આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર

મેષ

(જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

ઘર-પરિવાર તથા સંબંધીઓ સાથે આજે સારો સમય પસાર થશે. પોતાના સંપર્ક સૂત્રો તથા મિત્રો સાથે મુલાકાત લાભદાયી સાબિત થશે. થોડા સમયથી તમે તમારા વ્યક્તિત્વમાં વધારે પોઝિટિવ ફેરફાર લાવવાની કોશિશ કરી રહ્યા છો તેનાથી તમને સામાજિક અને પારિવારિક પ્રોત્સાહન પણ પ્રાપ્ત થઈ શકે છે.કોઈ અજાણ વ્યક્તિ સાથે કોઈ મહત્ત્વપૂર્ણ વાતચીત કે કામ કરતા પહેલાં તેના અંગે સારી રીતે ચર્ચા-વિચારણાં તથા તપાસ કરી લો. નાની બેદરકારીથી તમારી સાથે દગાબાજી થઈ શકે છે.વ્યવસાયિક ગતિવિધિઓમાં કોઈપણ પ્રકારનું પરિવર્તન કરવાની ઇચ્છા ન રાખશો.પતિ-પત્નીનો સહયોગ ઘર-પરિવારની વ્યવસ્થાને યોગ્ય તથા સુખમય જાળવી રાખશે.સ્વાસ્થ્ય ઠીક રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

વૃષભ

(જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

તમે તમારી પ્રભાવશાળી તથા મીઠી વાણી દ્વારા અન્ય લોકો ઉપર પોતાનો પ્રભાવ જાળવી રાખશો. લોકો તમારા વ્યક્તિત્વથી પ્રભાવિત થઈ શકે છે. ઘરમાં મહત્ત્વપૂર્ણ વ્યક્તિના આવવાથી કોઈ મહત્ત્વપૂર્ણ મુદ્દાને લઇને ચર્ચા-વિચારણાં પણ થઈ શકે છે.ક્યારેક-ક્યારેક પોતાનામાં જ વધારે કેન્દ્રિત થવું તથા અંહકારની ભાવના રાખવાથી એકબીજા સાથે વાતચીતમાં વાદ-વિવાદની સ્થિતિ બની શકે છે. પોતાના ગુણોને પોઝિટિવ રીતે ઉપયોગમાં લેશો તો સારું પરિણામ પ્રાપ્ત થઈ શકે છે.આજે તમારું અટવાયેલું પેમેન્ટ કલેક્ટ કરવા તથા આર્થિક સ્થિતિઓને મજબૂત કરવામાં ધ્યાન કેન્દ્રિત રાખો.પારિવારિક સભ્યો સાથે મનોરંજનને લગતા કાર્યોમાં પણ સમય પસાર થશે.ડાયાબિટીક તથા બ્લડ પ્રેશરને લગતી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.

મિથુન

(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

આજે તમે ધનને લગતી થોડી નવી નીતિઓની યોજના બનાવશો. તેમાં સફળ પણ રહેશો એટલે કોશિશ કરતા રહો. પારિવારિક સુખ-સુવિધાઓ ઉપર પણ ખર્ચ થશે. કોઈ નજીકના મિત્રને ત્યાં ધાર્મિક સમારોહમાં જવાનો અવસર મળી શકે છે.વધારે ખર્ચના કારણે તમારું બજેટ ખરાબ થઈ શકે છે. તેનું ધ્યાન રાખો. ઘરના કોઈ વ્યક્તિના સ્વાસ્થ્યને લઇને થોડી ચિંતા રહેશે. તમારા વ્યસ્ત સમયમાંથી થોડો સમય તેમની દેખરેખ માટે પણ કાઢો.વ્યવસાયમાં આંતરિક સુધાર કે સ્થાનમાં થોડા ફેરફાર લાવવાની જરૂરિયાત છે.જીવનસાથીની અસ્વસ્થતાના કારણે ઘરની વ્યવસ્થા ખરાબ થઈ શકે છે.સ્વાસ્થ્ય સારું રહેશે.

