ભૂગર્ભ જળ સપાટી જાળવવા કાયદો ઘડો, ખાનગી બોરનો મન ફાવે એમ ઉપયોગ ન કરવો, સરકાર પણ કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલયના કાયદા મુજબ કાયદો બનાવ
રાજ્યમાં ભૂગર્ભ જળ સપાટીને નુકસાન કરીને પાણીનો કારોબાર કરનારા મામલે થયેલી જાહેરહિતની અરજી પર ગુજરાત હાઈકોર્ટે સુનાવણી કરી હતી. આ સુનાવણી દૃરમિયાન હાઇકોર્ટે ભૂગર્ભ જળ સપાટીને નુકસાન કરીને પાણીનો કારોબાર કરનારાઓ સામે લાલ આંખ કરી છે.
Subscribe Saurashtra Kranti here
ભૂગર્ભ જળની સપાટી અને પ્રાકૃતિક જાળવવા મામલે હાઇકોર્ટે રાજ્ય સરકારને કાયદૃો ઘડવા માટે આદૃેશ કર્યો છે. હાઇકોર્ટે કહૃાું કે, આપણાં પ્રાકૃતિક સ્ત્રોતની જાળવણી કરવી આવશ્યક છે. ખાનગી પાણીનો બોર હોય એનો મતલબ એ નથી કે મનફાવે તેમ એનો ઉપયોગ કરવો. આજે પણ કેટલાય વિસ્તારોમાં લોકોને પાણી મળતું ન હોવાના સમાચાર સામે આવે છે. રાજ્ય સરકાર પણ કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલયના કાયદૃા મુજબ કાયદૃો બનાવે.
પ્રાકૃતિક સ્ત્રોત તરીકે પ્રત્યેક વ્યક્તિનો તેના ઉપર એકસમાન અધિકાર છે. સ્થાનિક ઓથોરિટી તરીકે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ આદૃેશ કર્યો છે કે આવી પ્રવૃત્તિઓને રોકવી જરૂરી છે. જાહેર હિતની અરજીમાં અરજદૃારની માંગણી હતી કે પાણીના આવા કારોબાર અંગે યોગ્ય નિર્દૃેશ જારી કરવામાં આવે. ગેરકાયદૃે પાણીનો વેપાર કરનારાઓ સામે યોગ્ય પગલાં લેવાય તે જરૂરી છે.
ગુજરાતમાં ભૂગર્ભ જળમાં ચિંતાજનક રીતે ભૂગર્ભ જળ સપાટી ઘટી રહી છે. 2019માં સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ દ્વારા કરાવવામાં આવેલા એક સર્વે મુજબ ગુજરાતમાં 657 બોર-કૂવામાંથી 413માં ઘટાડો એટલે કે 63 ટકા બોર-કૂવાના સ્તરમાં ઘટાડો નોંધાયો છે.
Read About Weather here
ગ્રાઉન્ડ વોટર બોર્ડનું કહેવું છે કે, પાણીની માગ વધી છે, પાણીનો બગાડ વધુ થઈ રહૃાો છે, વરસાદૃ નિયમિત નથી, વસતિનું પ્રમાણ વધી રહૃાું છે, શહેરીકરણ વધ્યું છે અને ઔદ્યોગિકરણ પણ વધ્યું છે, સાથે જ રેઈન વોટર હાર્વેસ્ટિંગની દૃીશામાં જે કામ થવું જોઈએ તે થયું નથી જેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. જો પાણીના સંગ્રહ મામલે ગુજરાતમાં નક્કર પગલા નહીં લેવામાં આવે તો ભવિષ્યમાં ગંભીર સમસ્યા ઊભી થઈ શકે તેમ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here