આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર

મેષ

(જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

આજે પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળે જવાનો પ્રોગ્રામ બની શકે છે. સાથે જ આરામ તથા મનોરંજનના કાર્યક્રમોમાં પણ સમય પસાર થશે. બાળકોને કોઈ સફળતા મળવાથી ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે.આળસના કારણે થોડા કામ અધૂરા રહી શકે છે. એટલે પોતાની ઊર્જા અને કાર્યક્ષમતાને જાળવી રાખો. આર્થિક મામલે કોઈપણ નિર્ણય ધ્યાન પૂર્વક લેવો નહીંતર કોઈ પ્રકારની ભૂલ થવાની શક્યતા છે.વ્યવસાયિક મામલે આજે કોઈપણ નવો નિર્ણય લેવામાં મુશ્કેલી રહી શકે છે.પ્રેમ પ્રસંગોમાં ભાવનાત્મકતા વધશે.માથાનો દુખાવો અને માઈગ્રેનની સમસ્યા પરેશાન કરી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

વૃષભ

(જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

તમે તમારી અંદર ભરપૂર ઊર્જા અને આત્મબળનો સંચાર અનુભવ કરશો. અન્ય લોકોના નિર્ણયની જગ્યાએ પોતાના નિર્ણયને વધારે પ્રાથમિકતા આપો, તમને ચોક્કસ સફળતા મળશે. વારસાગત સંપત્તિને લગતો કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો આજે તેનો ઉકેલ મેળવવા માટે યોગ્ય સમય છે.તમારો અધિકાર અને ગુસ્સાવાળો વ્યવહાર તમારા કામમાં વિઘ્ન ઊભું કરી શકે છે. એટલે તમારા આક્રમક સ્વભાવ અને ગુસ્સા ઉપર કાબૂ રાખવું જરૂરી છે. ભાઈઓ સાથે કોઈ નાની વાતને લઈને મતભેદ થઈ શકે છે.વ્યવસાયિક પરિસ્થિતિઓમાં હાલ કઇંક નવું કરવા માટે સમય યોગ્ય નથી.પરિવારમાં સુખ-શાંતિભર્યું વાતાવરણ રહી શકે છે.બ્લડ પ્રેશર તથા ડાયાબિટિક વ્યક્તિઓએ પોતાનું ખાસ ધ્યાન રાખવું.

મિથુન

(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

આજે દિવસનો મોટાભાગનો સમય રચનાત્મક કાર્યોમાં પસાર થશે. ઘરમાં રિનોવેશન તથા સજાવટને લગતા કાર્યોની રૂપરેખા બનશે. સાથે જ બાળકો તરફથી તેમના કરિયરને લગતા શુભ સમાચાર મળવાથી પ્રસન્ન રહી શકો છો.ખોટા કાર્યોમાં સમય પસાર કરવાથી તમારા મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે. જેના કારણે તણાવ હાવી રહી શકે છે. તમારા સ્વભાવમાં ગુસ્સાના કારણે થોડા સંબંધ ખરાબ પણ થઈ શકે છે.વ્યવસાયિક ગતિવિધિઓમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.પતિ-પત્નીના સંબંધ સારા જળવાયેલાં રહેશે.કબજિયાત અને પેટને લગતી થોડી પરેશાની રહી શકે છે.

કર્ક

(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

આજે ઓનલાઈન શોપિંગ અને મસ્તીમાં સમય પસાર થશે. રચનાત્મક કાર્યોમાં પણ તમારો રસ રહેશે. યુવાઓને કરિયરને લગતા કોઈ શુભ સમાચાર મળવાથી તણાવમુક્ત અનુભવ કરશે.તમારી દિનચર્યાને યોગ્ય જાળવી રાખવી જરૂરી છે, નહીંતર બેદરકારીના કારણે તમારું કોઈ મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે. બાળકોની ગતિવિધિઓ તથા મિત્રો ઉપર નજર રાખવાની જરૂરિયાત છે.મીડિયા, શેરબજાર, કમ્પ્યૂટર વગેરેને લગતા વ્યવસાય સફળ રહી શકે છે.પતિ-પત્નીના એકબીજા સાથે સંબંધ સારા જળવાયેલાં રહેશે.ગેસ અને કબજિયાત જેવી તકલીફ રહી શકે છે.

