આજે ધનતેરસ પર્વ, સોના-ચાંદીની ખરીદીનો ઉમંગ અને ઉત્સાહ

આજે ધનતેરસ પર્વ, સોના-ચાંદીની ખરીદીનો ઉમંગ અને ઉત્સાહ
આજે ધનતેરસ પર્વ, સોના-ચાંદીની ખરીદીનો ઉમંગ અને ઉત્સાહ

મિલકતોની નોંધણી માટે પણ જોરદાર ઘસારો: નવી ખરીદી માટે બજારોમાં ઉમટી પડ્યા લોકો: આજનો આખો દિવસ ત્રિપુષ્કર યોગને કારણે ખૂબ જ શુભ હોવાથી ભારે ફાયદો
ઝવેરાતમાં રોકાણ કરવાનું ખૂબ જ ફળદાયી બની રહેવાનો પંડિતોનો વર્તારો: ધનતેરસ એટલે લક્ષ્મીજી અને દેવતા ધન્વંતરીની પૂજાનો દિવસ

દિવાળીનાં સપરમાં પવિત્ર પર્વનો આજથી આસ્થા અને ઉત્સાહ સાથે શુભારંભ થઇ રહ્યો છે. આજના ધનતેરસનાં પવિત્ર દિવસે ત્રિપુષ્કર યોગ બની રહ્યો હોવાથી સોના-ચાંદીની ખરીદીનાં ચળકાટથી બજારો ઝગમગી ઉઠી છે.

Visit Saurashtra Kranti Homepage here

લોકો ઝવેરાતની ખરીદી કરવા માટે મોટાપાયે બજારોમાં ઉમટી પડ્યા છે. ત્રિપુષ્કર યોગ બની રહ્યો હોવાથી આજનો આખો દિવસ નવી ખરીદી માટે શુભ માનવામાં આવે છે.

દરેક પ્રકારની ખરીદી, રોકાણ અને નવી શરૂઆત માટે આજે દિવસભરનું શુભ મુહૂર્ત છે. આથી ઝવેરાત બજાર અને વાસણ બજારમાં સવારથી ધૂમ ખરીદી માટે લોકો ઉમટી પડ્યા છે અને વેપારીઓનાં ચહેરા જોરદાર વેપારનાં આનંદથી ચમકી ઉઠ્યા છે.

ધનતેરસનાં દિવસે સોના-ચાંદી અને વાસણ ખરીદવાની પરંપરા છે. આજના દિવસે સાંજે પ્રદોષકાળમાં દેવતા ધન્વંતરીની સાથે-સાથે કુબેર અને લક્ષ્મીજીની પૂજનનું ખૂબ જ મહત્વ છે.

અકાળે મૃત્યુથી બચવા અને સારા સ્વાસ્થ્યની કામના સાથે ઘરની બહાર દક્ષિણ દિશામાં યમરાજ માટે દિવેટનો એક દિવો પ્રગટાવવામાં આવે છે.આજે ત્રિપુષ્કર યોગ પણ બની રહ્યો છે. જે સવારે 6:35 થી બપોરનાં 12 વાગ્યા સુધીનો છે.

જો કે ખરીદી માટે વણજોયુ મુહૂર્ત હોવાથી આખો દિવસ રોકાણ અને ખરીદી માટે શુભ રહેશે. આજના દિવસે ચંદ્ર પોતાના જ નક્ષત્રમાં રહેશે અને તેના પર ગુરૂની દ્રષ્ટિ રહેશે. આવો યોગ સુખ, સમૃધ્ધિ અને શુભફળ આપે છે.

દેવતાઓનાં સમુદ્ર મંથન વખતે આયુર્વેદ અને ઔષધિનાં પિતામહ દેવતા ધન્વંતરી સોનાનો કળશ લઈને પ્રગટ થયા હતા. જેમાં અમૃત હતું. બીજા હાથમાં ઔષધી અને આયુર્વેદનું જ્ઞાન હતું. એટલે જ આજના દિવસે ધન્વંતરીની પૂજા કરવામાં આવે છે.

એમના હાથમાં સોનાનો કળશ હતો એટલે સોનું તથા વાસણ ખરીદવાની પરંપરા શરૂ થઇ. ત્યારબાદ આર્થિક સ્થિતિ મુજબ ચાંદી અને અન્ય ધાતુઓની ખરીદદારી થવા લાગી.

લોકો પરિવારમાં સમૃધ્ધિ જાળવી રાખવાની કામના સાથે ચાંદીનાં સિક્કા, ગણેશ અને લક્ષ્મીજીની મૂર્તિઓ અને ઘરેણા ખરીદે છે. ઉપરાંત પિતળ, સ્ટીલ, કાંસા અને તાંબાનાં વાસણોની પણ ખરીદી થતી હોય છે.

વાલ્મીકીએ રામાયણમાં લખ્યું છે કે, અમાસનાં દિવસે વિષ્ણુજી અને લક્ષ્મીજીનાં લગ્ન થયા હતા એટલે દિવાળીએ લક્ષ્મી પૂજન ખાસ કરવામાં આવે છે. શાસ્ત્રી અને વિદ્વાનોનાં મતે લક્ષ્મીજી અને કુબેર તેમજ ધન્વંતરીની પૂજાનો સમય સાંજે 5:35 થી રાતના 8:10 વાગ્યા સુધીનો રહેશે.

Read About Weather here

ધન્વંતરીની પૂજા સામગ્રીની સાથે ઔષધીઓ પણ ચડાવવી જોઈએ. ઔષધીને પ્રસાદ રૂપે લેવાથી બિમારીઓ દૂર થાય છે. ધન્વંતરીને કૃષ્ણાતુલસી, ગાયનું દૂધ અને તેનાથી બનેલા માખણનો ભોગ ધરવો જોઈએ. પૂજાનાં દિવામાં ગાયનાં ઘી નો ઉપયોગ કરવો જોઈએ.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here