આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર

મેષ

(જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

ઘરમાં કોઈક ધાર્મિક આયોજન થશે. સમસ્યાઓમાંથી છૂટકારો મળશે. કામ વધારે રહેશે પરંતુ તમે તેને કુશળતાથી પૂરું કરશો.બાળકોના કરિયર માટે ચિંતા રહી શકે છે. સમય આવતા પરિસ્થિતિ અનુકૂળ રહેશે. પાડોશીઓ સાથે નાની વાતમાં વાદ વિવાદ થઈ શકે છે.પ્રોપર્ટી સંબંધિત વ્યવસાયમાં ધ્યાન રાખો. ડીલ કરતાં પહેલાં તેના કાગળ તપાસો. ટીમ વર્કમાં સારું પરિમામ મળશે.વધારે વ્યસ્તતા હોવાને કારણે પરિવાર માટે સમય નહિ રહે. જીવનસાથી અને પરિવારજનોનો સહયોગ મળશે.વધારે પડતાં કામને લીધે શારીરિક અને માનસિક થાક લાગી શકે છે. તેથી કામ સાથે તમારાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

Visit Saurashtra Kranti Homepage here

વૃષભ

(જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

આ સમયે ભાવુક થવાને બદલે વ્યવહારિક બનો. તમારી મહેનતને લીધે તમે લક્ષ્ય પૂરું કરી શકશો. કોઈ સગા સંબંધીના ઘરે પ્રસંગમાં હાજરી આપી શકો છો.વાતચીત કરતાં સમયે શબ્દોનો યોગ્ય પ્રયોગ કરો. નહિ તો વિવાદ થઈ શકે છે. બાળકની મુશ્કેલીમાં તેનું મનોબળ વધારો.માર્કેટિંગ અને મીડિયા ક્ષેત્ર સંબંધિત કામમાં પોતાનો સમય વધારે વ્યર્થ ન કરો. કારણ કે આ સમયે નવું કામ શરૂ કરવું અનુકૂળ નથી.પારિવારિક વાતાવરણ સારું રહેશે. વિવાહ યોગ્ય લોકોને સારા માંગા મળી શકે છે.કાર્ય ક્ષમતા અને મનોબળ પર તણાવનો પ્રભાવ જોવા મળશે. યોગા અને મેડિટેશન કરો.

મિથુન

(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

પારિવારિક અને સમાજીક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બનાવવામાં તમારું વિશેષ યોગદાન રહેશે. સગા સંબંધીઓ સાથે સંબંધો મજબૂત બનશે.વ્યક્તિગત સમસ્યાઓને કારણે ભાઈ સાથે સંબંધ બગડી શકે છે. અન્ય લોકોના મામલામાં હસ્તક્ષેપ ન કરો.તમારી કેટલીક ઓથોરિટી કર્મચારીઓને આપવી ઉચિત રહેશે. તેનાથી કાર્ય ભાર હળવો થશે. પાર્ટનરશિપના બિઝનેસમાં લાભ થશે.પતિ પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે. એકબીજાની ભાવનાઓનું સમ્માન કરવાથી સંબંધોમાં વધુ મીઠાશ જળવાશે.ગેસ અને કબજિયાતની સમસ્યા થઈ શકે છે.

કર્ક

(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

કેટલાક રાજકીય અને સામાજીક સંબંધોથી ફાયદો થશે. તેથી પોતાનો જનસંપર્ક સારો રાખો.જૂની વાતોનો પ્રભાવ વર્તમાન પર ન પડવા દો. તેને કારણે હાલ સમસ્યા સર્જાઈ શકે છે. વિદ્યાર્થીઓને ધાર્યું પરિણામ ન મળતા મન નાખુશ રહેશે.ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં છે. તમને કોઈ મહત્ત્વનું કામ મળશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. કાર્યપ્રણાલીમાં કેટલાક પરિવર્તન લાવવાની જરૂર છે.જીવનસાથીનો સહયોગ તમારું મનોબળ અને આત્મવિશ્વાસ જાળવી રાખશે. પરિવારમાં સુખ શાંતિ રહેશે.વધારે પડતાં કામને લીધે થાક લાગશે.

