આર્યન ખાન ડ્રગ્સ કેસમાં અવનવા ગંભીર વળાંકો

આર્યન ખાન ડ્રગ્સ કેસમાં અવનવા ગંભીર વળાંકો
આર્યન ખાન ડ્રગ્સ કેસમાં અવનવા ગંભીર વળાંકો

એનસીબીનાં કબાટમાં અનેક હાડપિંજર મળતા ચકચાર: મુખ્ય અધિકારી સમીર વાનખેડે અને પત્ની પરના આક્ષેપોથી સનસનાટી: એકતરફ ડ્રગ્સ કેસમાં વેગીલી તપાસ અને બીજી તરફ આક્ષેપોનું યુધ્ધ
સમીર વાનખેડે 25 કરોડનાં આક્ષેપ સામે કાનૂની રક્ષણ મેળવશે: આજે ફરી હિરોઈન અનન્યા પાંડેની એનસીબી કચેરીમાં પૂછપરછ

બોલીવુડનાં સુપરસ્ટાર શાહરૂખ ખાનનાં પુત્રને સંડોવતા ક્રુઝ શિપ ડ્રગ્સ કેસમાં અવનવા વળાંકો જોવા મળી રહ્યા છે. એકતરફ કેસની તપાસ વેગ પૂર્વક આગળ વધી રહી છે

Visit Saurashtra Kranti Homepage here

તો બીજીતરફ ખૂદ એનસીબી નાં અધિકારી અને પત્ની પર ગંભીર આક્ષેપોથી હવે અલગ પ્રકારની લડાઈ શરૂ થઇ ગઈ છે. જાણકારો કહી રહ્યા છે કે, એનસીબી નાં કબાટમાં પણ અનેક હાડપિંજર છે.

આવતીકાલે તા.26 નાં રોજ આર્યન ખાનની જામીન અરજી પર મુંબઈ હાઇકોર્ટમાં સુનવણી થનાર છે. ત્યારે એનસીબી ની તપાસનીશ ટુકડીએ હિરોઈન અનન્યા પાંડેની ત્રીજીવખત પૂછપરછ માટે બોલાવી છે.

આર્યન ખાન અને અન્ય ત્રણ જેલવાસી અપરાધીઓની ડીલીટ કરાયેલી વોટ્સએપ ચેટ કંપનીઓ પાસેથી પાછી મેળવી તપાસ કરવાની પ્રક્રિયા એનસીબી દ્વારા શરૂ કરવામાં આવી છે.

આર્યન અને અનન્યાનાં બેંક ખાતાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. વોટ્સએપ ચેટનો પણ જીણવટ પૂર્વક અભ્યાસ બોલીવુડનાં સુપરસ્ટાર શાહરૂખ ખાનનાં પુત્રને સંડોવતા ક્રુઝ શિપ ડ્રગ્સ કેસમાં અવનવા વળાંકો જોવા મળી રહ્યા છે.

એકતરફ કેસની તપાસ વેગ પૂર્વક આગળ વધી રહી છે તો બીજીતરફ ખૂદ એનસીબી નાં અધિકારી અને પત્ની પર ગંભીર આક્ષેપોથી હવે અલગ પ્રકારની લડાઈ શરૂ થઇ ગઈ છે. જાણકારો કહી રહ્યા છે કે, એનસીબી નાં કબાટમાં પણ અનેક હાડપિંજર છે.

આવતીકાલે તા.26 નાં રોજ આર્યન ખાનની જામીન અરજી પર મુંબઈ હાઇકોર્ટમાં સુનવણી થનાર છે. ત્યારે એનસીબી ની તપાસનીશ ટુકડીએ હિરોઈન અનન્યા પાંડેની ત્રીજીવખત પૂછપરછ માટે બોલાવી છે.

આર્યન ખાન અને અન્ય ત્રણ જેલવાસી અપરાધીઓની ડીલીટ કરાયેલી વોટ્સએપ ચેટ કંપનીઓ પાસેથી પાછી મેળવી તપાસ કરવાની પ્રક્રિયા એનસીબી દ્વારા શરૂ કરવામાં આવી છે.

આર્યન અને અનન્યાનાં બેંક ખાતાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. વોટ્સએપ ચેટનો પણ જીણવટ પૂર્વક અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. દરમ્યાન ડ્રગ્સ કેસનાં મુખ્ય તપાસ અધિકારી સમીર વાનખેડે પર થયેલા ગંભીર આક્ષેપોથી કેસમાં નવો વળાંક આવ્યો છે.

આર્યન ખાનને છોડવા માટે વાનખેડેએ રૂ. 25 કરોડ માંગ્યાનું આ કેસનાં એક સાક્ષીએ આક્ષેપ કર્યો હતો. આથી વાનખેડેએ કાનૂની રક્ષણ મેળવવાનું નક્કી કર્યું છે અને વકીલોની સલાહ લઇ રહ્યા છે.

વાનખેડેનાં પત્ની અને મરાઠી અભિનેત્રી ક્રાંતી રેડકર પર આઈ.પી.એલ મેચનાં સ્પોટ ફિક્સિંગનો કેસ થયો હતો. એવા મીડિયા અહેવાલો પણ મુંબઈમાં સનસનાટી મચાવી રહ્યા છે.

Read About Weather here

ક્રાંતિએ આક્ષેપ નકારી કાઢ્યો હતો અને ખુલાસો કર્યો છે કે, હું આ કેસ અદાલતમાં જીતી ગઈ છું. હું બિલકુલ અપરાધી નથી, મેં કોઈ સ્પોટ ફિક્સિંગ કર્યું નથી.(2.12)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here