આજે અને આવતીકાલે સવારે 10 થી સાંજના 7 સુધી ગેલેરી પ્રદર્શન

આજે અને આવતીકાલે સવારે 10 થી સાંજના 7 સુધી ગેલેરી પ્રદર્શન
આજે અને આવતીકાલે સવારે 10 થી સાંજના 7 સુધી ગેલેરી પ્રદર્શન


એરેના એનિમેશનના વિદ્યાર્થીઓ દ્વારા ડિજીટલ આર્ટ પ્રદર્શનનો પ્રથમ શો

વિદ્યાર્થીના ડિજીટલ આર્ટનું ટેલેન્ટ ઈવેન્ટમાં જોવા મળશે: પત્રકાર પરિષદમાં આપી માહિતી

એરેના એનિમેશનના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ ડિજીટલ આર્ટ પ્રદર્શન એરેના એનિમેશન કાલાવડ રોડ શાખા ખાતે આજે તા.7 અને કાલે તા.8 ના રોજ સવારે 10 થી સાંજના 7 સુધી એબ્સ્ટ્રેકટ પિકસેલ ગેલેરી પ્રદર્શન કરવામાં આવ્યું છે. તેમ ડિરેકટર ખ્યાતીબા જાડેજા, વિધી કોટક, ક્રિપાલ પટેલ, સમીર વૈષ્ણવ સહિતના લોકોએ પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી.

વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, એરેના એનિમેશન ભારતની શ્રેષ્ઠ અને સૌથી અનુભવી એનિમેશન તાલીમ અને શિક્ષણ સંસ્થાઓમાંની એક છે. આ એબ્સ્ટ્રેકટ પિકસેલ ગેલેરી પ્રદર્શનમાં ડિજીટલ વીડિયો ઈલ્યુઝન વી.એફ.એકસ. સીન પ્રોડકટ એડવર્ટાઈઝિંગ મૂવી પોસ્ટર ડિઝાઈન મેગેઝીન કવર ડિઝાઈન અને કોર્પોરેટર બ્રાન્ડિંગ ફેકલ્ટીઝના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ ડિજીટલ આર્ટ વર્કસની ઉત્તમોત્તમ ગુણવતા વિકસાવીને તૈયારી કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

એરેના એનિમેશન કાલાવડ રોડ સેન્ટરમાં અત્યારે 200 વિદ્યાર્થીઓ પોતાની તાલીમ લઈ રહ્યા છે. ઈવેન્ટનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીના ડિજીટલ આર્ટનું ટેલેન્ટ આ ઈવેન્ટમાં જોવા મળશે. સાથે વિદ્યાર્થીઓ, વાલીઓ, આ ફિલ્ડને નોકરી આપતી અલગ-અલગ કંપની તેમજ શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા અનેક ખ્યાતનામ લોકો પણ આ ઈવેન્ટમાં જોડાયા હતા.

Read About Weather here

એરેના એનિમેશન કાલાવડ રોડ સેન્ટરે 50 થી પણ વધુ વિદ્યાર્થીઓને નોકરી અપાવી છે. વધુમાં વધુ લોકો આ એકઝિબીશનમાં આવી વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને એરેના એનિમેશન કાલાવડ રોડ સેન્ટરની અવશ્ય મુલાકાત લેવા જણાવ્યું છે. એરેના એનિમેશન કાલાવડ રોડ સેન્ટરની કોઈપણ માહિતી માટે 9638142054 સેન્ટર હેડ વિધી કોટકનો પણ સંપર્ક કરવા જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here