આફ્રિકા વતી હેનરિક ક્લાસેને શાનદાર બેટિંગ કરીને 81 રન બનાવ્યા હતા. હવે શ્રેણીનો ત્રીજો મુકાબલો કાલે વિશાખાપટ્ટનમમાં રમાશે.લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી આફ્રિકાની શરૂઆત બિલકુલ સારી રહી નહોતી. ભુવનેશ્ર્વર કુમારે પહેલી ઓવરમાં રીજા હેન્ડ્રીક્સને આઉટ કર્યો હતો. તેણે ત્રર બોલમાં ચાર રન બનાવ્યા હતા. આ પછી ભુવનેશ્ર્વર કુમારે ત્રીજી ઓવરમાં ડવેઈન પ્રિટોરિસને પણ પેવેલિયન ભેગો કર્યો હતો. પહેલી મેચમાં અર્ધસદી બનાવનારા રાસી વાન ડર ડુસેનને આ વખતે કોઈ કમાલ કરવા ન દઈ ભુવનેશ્ર્વરે એક રને આઉટ કરી દેતાં ટીમ ઈન્ડિયા મેચમાં ડ્રાઈવિંગ સીટ પર આવી ગઈ હતી. ટીમ ઈન્ડિયાને બીજી ટી-20 મેચમાં સાઉથ આફ્રિકા સામે ચાર વિકેટે પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે. આ સાથે જ મહેમાન ટીમે પાંચ મેચની શ્રેણીમાં 2-0થી લીડ મેળવી લીધી છે. સાઉથ આફ્રિકાની આ ભારત વિરુદ્ધ ત્રણેય ફોર્મેટમાં સતત સાતમી જીત છે.
Visit Saurashtra Kranti Homepage here
આફ્રિકાએ ટીમ ઈન્ડિયાને બે ટેસ્ટ, ત્રણ વન-ડે અને બે ટી-20માં પરાજય આપ્યો છે.મેચમાં ટીમ ઈન્ડિયાએ પહેલાં બેટિંગ કરતાં છ વિકેટે 148 રન બનાવ્યા હતા જેમાં કોઈ પણ બેટર ફિફટી બનાવી શક્યો નહોતો. શ્રેયસ અય્યરે સૌથી વધુ 40 રનનું યોગદાન આપ્યું હતું. જવાબમાં આફ્રિકાએ લક્ષ્યાંકને 18.2 ઓવરમાં 6 વિકેટે હાંસલ કરી જીત મેળવી હતી. આફ્રિકાએ પાવરપ્લેમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ કેપ્ટન તેમ્બા બાવુકમા અને હેનરિક ક્લાસેને ચોથી વિકેટ માટે 64 રનની ભાગીદારી કરીને ટીમને સંભાળી હતી. બાવુમા 30 બોલમાં 35 રન બનાવીને યુઝવેન્દ્ર ચહલની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તેણે ચાર ચોગ્ગા અને એક છગ્ગો લગાવ્યો હતો. આ બધાની વચ્ચે ક્લાસેને 32 બોલમાં પોતાની ફિફટી પૂર્ણ કરી હતી.ત્યારબાદ ડેવિડ મીલર સાથે મળીને તેણે જીત પાક્કી કરી હતી.
ક્લાસેન 46 બોલમાં 81 રન બનાવી હર્ષલ પટેલના બોલ પર આઉટ થયો હતો. આ પહેલાં ભારતીય બેટર્સને દક્ષિણ આફ્રિકાની ચુસ્ત બોલિંગ વિરુદ્ધ રમવામાં ઘણી જ મુશ્કેલી પડી હતી જેના કારણે ટીમ છ વિકેટે 148 રન જ બનાવી શકી હતી. શ્રેયસ અય્યર (40 રન) ભારત માટે ટોપ સ્કોરર રહ્યો હતો. જ્યારે ઈશાન કિશને શરૂઆતમાં શ્રેષ્ઠ શોટસ રમીને 21 બોલમાં 34 રનની ઈનિંગ રમી હતી પરંતુ ટીમે મીડલ ઓવર્સમાં શૈલી ગુમાવી દીધી હતી.ફોર્મમાં રમી રહેલા ફિનિશર દિનેશ કાર્તિકને સાતમા ક્રમે અક્ષર પટેલ પછી મોકલવામાં આવ્યો હતો જેના કારણે પંતની આગેવાનીવાળી ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલી વધી જવા પામી હતી. કાર્તિકે 21 બોલમાં બે છગ્ગા અને બે ચોગ્ગા લગાવીને અણનમ 30 રન બનાવ્યા હતા.
Read About Weather here
તેણે હર્ષલ પટેલ (12 રન) સાથે મળીને ત્રણ ઓવરમાં 36 રન લીધા હતા.જો કે આઉટ થતાં પહેલાં તેણે સાત ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા તો મીલર સાથે 51 રનની ભાગીદારી કરી હતી. તે જ્યારે આઉટ થયો ત્યારે આફ્રિકાને જીત માટે માત્ર પાંચ રનની જરૂર હતી. મીલરે 15 બોલમાં એક ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 20 રન બનાવ્યા હતા. પાર્નેલ એક રન બનાવીને ભુવનેશ્ર્વરનો ચોથો શિકાર બન્યો હતો. તેણે ચાર ઓવરમાં માત્ર 13 રન આપ્યા હતા. જ્યારે ચહલે 4 ઓવરમાં 49, અક્ષર પટેલે 1 ઓવરમાં 19 અને હાર્દિક પંડ્યાએ 3 ઓવરમાં 31 રન લૂંટાવ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here