આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાણાં મંત્રાલયનાં આઇકોનિક સપ્તાહનું ઉદ્દઘાટન કરતા જણાવ્યું હતું કે, આપણા આઝાદી વીરોના સપનાઓને નવી ઉર્જા અને સંકલ્પ સાથે સાકાર કરવા દરેક ભારતીયોએ યોગદાન આપવાનું છે. પોતાની જાતને સમર્પિત કરવાની આ ક્ષણ છે. વડાપ્રધાને મહોત્સવનાં ભાગરૂપે ક્રેડીટ લિન્ક્ડ સરકારી યોજનાઓની રાષ્ટ્રીય પોર્ટલ જનસમર્થનું લોન્ચિંગ કર્યું હતું. ખાસ ડીઝીટલ પ્રદર્શનનું ઉદ્દઘાટન કર્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
વડાપ્રધાનના હસ્તે નવા રૂ.1,2, 5,10 અને રૂ.20 ના સિક્કાની વિશેષ શ્રેણી બહાર પાડવામાં આવી હતી. સિક્કાઓની વિશેષ શ્રેણીમાં આઝાદી લડવૈયાઓની થીમ હશે અને દ્રષ્ટિહીન વ્યક્તિઓ પણ સિક્કા જોઈ શકશે.વડાપ્રધાને જણાવ્યું કે, આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે દરેક દેશવાસીની ફરજ છે કે, પોતાના સ્તરે રાષ્ટ્રના વિકાસમાં વિશેષ યોગદાન આપે. સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાઓને નવી ઉર્જા સાથે સંકોચવાની અને નવા સંકલ્પ માટે પોતાને સમર્પિત કરવાની ક્ષણ છે. ભારતે છેલ્લા 8 વર્ષમાં વિવિધ પરિમાણો પર કામ કર્યું છે. જન ભાગીદારીથી વધ્યો છે.
Read About Weather here
અમે દેશના સૌથી ગરીબ નાગરિકોને સશક્ત બનાવ્યા છે. ગરીબોને સન્માન સાથે જીવવાની તક આપી છે. અમે નાગરિકોમાં વંચિતતાની માનસિકતામાંથી બહાર આવીને મોટા સપના જોવાનું આત્મવિશ્ર્વાસ જોઈ રહ્યા છીએ.વડાપ્રધાન મોદીએ ઉમેર્યું હતું કે, ભૂતકાળમાં સરકાર કેન્દ્રિત શાસનથી દેશ આખાને માર સહન કરવો પડ્યો છે. આજે 21મી સદીનું પ્રજા કેન્દ્રીય શાસનના અભિગમ સાથે આગળ વધી રહ્યું છે.સરકારને લોકો સુધી લઇ જવા અને વિવિધ મંત્રાલયો તથા વેબસાઈટના ચક્કર લગાવવાના ચક્કરમાંથી મુક્ત કરવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here