સિંહ

(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

તમે તમારા વ્યક્તિગત સંબંધોને મહત્ત્વ આપશો. ઘર પરિવારની જરૂરિયાત પ્રત્યે પણ જાગૃત રહેશો. કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થશે.વર્તમાન સ્થિતિ વધારે અનુકૂળ નથી. તેથી ધીરજ જાળવી રાખો. સંતાન સાથે રાખેલી આશાઓ ફળશે નહિ.પર્સનલ કામને લીધે ધંધાના કામમાં ઓછું ધ્યાન રહેશે. તેથી નવી યોજનાનું હાલ અમલીકરણ ન કરો. મશીનરી ક્ષેત્રના બિઝનેસમાં લાભ થશે.પારિવારિક જીવન સુખમય રહેશે.સ્વાસ્થ્ય સારું રહેશે.

કન્યા

(જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે. સમયનો સદુપયોગ કરવો. બાળકોના શિક્ષણ સંબંધિત કેટલીક યોજનાઓ લાભ કરશે.તમારા વ્યવહારને કારણે ઘરમાં ગેરસમજણ ઊભી થઈ શકે છે. વાહન સંબંધિત લોન લેતાં પહેલાં એક વાર વિચાર કરવો.માર્કેટમાં તમારી છબી સારી રહેશે. નવાં કામની શરુઆત થશે પરંતુ લાભ તરત નહિ મળે.ઘર અને બિઝનેસમાં સુમેળ રાખવાને લીધે બંને જગ્યાએ ખુશનુમા વાતાવરણ રહેશે.માથાનો દુખાવો તથા માઈગ્રેનની સમસ્યા થઈ શકે છે. વાહન સાવચેતીપૂર્વક ચલાવવું.

તુલા

(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

તમારા કામ પ્રત્યે તમે વધુ સજાગ રહેશો. સ્ત્રીઓ તેમના ઘરેલુ કામને સહજતા અને સરળતાથી પૂરું કરશે.તમારી વધારે પડતી ઈચ્છાઓને કારણે તમારે વધારે પ્રયત્નો કરવા પડી શકે છે. ઘરના વડીલો સાથે માન સમ્માનનું ધ્યાન રાખો.વ્યવસાયિક ક્ષેત્રે ચાલી રહેલી સમસ્યામાં થોડી રાહત મળશે. કાર્ય કરવાની નવી રીતથી સફળતા મળશે. ઓફિસમાં મહત્ત્વપૂર્ણ મીટિંગમાં તમારા સજેશનને પ્રાથમિકતા મળશે.પતિ પત્ની વચ્ચેના સંબંધો મધુર રહેશે.મોસમી બીમારીઓ થઈ શકે છે. શરદી ઉધરસ થઈ શકે છે.

વૃશ્ચિક

(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

ઘરમાં નવી વસ્તુ અથવા ઈલેક્ટ્રોનિક વસ્તુઓની ખરીદી થઈ શકે છે. રોકાણ સંબંધિત કાર્યો પૂરા થશે. હિંમત અને સાહસથી તમે મુશ્કેલ કામ પણ પૂરું કરી શકશો.નજીકના વ્યક્તિ સંબંધિત અપ્રિય સમાચાર દુખી કરી શકે છે. તેની અસર તમારી કાર્યક્ષમતા પર પડી શકે છે.કરિયર સંબંધિત કોઈ સપનું સાકાર થવા જઈ રહ્યું છે. સરકારી કાર્યોમાં સફળતા મળશે.ઘરનું વાતાવરણ સુખદ રહેશે. જીવનસાથીનો સાથ મનોબળ વધારશે.અસંતુલિત ડાયટને કારણે પેટની સિસ્ટમ બગડી શકે છે. થોડો સમય હળવો આહાર લો.