સિંહ

(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

પ્રોપર્ટીની લેવડ-દેવડને લગતી થોડી યોજનાઓ બનશે. ઘરમાં નજીકના સંબંધીઓ આવી શકે છે. એકબીજાને મળવાથી ઘરમાં સુખમય વાતાવરણ રહેશે. તમારી કોઈ ખાસ પ્રતિભા લોકો સામે આવશે. જેથી સમાજમાં તમારું માન-સન્માન પણ વધશે.ધ્યાન રાખો કે કોઈ વારસાગત સંપત્તિને લઈને ભાઈઓ સાથે થોડો વિવાદ થવાની શક્યતા છે. થોડી સાવધાની અને સમજણ દ્વારા પરિસ્થિતિઓ સચવાઈ જશે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ ઉપર સંપૂર્ણ એકાગ્રતા જાળવી રાખે.આજનો દિવસ માર્કેટિંગને લગતા કાર્યો તથા પેમેન્ટ વગેરેમાં પસાર થઈ શકે છે.કોઈ બહારના વ્યક્તિની દખલ દ્વારા ઘરમાં થોડો તણાવ ઊભો થઈ શકે છે.વધારે ભાગદોડના કારણે થાક અને માથાનો દુખાવો રહી શકે છે.

કન્યા

(જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

આજે અચાનક કોઈ શુભ સમાચાર મળવાથી વધારે સુખનો અનુભવ થશે. સાથે જ ઘરમાં પણ માંગલિક કાર્યને લગતી યોજનાઓ બનશે. લાભદાયક યાત્રાનો પણ યોગ બની રહ્યો છે, જેથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારને લગતા અવસર પણ પ્રાપ્ત થશે.ઘરના વાતાવરણને યોગ્ય જાળવી રાખવું જરૂરી છે. કેમ કે બાળકોના અભ્યાસને લગતી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. રૂપિયાને લગતી ઉધારીની લેવડ-દેવડ ટાળો. કેમ કે તેના કારણે સંબંધ ખરાબ થઈ શકે છે.વેપારમાં તમારી કાર્યપ્રણાલીને લગતી ગતિવિધિઓને કોઈ સામે જાહેર ન કરો.પતિ-પત્ની કામ વધારે રહેવાના કારણે એકબીજાને સમય આપી શકશે નહીં.કોઈ પ્રકારની ઈજા પહોંચી શકે છે.

તુલા

(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

આવા સમયે ગ્રહ ગોચર અને ભાગ્ય બંને જ તમારા પક્ષમાં છે. તેનો ઉપયોગ કરવો તમારી કાર્યક્ષમતા ઉપર નિર્ભર કરે છે. વારસાગત સંપત્તિને લગતો લાભ પણ થઈ શકે છે. લાભદાયક યાત્રા સંપન્ન થશે તથા આવકના માર્ગ પણ મળી શકે છે.ખોટી ગતિવિધિઓ અને ક્રિયાઓમાં ખર્ચ કરવાથી ઘરનું બજેટ ખરાબ થઈ શકે છે, આ વાતનું ધ્યાન રાખો. કોઈપણ પ્રકારની લેવડ-દેવડ કરવાથી બચવું. વડીલોનું યોગ્ય માન-સન્માન જાળવી રાખવું જરૂરી છે.આજે વ્યવસાયિક સ્થળે કોઈપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશો નહીં.પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

વૃશ્ચિક

(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

પ્રોપર્ટીની ખરીદદારી કે વેચાણને લગતા કાર્યો કરવા માટે સમય ઉત્તમ છે. ધાર્મિક તથા સામાજિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. આ સમયે રોકાણની યોજના બનાવી રહ્યા છો તો તે તમારા ભાગ્ય માટે ખૂબ જ સારું રહેશે.મનમાં વિના કારણે થોડી અશાંતિ અને તણાવ જેવું અનુભવ થઈ શકે છે. થોડો સમય પ્રકૃતિના સાનિધ્યમાં પસાર કરો. મેડિટેશન ઉપર પણ ધ્યાન આપો. યુવા વર્ગ પોતાના કરિયરને લગતા કાર્યોમાં વધારે ધ્યાન આપવાની કોશિશ કરે.પ્રોપર્ટી, વીમા, કમિશન વગેરેને લગતા વ્યવસાયમાં મહત્ત્વપૂર્ણ ડીલ થઈ શકે છે.કામકાજ વધારે રહેવા છતાંય તમે પરિવાર માટે સમય કાઢી શકશો.ચામડીને લગતી કોઈ પ્રકારની એલર્જી થઈ શકે છે.

