આઈરાએ પિતા આમિર ખાન, માતા રીના દત્તા, બોયફ્રેન્ડ નુપૂર શિખરે તથા મિત્રો સાથે બર્થડેની ઉજવણી કરી હતી. આમિર ખાનની દીકરી આઈરા ખાને રવિવાર, 8 મેના રોજ 25મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. આટલું જ નહીં બર્થડે પાર્ટીમાં આમિર ખાનની પૂર્વ પત્ની કિરણ રાવ પણ આવી હતી.આઈરા ખાને ફ્રેન્ડ ડેનિયલ સાથે રાત્રે 12 વાગે કેક કાપીને જન્મદિવસની શરૂઆત કરી હતી. નુપૂર શિખરેએ સો.મીડિયામાં આઈરાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.












Visit Saurashtra Kranti Homepage here
આઈરાએ પરિવાર તથા મિત્રો સાથે પૂલ પાર્ટી કરી હતી.આઈરાએ ટૂ પીસ બિકીની પહેરીને માતા રીના દત્તા તથા પિતા આમિર ખાન તથા સાવકા ભાઈ આઝાદની હાજરીમાં કેક કટ કરી હતી. આઈરાએ પ્રેમી તથા મિત્રો સાથે પૂલમાં સ્વિમિંગ પણ કર્યું હતું. આ સમયે કિરણ રાવ પણ જોવા મળી હતી. આમિર ખાને પહેલા લગ્ન રીના દત્તા સાથે કર્યા હતા. આમિર જ્યારે ‘કયામત સે કયામત તક’નું શૂટિંગ કરતો હતો ત્યારે જ તેણે રીના સાથે લગ્ન કર્યા હતા. આ જ ફિલ્મના ‘પાપા કહતે હૈ’ ગીતમાં રીના મહેમાન ભૂમિકામાં જોવા મળી હતી. 18 એપ્રિલ 1986માં થયેલા એ લગ્ન 16 વર્ષ ટક્યા. 2002માં તેમના ડિવોર્સ થઈ ગયા.
Read About Weather here
આમિર અને રીનાને બે બાળક- જુનૈદ અને આઈરા છે. આ બંને રીના સાથે જ રહે છે.2005માં આમિરે કિરણ રાવ સાથે લગ્ન કર્યાં હતાં. 2011માં દીકરા આઝાદનો સરોગસીથી જન્મ થયો હતો. 3 જુલાઈ, 2021ના રોજ આમિરે કિરણથી અલગ થયાની જાહેરાત કરી હતી.ઉલ્લેખનીય છે કે આઈરાએ 2019માં ‘યુરિપાઈડ્સ મેડિયા’ નામનાં પ્લે સાથે થિએટરમાં ડેબ્યૂ કર્યું હતું. આ પ્લેને ડિરેક્ટ કર્યું હતું. આ શોથી વરુણ ધવનની ભત્રીજી અંજિની ધવને એક્ટ્રેસ તરીકે ડેબ્યૂ કર્યું હતું. KRK (કમાલ ખાન)એ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘ આમિર ખાનના ઘરમાં જે થતું હોય તેની સામે મને કોઈ વાંધો નથી, પરંતુ આવા ફોટો સો.મીડિયામાં કેમ પોસ્ટ કરવા પડે? તમારા પરિવારનું કંઈક તો સિક્રેટ રાખો…’ આ નાટકમાં ક્રિકેટર યુવરાજ સિંહની પત્ની હેઝલ કિચે લીડ રોલ પ્લે કર્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here
Read About Weather here