કર્ક

(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

આજે રોકાણને લગતી ગતિવિધિઓ ઉપર સમય પસાર થશે અને તમે તેમાં સફળતા પણ પ્રાપ્ત કરશો. ખર્ચ વધારે રહેશે પરંતુ આવકના સાધન પણ બનશે જેથી મુશ્કેલી અનુભવ થશે નહીં.થોડો સમય પારિવારિક તથા સામાજિક ગતિવિધિઓમાં પસાર કરો. વધારે આત્મ કેન્દ્રિત થવું તમારા સંબંધોમાં ખટાસ ઊભી કરી શકે છે. તમારા વ્યવહારમાં લચીલાપણું જાળવી રાખવું અતિ જરૂરી છે.કાર્યક્ષેત્રમાં કોઈ પ્રભાવશાળી વ્યક્તિનું યોગદાન તમારા માટે વ્યવસાયને લગતી થોડી નવી સફળતા લાવી શકે છે.પતિ-પત્નીના સંબંધોમાં કોઈ નાની વાત ઉપર વિવાદ થઈ શકે છે.માથાનો દુખાવો અને માઇગ્રેઈન જેવી તકલીફ રહેશે.

સિંહ

(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

આજે અચાનક જ કોઈ અજાણ વ્યક્તિ સાથે મુલાકાત થશે અને તમારા માટે તે ખૂબ જ ફાયદાકારક રહેશે. જો કોઈ પ્રોપર્ટી વેચવાને લગતી યોજના બની રહી છે તો તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો.કોઈ વડીલ વ્યક્તિના સ્વાસ્થ્યને લઇને થોડીપણ બેદરકારી ન કરો. કોઈ કોર્ટને લગતો મામલો પણ હાલ ગુંચવાઈ શકે છે. એટલે કોઈ યોગ્ય વ્યક્તિની સલાહ લો,આજે માર્કેટિંગ તથા મીડિયાને લગતા બધા જ કામ યોગ્ય રીતે સંપન્ન થતાં જશે.પતિ-પત્નીના સંબંધોમાં મીઠો વિવાદ થઈ શકે છે.શરીરમાં દુખાવો અને થાક જેવી પરેશાની અનુભવ થઈ શકે છે.

કન્યા

(જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

કન્યા રાશિના લોકો તમારા કાર્યો પ્રત્યે પૂર્ણ રૂપથી સમર્પિત રહેશે. આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે યોગ્ય ભાગ્યનું નિર્માણ કરી રહી છે, એટલે તેનો ભરપૂર ઉપયોગ કરો. કોઈ પારિવારિક ધાર્મિક ભોજનને લગતી યોજના પણ બનશે. આજે મનમાં થોડા નકારાત્મક વિચાર ઊભા થઈ શકે છે. તેની અસર તમારી ઊંઘ ઉપર પણ પડી શકે છે. પોઝિટિવ પ્રવૃત્તિના લોકો સાથે તમારો સમય પસાર કરો તથા થોડો સમય એકાંતમાં બેસીને આત્મચિંતન પણ કરો. વ્યવસાયિક ગતિવિધિઓ પ્રત્યે તમારું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો.પરિવાર તથા વ્યવસાયની વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલું રહેવાથી બંને બાજુ સુકૂનભર્યું વાતાવરણ રહેશે.સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

તુલા

(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

મોટાભાગનો સમય સામાજિક અને રાજનૈતિક ગતિવિધિઓમાં પસાર થશે. સંતાનના કરિયરને લગતી કોઈ સમસ્યાઓને કોઈ મહત્ત્વપૂર્ણ વ્યક્તિની મદદથી ઉકેલવાથી સફળતા મળી શકે છે. ઘરના વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે ભાગ્યોદયદાયર રહેશે.કોઈ કોઈ સમયે તમે તમારા સ્વભાવમાં ચીડિયાપણુ તથા નિરાશા અનુભવ કરશો. જેની અસર તમારી કાર્યક્ષમતા ઉપર પણ પડી શકે છે. આજે કોઈપણ પ્રકારની યાત્રાને લગતો પ્રોગ્રામ ટાળો તો સારું. થોડી ઈજા થવાની શક્યતા પણ છે.કાર્યક્ષેત્રમાં બહાર તથા પબ્લિક સાથે તમારા રિલેશનને વધારે મજબૂત રાખો.ઘરના વાતાવરણમાં ડિસિપ્લિન જાળવી રાખવું જરૂરી છે.તમારી અંદર ઊર્જા અને આત્મબળની ખામી અનુભવ થશે.