ધન

(જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

આજે કોઈ પ્રભાવશાળી કે રાજનૈતિક વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે જે તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે. ઉન્નતિના અવસર પણ પ્રાપ્ત થશે. આજે કામ જાતે જ પૂર્ણ થઈ શકે છે. એટલે ખોટી ગતિવિધિઓમાં સમય પસાર ન કરો.આળસના કારણે તમે થોડા કામ ટાળવાની કોશિશ કરશો. જે તમારા માટે નકારાત્મક સાબિત થઈ શકે છે. આ ખામીને દૂર કરો તથા પોતાના કામ પ્રત્યે એકાગ્ર રહો. મિત્રોની સલાહ ઉપર વધારે વિશ્વાસ ન કરીને પોતાના નિર્ણયને સર્વોપરિ રાખો.તમારા સહયોગી કે કર્મચારી સાથે સંબંધ સારા જાળવી રાખવા જરૂરી છે.કામ સાથે-સાથે પારિવારિક જરૂરિયાતોનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

મકર

(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

આજે થોડા અટવાયેલાં જૂના કાર્યો સંપન્ન થઈ શકે છે એટલે પોઝિટિવ રહીને પોતાના કાર્યો પ્રત્યે એકાગ્ર રહો. ઘણાં સમયથી કોઈ અટવાયેલું પેમેન્ટ મળવાથી પણ આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે. જેથી ઘણી હદે તમે પોતાને તણાવમુક્ત અનુભવ કરશો.આજે ઉધારીને લગતું કોઈપણ કામ ન કરો. તેનાથી ફાયદો થશે નહીં પરંતુ એકબીજા સાથેના સંબંધોમાં ખટાસ આવી શકે છે. ધ્યાન રાખો કે પાડોસી સાથે પણ વિવાદ થવાની શક્યતા છે.જો કોઈ પાર્ટનરશિપ કરવાની યોજના બની રહી છે તો તેના અંગે ગંભીરતાથી વિચાર કરોપરિવાર સાથે મનોરંજન તથા શોપિંગમાં સમય પસાર થશે.શરદી અને ઉધરસની ફરિયાદ રહી શકે છે.

કુંભ

(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

જો કોઈ ગાડી કે પ્રોપર્ટી ખરીદવાની યોજના બની રહી છે તો આજે તેના અંગે ગંભીરતાથી વિચાર કરો કેમ કે ગ્રહ સ્થિતિઓ ખૂબ જ અનુકૂળ છે. સાથે જ કોઈ અનુભવી વ્યક્તિની સલાહ તમારા માટે યોગ્ય ર્હેશે.તમારા સ્વભાવ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. કેમ કે ક્યારેક મન પ્રમાણે કામ ન બનવાથી તમે અસહજ બની શકો છો. ગુસ્સાના કારણે તમારા બનતા કાર્યો પણ ખરાબ થઈ શકે છે. ખર્ચ કરતી સમયે તમારા બજેટનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.વ્યવસાયિક ગતિવિધિઓમાં મન પ્રમાણે કોન્ટ્રાક્ટ મળવાની શક્યતા છે.કોઈપણ કાર્ય કરતા પહેલાં ઘરના અનુભવી વ્યક્તિની સલાહ લો.થાક અને તણાવના કારણે નબળાઈ રહી શકે છે.

Read About Weather here

મીન

(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

આજે તમારા દ્વારા લેવામાં આવેલ નિર્ણય યોગ્ય સાબિત થશે. અન્ય લોકોની વાતોમાં ધ્યાન આપવાની જગ્યાએ પોતાની કાર્યક્ષમતા ઉપર વિશ્વાસ રાખો. જો કોઈ સંબંધી સાથે વિવાદ ચાલી રહ્યો છે તો આજે તેને ઉકેલવાનો યોગ્ય સમય છે.ક્યારેક તમારો અધિકાર અને ગુસ્સાવાળો સ્વભાવ કાર્યોમાં વિઘ્ન લાવી શકે છે. એટલે તમારા સ્વભાવને સહજ અને સંયમિત રાખવો જરૂરી છે. ભાઈઓ સાથે સંબંધ મધુર રાખવામાં તમારું યોગદાન જરૂરી છે.વેપારમાં આજે કોઈ પ્રકારના નુકસાનની સ્થિતિ બની શકે છે.પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહી શકે છે.માઇગ્રેન અને સર્વાઇકલની સમસ્યા ઊભી થઈ શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here