કેવડાવાડી સ્થિત કરિયાણાની દુકાનમાં નફો નહિ થતા લોનના હપ્તા સમયસર ભરી નહિ શકતા પ્રોઢે જિંદગી ટૂંકાવી લેતા પરિવારમાં અરેરાટી
વિશ્ર્વમાં આવી પડેલી કોરોના મહામારીના કારણે સરકારો દ્વારા નાછુટકે લોકડાઉન લગાવવામાં આવ્યુ હતું.
Visit Saurashtra Kranti Homepage here
જેના કારણે વેપાર-ધંધા ઉપર માઠીઅસર પડતા લોકોની આર્થિક પરિસ્થિતિ ભાંગી પડી હતી તેના કારણે આપઘાતની કોશિષ સહિતના બનાવો પોલીસ ચોપડે નોંધાતા રહ્યા છે
ત્યારે રાજકોટમાં આર્થિક સંકળામણથી વધુ એક પ્રોઢનો આપઘાતનો બનાવ સામે આવ્યો છે.
કોઠારિયા રોડ પર આનંદનગરમાં રહેતા કરિયાણાના વેપારીએ લોનના હપ્તા ચડી જતા ઝેરી દવા પી આપઘાત કરી દેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ કોઠારિયા રોડ પર નીલકંઠ સિનેમા પાછળ આવેલા આનંદનગર કોલોની બ્લોક નં.54માં રહેતા વિનોદભાઈ રતિલાલ તન્ના (ઉ.55) નામના પ્રૈાઢે આજે વહેલી સવારે પોતાના ઘરે ઘઉંમાં નાખવાનો ઝેરી પાવડર પી લીધો હતો.
ત્યારબાદ પરિવારજનોને જાણ કરતા તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ ટૂંકી સારવારમાં તેમનુ મોત નીપજ્યુ હતું.
બનાવની જાણ થતા ભક્તિનગર પોલીસ મથકના હે.કો.પ્રકાશભાઈ સહિતનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને પ્રાથમિક કાગળો કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક વિનોદભાઈ કરિયાણાનો વેપાર કરતા હોવાનું અને તેને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યુ છે.
Read About Weather here
વધુમાં તેમણે મકાનની અને પર્સનલ બે લોન ચાલુ હોય જે લોનના હપ્તા આર્થિક સંકળામણના કારણે ભરી શકતા ન હોવાથી આ પગલુ ભરી લીધાનું ખુલવા પામ્યુ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here