આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 71 મો જન્મદિવસ

100 કરોડ રસીકરણ દેશના સામર્થ્યનું પ્રતિબિંબ: વડાપ્રધાન
100 કરોડ રસીકરણ દેશના સામર્થ્યનું પ્રતિબિંબ: વડાપ્રધાન

આજથી ભાજપ દ્વારા દેશભરમાં સેવાકીય પ્રજાલક્ષી કાર્યક્રમોની ભરમાર: રાજકોટ, અમદવાદ સહિતનાં મહાનગરોમાં મહાવેક્સિનેશન: મોદીના જન્મદિનની ઉજવણી નિમિતે સેવા અને સમર્પણની ઝુંબેશ: વિક્રમસર્જક સંખ્યામાં લોકોનું રસીકરણ કરવાનો ભાજપનો લક્ષ્યાંક

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71 માં જન્મદિનની ઉજવણીને યાદગાર બનાવવા ભાજપે આજથી દેશવ્યાપી ધોરણે સેવા અને સમર્પણ મહાઅભિયાનનો પ્રારંભ કર્યો છે. મોદીના જન્મદિવસ નિમિતે ભાજપે દેશભરમાં વિક્રમી સંખ્યામાં રસીકરણ કાર્યક્રમો કરવા તમામ રાજ્યોનાં ભાજપ એકમોને આદેશ આપ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

20 દિવસ સુધી આરોગ્ય અને પ્રજાલક્ષી કાર્યક્રમ યોજવામાં આવશે. જે 7 મી ઓક્ટોબર સુધી ચાલુ રહેશે.

અમદાવાદ, રાજકોટ સહિતનાં ગુજરાતનાં તમામ શહેરો અને ગામોમાં વેક્સિનેશન મહાઅભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. અમદાવાદનાં 15 બી.આર.ટી.એસ બસ સ્ટોપ અને 12 જેટલા એ.એમ.ટી.એસ બસ સ્ટોપ પર વેક્સિનેશન કેમ્પ ચાલી રહ્યા છે.

રાજ્યમાં ભાજપે ગરીબોની બેલી સરકાર વિષય સાથે સેવાકીય કાર્યક્રમો શરૂ કર્યા છે. આવા રસીકરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજરી આપશે.

કેન્દ્રનાં આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ વેક્સિનેશનને જોરદાર વેગ આપવા અનુરોધ કર્યો છે અને જણાવ્યું છે કે, આ કામગીરી વડાપ્રધાન માટે એમના જન્મદિનની સુંદર અને સંપૂર્ણ ભેટ સમાન બની રહેશે.

આપણા પ્રિય વડાપ્રધાનનો જન્મદિવસ હોવાથી વેક્સિનેશન સેવા શરૂ કરીએ જેથી કરીને રસીકરણથી વંચિત લોકોનું પણ રસીકરણ કરી શકાય.

Read About Weather here

ભાજપ દ્વારા દેશમાં મોદીના ચિત્ર સાથેની 14 કરોડ રેશન બેગનું ગરીબોને વિતરણ કરાશે. ભાજપનાં પાંચ કરોડ બુથ કાર્યકરો વડાપ્રધાનની સિધ્ધિઓને વધાવી લેતા પોસ્ટકાર્ડ મોદીને મોકલશે. અનેક કાર્યક્રમોની ભરમાર ચલાવવામાં આવશે.(2.12)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here