Subscribe Saurashtra Kranti here.
પરિણીતાએ પંખામાં દોરી બાંધી ગળાફાસો ખાઈ આપઘાત
રાજકોટ શહેરમાં તાજેતરમાં જ ત્રણ માસ પૂર્વે જ હરખભેર પ્રેમ લગ્ન કરનાર નેહા નામની પરિણીતાએ પંખામાં દોરી બાંધી ગળાફાસો ખાઈ લીધાનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે રાજકોટ જિલ્લાના સાપર ગામે વધુ એક પરિણીતાએ પોતાનું જીવન ટૂંકાવી લીધા હોવાનો બનાવ સામે આવ્યો છે.
રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ ગામે નિરવાળા સોસાયટીમાં રહેતા રીવાબેન હિતેશભાઈ રોય નામની પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે પોલીસને જાણ થતાં પોલીસે મૃતકનો પીએમ કરાવ્યું હતું તો સાથે જ જરૂરી પંચનામાની કાર્યવાહી કરી શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ પણ હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પરિણીતાએ દોઢ વર્ષ પહેલાં જ હિતેશભાઈ સાથે લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું છે. તો સાથે જ મૃતકનો પતિ ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે આપઘાતનું કારણ જાણવા શાપર વેરાવળ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Read About Weather here
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પૂર્વે રાજકોટ શહેરમાં ત્રણ મહિના પૂર્વે લવમેરેજ કરનાર નેહાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ત્યારે નેહાના પિતાએ દીકરીને સાસરિયાઓ દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો હતો. તો બીજી તરફ પતિનું કહેવું છે કે, પત્ની સતત ફોનમાં વ્યસ્ત રહેતી હોય કોઈ કામમાં ધ્યાન ન આવતી હોય તેના કારણે ઠપકો આપતા તેને માઠું લાગી જવાથી આ પ્રકારનું પગલું ભર્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here