આજે શરદપૂર્ણિમા: રાત્રે ચંદ્ર સોળે કળાએ ખીલશે

આજે શરદપૂર્ણિમા: રાત્રે ચંદ્ર સોળે કળાએ ખીલશે
આજે શરદપૂર્ણિમા: રાત્રે ચંદ્ર સોળે કળાએ ખીલશે

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રાચીન રાસ-ગરબાની રમઝટ સાથે દૂધ-પૌવાની પ્રસાદી લઇને લોકો ધન્યતા અનુભવશે

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે શરદપુર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે સવારે અનેક મંદિરોમાં વિશેષ પૂજન અર્ચન સહિતના કાર્યક્રમો યોજાયા છે. આજે રાત્રે શરદપૂનમનો ચાંદ સોળે કળાએ ખીલશે.

Visit Saurashtra Kranti Homepage here

ચંદ્રના અજવાળે આજે પ્રાચીન રાસ-ગરબાની રમઝટ સાથે લોકો દૂધ – પૌવાની પ્રસાદી લઇને ધન્યતા અનુભવશે.શરદ પૂનમનું આયુર્વેદમાં પણ મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે.

આ રાતે ચંદ્રનો પ્રકાશ સ્વાસ્થ્ય માટે લાભદાયી હોય છે. શરદ પૂનમની રાતે ચંદ્રના પ્રકાશમાં દૂધ-પૌંઆ બનાવવામાં આવે છે અને પછી તેનું સેવન કરવામાં આવે છે. ચંદ્રના કિરણોના ઔષધીય ગુણ દૂધ-પૌંઆમાં આવે છે, જે આપણાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહે છે.

શરદ પૂનમ એટલે મનને પ્રફુલ્લિત કરવાની ઋતુ શરદ પૂનમ મંગલ દિવસ છે. માન્યતા મુજબ આ દિવસે લક્ષ્મીજી આખી રાત્રી દરમ્યાન ભ્રમણ કરે છે. આથી લોકો લક્ષ્મીજીને વધાવવાનું એક બિંદુ દરિયાની છાપમાં પડે તો મોતી બની જાય છે.

Read About Weather here

આ પૂનમ ને એટલે માણેકઠારી પૂર્ણિમા કહે છે. શરદ પૂનમની રાત્રે ચન્દ્ર સામે જોતા દોરો પરોવવાની ક્રિયા કરવામાં આવે તો આંખો નિરોગી બને છે. આંખનું તેજ વધે છે. તેવી માન્યતા છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here