આટલો બધો વિકાસ એકસાથે પ્રજા સહન ન કરી શકે, થોડા ધીમા પડો…શહેરીજનોનો આક્રોશ

આટલો બધો વિકાસ એકસાથે પ્રજા સહન ન કરી શકે, થોડા ધીમા પડો…શહેરીજનોનો આક્રોશ
આટલો બધો વિકાસ એકસાથે પ્રજા સહન ન કરી શકે, થોડા ધીમા પડો…શહેરીજનોનો આક્રોશ
રાજકોટમાં તાજેતરમાં ધોધમાર વરસાદ વરસતા અને ચારેતરફ પાણી પાણીના કારણે પ્રિ-મોન્સુન કામગીરી નિષ્ફળ ગયાની વાત શહેરભરમાં ચર્ચાઇ રહી છે. શહેર ભારે વરસાદને પગલે ચારેબાજુ પાણી ભરાઈ ગયા હતા, કલેક્ટરે શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. ભારે વરસાદ વરસતા રસ્તાઓની હાલત કફોડી બની છે ઉપરાંત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને શહેરીજનો હેરાન થયા હતા ત્યારે તંત્રએ સબ સલામતના દાવાઓ પણ કર્યા હતા અને તાત્કાલીક કામગીરી શરૂ પણ કરી દેવામાં આવી હતી. તે જાણકારી વળી તંત્ર દ્વારા પોતાના ફેસબુક પેઇજ ઉપરમાં મુકવામાં આવતી હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે, તેનો પુરાવો છે, મનપાના ફેસબુક પરની કોમેન્ટો. રાજકોટ આઈ.વે. પ્રોજેક્ટના સી.સી.ટી.વી. કેમેરા સર્વેલન્સ વડે રસ્તા પરના વરસાદી પાણી/ખાડાઓની સમસ્યા ઉકેલવા રાજકોટ મહાનગરપાલિકાનો નવો પ્રશંસનીય અભિગમ સી.સી.ટીવીનું મોનીટરીંગ કરતા અધિકારીઓને તેઓના મોનીટરીંગ દરમ્યાન કોઈપણ માર્ગ પર વરસાદી પાણી ભરાયેલ જોવા મળે અથવા તો તેને કારણે ખાડા જોવા મળે તો તેનો ફોટો પાડી પોતે જ ફરિયાદી બનવા મ્યુનિ. કમિશનર અમિત અરોરાનો આદેશ આપ્યો છે.

તે પોસ્ટ મનપા પોતાના ફેસબુક ઉપર મુકતા અનેક લોકોએ અવનવી કોમેન્ટો કરી રોષ ઠાલવ્યો હતો. કોમેન્ટો કરી હતી કે ખૂબ સરસ નિર્ણય જનતાને પણ જાણવા મળ્યું કે કેમેરા ખાલી ટ્રાફિકના ઈ-મેમા ફાળવા માટે નથી, એક પણ રસ્તો બાકી નથી ખાડા વગરનો… પ્રજાની ફરિયાદ સાંભળતાં નથી અને અધિકારીઓ તમારા જેવા જ હોય આવો ગોંડલ ચોકડી આગળ માલધારી ફાટકથી સાઈ બાબા સર્કલ સુધી નો રોડ જોવો એટલે ખબર પડે.. અમિત અરોરાને બધેથી ચલાવો ખાડામાંથી એટલે ખબર પડે.. કમિશનર સાહેબ સીધા જ જાહેર જનતા પાસે માહિતી માંગો તો ખબર પડે.. અક્કલ મઠ્ઠા વ તમને આખું વરહ મેઇલ કર્યા રિદ્ધિ સિધ્ધીના નાળાની આજુબાજુ સર્વિસ રોડ આરસીસી કરો પાણી નો નિકાલ કરો હવે રોજ હેરાન થાવ છો સરખા કરવા થાય છે હવે.. મેયર અને કમિશનરે પોતાના ઈ-મેલ પણ જોવાની તસ્દી લેતા નથી તો મોદીજીનું શું કામનું ડિજીટલ યુગ.

Read About Weather here

અધિકારીઓએ અને પદાધિકારીઓ જાતે પોતાના મેસેજ જોવા તૈયાર હોતા નથી. તમારા ફેસબુક પેજ ઉપર ફોટો અપલોડ ઓપ્શન ચાલુ કરો સી સી ટીવી જરૂર નઇ પડે.. કોઠારીયા મા તો ક્યાય રોડ જ નથી ખાડા જ ખાડા છે ક્યારે આવો છો. આટલો બધો વિકાસ એકસાથે પ્રજા સહન ન કરી શકે થોડા ધીમા પડો… એવાં રસ્તા જ શું લેવા બનાવો કે એમાં ખાડા પડે એટલે તમે માનો છો કે રોડમાં ભ્રષ્ટાચાર કર્યો છે??? વરસાદના પાણીનો યોગ્ય સંગ્રહ ન થયો અને પાણી નાલામાં વહી ગયું. તમારે જળ સંગ્રહને પ્રોત્સાહન આપવું જોઈએ. ખરેખર આ રીતથી કામ થાય તો સારું..યાજ્ઞિક રોડ પોલીસ ચોકી પાસે પાણી ભરાય છે જેવી અનેક કોમેન્ટ શહેરીજનો દ્વારા કરવામાં આવી હતી. રાજકોટ મનપા સામે લોકોએ સોશીયલ મિડીયામાં ભડાશ કાઢી હતી. અને લોકોએ કોમેન્ટો કરી કમિશનર સહિતના અધિકારો સુધી રજૂઆતો પહોચાડવાનો પ્રયત્ન કર્યો હતો. મેયર, કમિશનર સહિતના ઓએ ક્યારેક ટાઇમ કાઢીને મનપાના ફેસબુક પેજ પર આવેલ લોકોની કોમેન્ટો વાંચવી જોઇએ તો શહેરીજનોના મનમાં શુ ચાલી રહ્યું છે તે જાણી શકાય.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here