આતંકવાદીઓને નાણાં આપવા કાશ્મીરમાં ડ્રગ્સ ઘુસાડવાનું નાપાક કાવતરૂં

આતંકવાદીઓને નાણાં આપવા કાશ્મીરમાં ડ્રગ્સ ઘુસાડવાનું નાપાક કાવતરૂં
આતંકવાદીઓને નાણાં આપવા કાશ્મીરમાં ડ્રગ્સ ઘુસાડવાનું નાપાક કાવતરૂં

પાકિસ્તાને મોટાપાયે ડ્રગ્સ મોકલવાનો અને યુવાનોને લત લગાડવાનો શરૂ કર્યાનો કાશ્મીરનાં ડીજીપીનો ધડાકો
ડ્રગ્સ માફીયાઓની આંતર રાજ્ય ધરી અને હેરફેર અંગે વ્યવસાય ધોરણે તપાસ જરૂરી

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓને નાણાં પુરા પાડવા પાકિસ્તાન મોટાપાયે ડ્રગ્સનો જથ્થો રાજ્યમાં ઘુસાડી રહ્યું છે અને યુવાનોને લત લગાડવાનું ષડ્યંત્ર અમલમાં મુકવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

જમ્મુ અને કાશ્મીરનાં ડીજીપી દિલબાગસીંઘે પાકિસ્તાની કાવતરાની વિગતો આપતા જણાવ્યું હતું કે ડ્રગ્સ માફીયાઓની આંતર રાજ્ય ધરી તોડી પાડવા અને ડ્રગ્સની હેરફેર તથા વેપારનાં કેસોની વ્યવસાય ધોરણે તપાસ કરવાનું જરૂરી બન્યું છે.

પાકિસ્તાન આતંકીઓને ફંડ આપવાના બદ ઈરાદે જંગી માત્રામાં ડ્રગ્સ જમ્મુ અને કાશ્મીરમાં ઘુસાડી રહ્યું છે.કાશ્મીરનાં પોલીસ વડા પોલીસ અધિકારીઓ માટેનાં ખાસ તાલીમ કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.

જમ્મુમાં એનસીબી નાં સહયોગ સાથે રાજ્યનાં પોલીસ અધિકારીઓ માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરૂવારે કાશ્મીરમાં જાજરકોટલી વિસ્તારમાંથી 52 કિલો હેરોઈનનો જથ્થો મળ્યો હતો. એ પહેલા રાજ્યનાં પૂછ, બારામુલ્લા, ઉપવાડા અને અન્ય સીમા વિસ્તારોમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો પકડાયો છે.

ડીજીપી સીંઘે જણાવ્યું હતું કે પાકિસ્તાન આયોજન બધ્ધ રીતે ડ્રગ્સ ઘુસાડી રહ્યું છે જેના કારણે આપણા યુવાનો દુષણમાં સપડાતા જાય છે. પાકિસ્તાન તેના શૈતાની બદ ઈરાદાઓ સાકાર કરવા માટે આ પધ્ધતિ અપનાવી રહ્યું છે.

તેમણે કહ્યું હતું કે ડ્રગ્સ દાણચોરી, હેરફેર અને વેચાણનાં કેસોનાં વ્યવસાયી ઢબે તપાસ થાય તો આરોપીને સજા કરાવવા વિશે કોઈ શંકા-કુશંકા રહે નહીં. તેમણે જણાવ્યું હતું કે,

Read About Weather here

આવા તાલીમ કાર્યક્રમથી ડ્રગ્સનાં કેસોની તપાસ કરવાની પોલીસ અધિકારીઓની કાબિલિયત અને ક્ષમતામાં વધારો થશે. સમસ્યાનો વ્યાપ જોતા આવા કાર્યક્રમો ખૂબ જ જરૂરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here