પીએમ મોદીનું આવાગમન રાજકોટ એરપોર્ટ પર ચાર વખત થશે તેમ છતાં એરપોર્ટ પરથી નિયમિત રીતે ઉડાન ભરતી તમામ ફલાઇટ લેન્ડ અને ટેકઓફ થશે. વડાપ્રધાનના સત્તાવાર કાર્યક્રમ મુજબ બપોરે અમદાવાદથી રાજકોટ, રાજકોટથી જૂનાગઢ અને જૂનાગઢથી રાજકોટ તેમજ રાજકોટથી અમદાવાદની મુવમેન્ટ થવાની છે. એકંદરે એરપોર્ટ પર ચાર વખત વડાપ્રધાનની વિઝિટ થશે.
Visit Saurashtra Kranti Homepage here
આ સમયે રાજકોટથી મુંબઇ, દિલ્હી, બેંગ્લોર અને ગોવાની ફલાઇટ રાબેતા મુજબ ઓપરેટ કરાશે. એરપોર્ટ ઓથોરીટીએ સત્તાવાર રીતે સ્પષ્ટ્રતા કરી છે કે, વડાપ્રધાનની મુવમેન્ટ હોવા છતાં પેસેન્જર્સને કોઇ અગવડતા પડશે નહીં માત્ર બેંગ્લોરની ફલાઇટના સમયમાં થોડોક ફેરફાર કરાયો છે. ઓથારીટીના જણાવ્યા અનુસાર સવારે ૯–૪૫ કલાકે રાજકોટ–દિલ્હી, બપોરે ૧૨–૪૦ કલાકે મુંબઇ અને બપોરે ૨–૨૦ કલાકે બેંગ્લોર અને સાંજે ૭–૦૫ મીનિટે મુંબઇને ઇન્ડિગોની ફલાઇટ આ ઉપરાંત બપોરે ૩–૨૦ની એરઇન્ડિયાની દિલ્હીની અને સાંજે ૫–૪૫ની મુંબઇની એર ઇન્ડિયાની ફલાઇટ ઓપરેટ થશે. બપોરે વડાપ્રધાન મોદીનું વિશેષ પ્લેન ૨–૨0 કલાકે આવશે ત્યારે બેંગ્લોરની ફલાઇટને થોડીક વહેલી કરી દેવાશે.
Read About Weather here
રાજકોટ એરપોર્ટ પરથી પેસેન્જર ફલાઇટ ઉડાન ભરવાની છે બપોરના એર ઇન્ડિયાનું વિમાન એઆઇ–૬૫૬ મુંબઇ જે ૫–૪૫ કલાકે ટેકઓફ થવાનું છે. આ ફલાઇટના પેસેન્જરે ૪–00 વાગ્યા સુધીમાં એરપોર્ટ પહોંચી જવા એરલાઇન્સે અપીલ કરી છે. વડાપ્રધાનની ફલાઇટ એને હેલિકોપટર એપ્રન–૪ ઉપરથી ઓપરેટ કરાશે જયારે પેસેન્જર્સ ફલાઇટ એપ્રન–૧ અને ૨ પરથી ઓપરેટ થશે. વડાપ્રધાનનો કોન–વે અલગ હોવાથી ટર્મિનલ બિલ્ડીંગમાં પેસેન્જર્સને આવાગમન માટે પણ કોઇ સમસ્યા ઉભી થશે નહીં.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here