથી બોર્ડની ચર્ચાનો પ્રારંભ થશે. મળનાર જનરલ બોર્ડ મેયર પ્રદીપ ડવના અધ્યક્ષ સ્થાને યોજાશે આ બોર્ડમાં વોર્ડનં.
Visit Saurashtra Kranti Homepage here
15ના કોર્પોરેટર વશરામભાઇ સાગઠીયાના પ્રશ્ર્નથી પ્રારંભ થશે. જેમાં શહેરમાં સામાજીક,ધાર્મિક કે રાજકીય કાર્યક્રમોની જાહેરાત કરતા બેનરો લગાવવા માટેના નિયમોની વિગતો, શહેરમાં પ્લાન કંપ્લીસન મેળ્વયા વગરની ખાનગી શાળા કોલેજોના નામ અને એડ્રેસ આપવા સહિતના પ્રશ્ન પુછાયા છે. જ્યારે બીજા ક્રમાંકે વોર્ડનં 11ના કોર્પોરેટર લીલુબેન જાદવે મનપા હસ્તક કેટલા ટ્રફિક સિગ્નલ નાખવામાં આવ્યા છ?ે તેમાંથી કેટલા કાર્યરત છે?, આ ટ્રફિક સિગ્નલ મેઇન્ટેનન્સનો ખર્ચ કેટલો? તેમજ ત્રીજો પ્રશ્ર્ન વોર્ડનં.
Read About Weather here
7ના કોર્પોરેટર દેવાંગ માંકડએ મનપા હસ્તકની વોટ્સઅપ સેવા દ્વારા છેલ્લા ત્રણ માસમાં કુલ કેટલી ફરિયાદો નોંધાઇ? ક્યા ક્યા વિભાગની? આ ઉપરાંત વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ રામનાથ મહાદેવ મંદિર નિર્માણ અને આજી રિવર ફ્રન્ટ હેઠળ કરવામાં આવનાર કામગીરીની વિગતો અને બાકી રહેલ કામની વિગતો તે તમામની નાણકીય ખર્ચ અને ગ્રાન્ટ આવકની વિગતો આપવી તેમજ મનપાની તમામ શાખાના સેટઅપ મુજબ વર્ગ 1 થી 4માં કેટલી જગ્યાઓ ખાલી છે? તથા છેલ્લા3 વર્ષમાં જનભાગીદારી હેઠળ રોડ, ડ્રેનેજ, ડીઆઇ લાઇનના કેટલા કામો થયા સંપૂર્ણ ખર્ચની વિગતો સહિતના પ્રશ્ર્નો પુછવામાં આવ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here