વૃશ્ચિક

(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

તમે તમારી કાર્યપ્રણાલીમાં થોડા પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરશો. જેથી તમે તમારી કાર્યક્ષમતાને વધારે સશક્ત બનાવી શકશો. ધર્મ-કર્મ સાથે જોડાયેલાં મામલાઓમાં પણ તમારું યોગદાન રહેશે.વારસાગત સંપત્તિને લગતો કોઈ વિવાદ વધી શકે છે. એટલે આજે તેને લગતા કાર્યો ટાળો તો સારું રહેશે. ધનને લગતા કાર્યો કરતી સમયે યોગ્ય વિચાર કરો. તમારા ગુસ્સા ઉપર પણ કાબૂ રાખવો.હાલ કાર્યક્ષેત્રમાં ગતિવિધિઓ પહેલાની જેમ જ ચાલતી રહેશે.જીવનસાથીનો તમને ભાવનાત્મક સહયોગ પ્રાપ્ત થઈ શકે છે જેના કારણે તમે તમારા કાર્યો પ્રત્યે સંપૂર્ણ રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકશો.સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

ધન

(જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

આજે તમે મોટાભાગના કામ જાતે જ યોજનાબદ્ધ રીતે પૂર્ણ કરવાની કોશિશ કરશો. તમારા સ્વભાવમાં ભાવુકતા અને કોમળતાના કારણે લોકો સહજ જ તમારી તરફ આકર્ષિત થશે.ક્યારેક તમારા કામમાં પણ વિઘ્ન આવવાથી થોડો સમય વ્યર્થ થશે. ફરીથી તમારી એનર્જીને એકઠી કરીને તમારા કામ તમે કરી શકશો. તમે અવશ્ય સફળ રહેશો. તમારી બહારની ગતિવિધિઓને હાલ ટાળો તો સારું રહેશે,વ્યપારિક ગતિવિધિઓમાં કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂરિયાત નથી.પતિ-પત્નીના સંબંધોમાં। ગળાને લગતી કોઈ તકલીફને ઇગ્નોર કરશો નહીં.

મકર

(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાવવું તથા સહયોગ કરવો તમને ખૂબ જ વધારે માનસિક સુકૂન આપી શકે છે. તમારા માન-સન્માન અને આત્મિક ઉન્નતિમાં પણ વધારો થશે. પ્રોપર્ટીને લગતી ખરીદદારી કે વેચાણને લગતી યોજનાઓ બનશે.કોઈપણ પ્રકારના પેપર વર્ક કરતી સમયે વધારે સાવધાની જાળવો. નાની ભૂલ તમારા માટે મોટી પરેશાનીનું કારણ બની શકે છે. હાલ ધનને લગતા મામલાઓ થોડા મંદ રહી શકે છે.વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય જ રહેશેપતિ-પત્નીના સંબંધ સુખમય રહી શકે છે.સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

કુંભ

(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

તમને એવું અનુભવ થશે કે કોઈ ઈશ્વરીય શક્તિનો આશીર્વાદ તમને મળી રહ્યો છે. કેમ કે બધા કામ યોગ્ય રીતે સંપન્ન થતા જશે. તમને અચાનક જ આત્મિક શાંતિ અનુભવ થઈ શકે છે. સંબંધીઓ તથા પાડોસીઓ સાથે સંબંધોમાં વધારે સુધાર આવશે.કોઈ નજીકના સંબંધીના લગ્ન સંબંધમાં અલગ થવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. તમારી મધ્યસ્થતા તેમના માટે અનુકૂળ સાબિત થશે. આવકના સાધનોમાં થોડો ઘટાડો રહી શકે છે.વ્યવસાયિક ગતિવિધિઓમાં સંપૂર્ણ ધ્યાન રાખવું અતિ જરૂરી છે.લગ્નજીવન સુખદ રહી શકે છે. વાતાવરણના કારણે શરીરમાં દુખાવો અને હળવા તાવની ફરિયાદ રહી શકે છે.

Read About Weather here

મીન

(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

આજે તમે દરેક કામને વ્યવહારિક રીતે પૂર્ણ કરવાની કોશિશ કરશો. મિત્ર તથા સગા સંબંધી પણ તમારી બુદ્ધિમત્તાને માનશે. સંતાન પક્ષ તરફથી કોઈ સંતોષજનક પરિણામ પ્રાપ્ત થવાથી ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે.ગુસ્સા અને જિદ્દ જેવી નકારાત્મક વાતો તમારા સ્વભાવમાં આવવા દેશો નહીં. તેના કારણે તમારા અનેક કામ ખરાબ થઈ શકે છે. આ સમયે લાભને લગતી ગતિવિધિઓમાં પણ ખામી આવી શકે છે.તમારો વ્યવહારિક દૃષ્ટિકોણ કાર્યક્ષેત્રમાં અનેક મામલાઓને ઉકેલવામાં સક્ષમ રહેશે.પતિ-પત્ની વચ્ચે થોડો વિવાદ રહી શકે છે.સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here