થોડા દિવસોમાં જ આપણે આન-બાન અને શાન સાથે ભવ્ય રીતે દેશના ૭૫ માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. રાજકોટથી રયાલસીમા સુધી અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી અનેક રંગારંગ કાર્યક્રમો યોજાશે. રોશનીથી શહેરો, ગામો અને મહાનગરોના માર્ગો, મકાનો અને આધુનિક મોલ તથા બજારો ઝગમગી ઉઠશે.
ત્યારે ઉજવણીના આ ઉન્માદ વચ્ચે પણ ગરીબ લોકોને કોઈ અસર થવાની નથી. એમના માટે આઝાદીનો દિવસ એટલે પેટની ભૂખ ઠારવા માટેની ૧૨ કલાકની તક સિવાય કશું નથી.
Visit Saurashtra Kranti Homepage here
એટલે જ જયારે-જયારે આવા પર્વ કે દિવસ આવે ત્યારે ગરીબ બાળકોનાં મેલા-ઘેલા, ફાટ્યા-તૂટીયા વસ્ત્રો પહેરેલા દેશના આ ભાવિ નાગરિકો શહેરોની ફૂટપાથ ઉપર ગોઠવાય જાય છે અને પસંદ મુજબની હાથે બનાવેલી ચીજવસ્તુઓ વહેંચીને સાંજનું ભોજન નિશ્ચિત કરે છે.
ઉપરની તસ્વીર જુઓ અને જો આંખમાં પાણી ભરાય ન આવે તો જ નવાઈ… દેશ આખો ઉજવણીમાં મસ્ત છે, ત્યારે તસ્વીરમાં દેખાય છે એવા આ દેશનાં લાખો વંચિત અને અવગણીત બાળકોને એ જ ચિંતા છે કે, જલ્દીથી આ કાગળનાં ધ્વજ વહેંચાઇ જાય તો માં પાસે પહોંચી જઈને રોટલા ઘડાવીએ જેથી ભૂખ્યા સુઈ જવું ન પડે. આઝાદી દિન માટે માત્ર એટલું જ… જો આ દેશના સાચા રાષ્ટ્રભક્ત નાગરિક છો
Read About Weather here
તો દેશની આઝાદીનાં મીઠા ફાળોથી વંચિત એવા આ વર્ગ પાસેથી અને એમના સંતાનો પાસેથી મો માંગ્યા દામ દઈને તમામ રાષ્ટ્રધ્વજ ખરીદીને આઝાદીની ઉજવણી ખરા અર્થમાં સાર્થક કરી બતાવજો.(૨.૧૨)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here