આજે વારાણસી, કાલે ગુજરાતમાં કરોડોના પ્રોજેકટની ભેટ આપશે મોદી

આજે વારાણસી, કાલે ગુજરાતમાં કરોડોના પ્રોજેકટની ભેટ આપશે મોદી
આજે વારાણસી, કાલે ગુજરાતમાં કરોડોના પ્રોજેકટની ભેટ આપશે મોદી

બનારસની મુલાકાતે પહોંચતા મોદી, રૂ.1583 કરોડની 280 પરીયોજનાઓનો લોકાપર્ણ અને શીલાન્યાસ
આવતીકાલે ગુજરાતના વિકાસ કામોનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાપર્ણ કરશે વડાપ્રધાન
ગાંધીનગર રેલવે સ્ટેશન બનેલી 318 રૂમની અતિઆધુનિક ફાઇવસ્ટાર હોટેલનું લોકાર્પણ, સાયન્સ સિટીમાં રૂ.264 કરોડના ખર્ચે બનેલી એકવાટીક ગેલેરી, 127ના ખર્ચે તૈયાર રોબોટીક ગેલેરી અને નેચર પાર્ક જેવા ત્રણ પ્રકલ્પની ભેટ આપશે, ગાંધીનગરને વારણસી સાથે જોડતી સાપ્તાહિક સુપર ફાસ્ટ ટ્રેનનું વર્ચ્યુઅલ પ્રસ્થાન કરાવશે, સુરેન્દ્રનગર-પીપાવાવ 266 કિલોમીટર રેલવે વીજળી કરણની કામગીરીનું લોકાર્પણ કરાશે, વડાપ્રધાનના વતન વડનગરને સાંકળતી મહેસાણા-વરેઠા ઇલેકટ્રીક ફાઇ બ્રોડગેજ રેલ ફ્રન્ડનું લોકાપર્ણ, શુક્રવારે બપોરે 4 વાગ્યે 7 વિકાસ કામો ગુજરાતને અર્પણ કરશે વડાપ્રધાન, ગુજરાતનો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અને આવતીકાલે વતન અને કર્મભૂમીને કરોડો રૂપીયાના અદ્ભુત નવા વિકાસ કામોની ભેટ ધરશે. આજે ગુરૂવારે વારણસીની પહોંચતા વડાપ્રધાન રૂ.1583 કરોડની 280 પરીયોજનાઓનું લોકાર્પણ અને શીલાન્યાસ કરી રહયા છે.

Subscribe Saurashtra Kranti here

એમના સંસદીય મથક ક્ષેત્ર બનારસમાં વડાપ્રધાન મોદી વિવિધ વિકાસ કામોની ભેટ આપવા સામે આઇઆઇટી મેદાનમાં જન સભાને પણ સંબંધોન કરશે. એ જ રીતે આવતીકાલે તા.16ને શુક્રવારે વડાપ્રધાન મોદી વતનના રાજય ગુજરાત 7 નવા અદ્ભુત પ્રોજેકટની ભેટ આપશે અને તમામ પ્રોજેકટનું નવી દિલ્હીથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે.

ગુજરાતની વિશ્ર્વના નકશામાં પર મુકતા રાજયોના અનેક વિવિધ વિકાસ કામોનું વડાપ્રધાન આવતીકાલે શુક્રવારે બપોરે 4 વાગ્યે વચ્યુઅલ લોકાપર્ણ કરશે અને એમના કળકમળોથી ગુજરાતને સાત નવા પ્રોજેકટની ભેટ આપશે.

મહાત્મા મંદિરની નજીક ગાંધીનગર રેલવે સ્ટેશન પર અંદાજે રૂ.790 કરોડના ખર્ચે નિર્માણ પામેલી 318 રૂમની અદ્યતન ફાઇવસ્ટાર હોટલનું વડાપ્રધાન લોકાર્પણ કરશે. મહાત્મા મંદિર, અદ્યતન હોટેલ અને અતિ આધુનિક રેલવે સ્ટેશન ત્રણેય સ્થળો નજીક છે.

જેથી ગાંધીનગરમાં વિશ્ર્વ સ્તરની કોન્ફરન્સ, પ્રદર્શન, સેમીનાર માટે દેશ વિદેશથી આવનારા મહેમાનો અને તજજ્ઞોને અદ્ભુત સુવિધા નજીકમાં જ મળશે. ત્યાર બાદ સાયન્સ સીટીમાં નિર્માણ પામેલા ત્રણ અદ્ભુત પ્રકલ્પનું પણ મોદી લોકાર્પણ કરશે. રૂ.264 કરોડના ખર્ચે બનેલી એકવાટીક ગેલેરી અને ભારતની
વિશાળકાય એકવેરીયમ મોદી ભેટ આપશે.

આ એકવેરીયમમાં સાર્ક સહિત અનેક પ્રકારની જળચળ પ્રજાતીઓના 68 ટેન્ક બનાવવામાં આવ્યા છે એ માટે અતિ આધુનિક 28 મીટરની અન્ડર વોર્ટર વોક-વે ટનલ બનાવવામાં આવી છે.

અહીં એક છત નીચે 188 પ્રજાતિની 11600 જેટલી માછલીઓનું વૈયવિધ્ય જોઇ શકાશે. અદ્ભુત જળચલ સૃષ્ટિના રોમાંચ માટે 5-ડી થીએટર બનાવવામાં આવ્યું છે. સાયન્સ સીટી પરીષરમાં 127 કરોડના ખર્ચે બનેલી રોબોટીક ગેલેરીમાં 79 પ્રકારના 200થી વધુ રોબોટ છે.

આમાના કેટલાક રોબોટો મુલાકાતીઓ સાથે એક બીજા સાથે વાતચીત કરતા હશે અને માનવીની જેમ આનંદ, આશ્ર્ચર્ય, ઉત્સાહ જેવી ભાવનાઓ વ્યકત કરતા દેખાશે. રોબો કાફેમાં રોફો સેફ દ્વારા બનેલુ ભોજન પીરસવામાં આવશે અને ભોજન આપવા રોબો વેઇટર આવશે.

ત્રીજુ આકર્ષક 14 કરોડના ખર્ચે બનેલો નેચર પાર્ક છે. અહીં મીસ્ટ બાંબુ ટનલ, ઓક્સિજન પાર્ક, ચેસ અને યોગ રૂમ, ઓપન જીમ, બાળકો માટે પ્લે એરીયા જોગીંગ અને વોકીંગ ટ્રેક, તથા બાળકો માટે ભુલભુલેયા પણ છે.

સૌથી મહત્વના આકર્ષણ રૂપ ગાંધીગનર-વારણસી સાપ્તાહીક સુપર ફાસ્ટ ટ્રેન રહેશે. જેનું મોદી વર્ચ્યુઅલ પ્રત્સાહન કરાવશે. વડાપ્રધાનના વતન વડનગર રેલ્વે સ્ટેશન સહિતના મહેસાણા-વરેઠા ઇલેકટ્રીક ફાઇડ રોડગેજ રેલખંડનું પણ તેઓ લોકાર્પણ કરશે.

Read About Weather here

ઉપરાંત સુરેન્દ્રનગરથી પીપાવાવ સુધી 266 કિલોમીટરની રેલવે વીજળી કરણ કામગીરીનું પણ લોકાપર્ણ કરશે. આ વીડિયો કાર્યક્રમમાં કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્ર્વીની વૈષ્ણવ, રેલવે રાજય મંત્રી અને સુરતના સાંસદ દર્શનાબેન જરદોશ વગેરે પણ જોડાશે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here