ધન

(જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

આજે કોઈ મોટી સમસ્યા દૂર થઈ શકે છે. તેનાથી તમને માનસિક શાંતિ રહેશે. કોઈ ધાર્મિક સ્થળના પ્રવાસે જવાનું થઈ શકે છે.અન્ય લોકોના મામલે વણમાગી સલાહ ન આપો. આમ કરવાથી તમે મુશ્કેલીમાં ફસાઈ શકો છો. વધારે પડતો ઈગો રાખવાથી કામ બગડી શકે છે.ફોન પર કોઈ મહત્ત્વપૂર્ણ વાતચીતથી લાભ થશે. વ્યવસાયિક દૃષ્ટિએ સમય અનુકૂળ છે. આર્થિક મામલામાં લેણદેણથી બચવું.જીવનસાથીના સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે. તેને લીધે ઘરનું વાતાવરણ ડિસ્ટર્બ થશે.સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેતી રાખો.
 મકર

(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

દિવસના પ્રથમ પક્ષમાં જ મોટા ભાગના કામ પૂરા થઈ જશે. રોકાયેલા પૈસા મળી શકે છે. કોઈ મનપસંદ ભેટ મળી શકે છે.બપોર પછી પરિસ્થિતિ પ્રતિકૂળ રહેશે. અપ્રિય સમાચાર મળી શકે છે. ઘરના લોકોને વારંવાર રોક ટોક કરવાથી વાતાવરણ બગડી શકે છે.કાર્યક્ષેત્રમાં તમારું વર્ચસ્વ રહેશે. ઈન્કમના સ્ત્રોત વધશે. સ્ત્રી વર્ગને વ્યવસાયમાં સફળતા મળશે.પતિ પત્નીના સંબંધ મધુર રહેશે.બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ સંબંધિત સમસ્યા વધી શકે છે.

કુંભ

(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

આધ્યાત્મિક તથા ધાર્મિક ગતિવિધિઓ વધશે. તમે શાંતિ મહેસૂસ કરશો.બેંક અથવા રોકાણ સંબંધિત કોઈ કામ બગડી શકે છે. ધીરજ અને સંયમથી કામ લેવું. યુવાવર્ગની મોજ મસ્તીને કારણે નુક્સાન થઈ શકે છે.મહેનત અને કામથી જે ટાર્ગેટ પાછળ લાગેલા રહેશો તો જરૂર મળશે. પાર્ટનરશિપ બિઝનેસમાં સંબંધો જળવાઈ રહેશે.પારિવારિક સંબંધો મધુર રહેશે. પ્રેમ સંબંધોમાં કોઈ પ્રકારની ગેરસમજણ ઊભી ન કરો.સ્વાસ્થ્ય સારું રહેશે. મહિલાઓને કોઈ પ્રકારનું ઈન્ફેક્શન થઈ શકે છે.

Read About Weather here

મીન

(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

તમે જે ખુશીને ઝંખી રહ્યા હતા તે આજે મળશે. આત્મમંથન કરી તમારું વ્યક્તિત્વ સુધારો.આર્થિક મામલા માટે સમય સારો નહિ રહે. અનાવશ્યક ખર્ચાઓથી બચવું. વધારે મહેનત કરવી પડશે.કાર્યક્ષેત્રમાં તમારી યોગ્યતા અને ક્ષમતાનુસાર કામ કરો. જલ્દી તમારા સપના પૂરા થશે. નોકરિયાત વર્ગોને કામનું ભારણ રહેશે.પતિ પત્નીના સંબંધો વચ્ચે ઈગો આવી શકે છે. તેની અસર ઘરની વ્યવસ્થા પર પડશે.શરદી, ઉધરસ અને વાઈરલ ફીવર થવાની આશંકા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here