આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર

મેષ

(જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

કોઈ વિશેષ કાર્યને લગતી કોઈ યોજના શરૂ થઈ શકે છે. એટલે લોકોની ચિંતા ન કરીને પોતાના કાર્યો ઉપર જ ધ્યાન આપો. અન્યની મદદની અપેક્ષા ન કરો તથા પોતાની યોગ્યતા ઉપર જ વિશ્વાસ કરો.કોઈપણ મુશ્કેલી આવે ત્યારે અનુભવી વ્યક્તિઓ સામે પોતાની સમસ્યા જાહેર કરવી યોગ્ય રહેશે. તમારી મનોવૃત્તિ પોઝિટિવ રાખો. ભાઈ-બહેનો સાથે કોઈવાતને લઇને વિવાદની સ્થિતિ બની શકે છે.આ સમયે ભવિષ્યને લગતી ગતિવિધિઓમાં સમય ખરાબ ન કરીને પોતાના વર્તમાન કાર્યો ઉપર જ ધ્યાન આપોઘર તથા વ્યવસાયની વચ્ચે યોગ્ય તાલમેલ જાળવી રાખો.નકારાત્મક વિચારોને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં.

Visit Saurashtra Kranti Homepage here

વૃષભ

(જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

ગ્રહ ગોચર અનુકૂળ છે. તમારી કોઈ આર્થિક યોજના ફળી શકે છે. મોટાભાગના કામ યોગ્ય રીતે બનતા જશે. સામાજિક ગતિવિધિઓ પ્રત્યે તમારું નિસ્વાર્થ યોગદાન તમને આત્મિક શાંતિ આપી શકે છે.વ્યક્તિગત જીવનને લગતું કોઈપણ પ્રકારનું રિસ્ક ન લેશો. કોઈપણ મીટિંગ વગેરેમા વાર્તાલાપ કરતી સમયે રૂપરેખા જાળવી રાખો. કેમ કે આ સમયે કોઈપણ નકારાત્મક વાત કરવી તમારા માટે પછતાવો પેદા કરી શકે છે.વ્યવસાયિક કાર્યોમા વ્યસ્ત રહી શકો છો.પારિવારિક મામલે વધારે દખલ ન કરો.સ્વાસ્થ્યને લગતી નાની-મોટી પરેશાનીઓ રહી શકે છે.

મિથુન

(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

સામાજિક સીમા વધશે તથા અનેક પ્રકારની ગતિવિધિઓમા પણ વ્યસ્ત રહેશો. કોઇ વિશેષ કાર્યને પૂર્ણ કરવામા તમારી મહેનત સફળ રહેશે. ઘરની સુખ-સુવિધાઓને લગતી ખરીદદારી અને પરિજનો સાથે સુખમય સમય પસાર થશે.કોઇ સામાન્ય વાતને લઇને પાડોસીઓ સાથે વિવાદ થઈ શકે છે. તમારા ગુસ્સા અને વાણી ઉપર કાબૂ રાખો. બાળકની ગતિવિધિઓ અને સંગતિ ઉપર નજર રાખવી જરૂરી છે.વ્યવસાયને લગતા મામલાઓમાં કોઈપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા માટે સમય અનુકૂળ નથી.પારિવારિક જીવન સુખદ રહી શકે છે.વધારે કામના ભારને કારણે શારીરિક અને માનસિક થાક રહેશે

કર્ક

(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

છેલ્લી થોડી ભૂલથી બોધપાઠ લઈને તમે તમારી કાર્યપ્રણાલીમા થોડો સુધાર લાવવામા સફળ રહેશો. ભાવી લક્ષ્ય પ્રાપ્ત થવાની શક્યતા છે. કોઈ શુભ સમાચાર મળવાથી તમે તમારી અંદર આત્મવિશ્વાસ અને નવી ઊર્જા અનુભવ કરશો.કોઇ ઇલેક્ટ્રિક વસ્તુ, વાહન વગેરે ખરાબ થવાથી મોટો ખર્ચ સામે આવી શકે છે. ખોટા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. કોર્ટ કેસને લગતા મામલે કોઇ શુભચિંતક સાથે ચર્ચા-વિચારણા થઇ શકે છે.વ્યવસાયિક ગતિવિધિઓને યોગ્ય રીતે ચલાવવા માટે કર્મચારીઓની સલાહ ઉપર ધ્યાન આપવું.વ્યવસાયિક તણાવને ઘર-પરિવાર ઉપર હાવી થવા દેશો નહીં.સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

સિંહ

(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. સમયનો યોગ્ય ઉપયોગ કરો. તમે તમારી યોગ્યતા અને પ્રતિભા દ્વારા યોગ્ય રીતે કામ પૂર્ણ કરી શકશો. પ્રોપર્ટીને લગતો કોઇ મામલો ઉકેલાઇ જવાની શક્યતા છે.દેખાડાની પ્રવત્તિના કારણે ખોટા ખર્ચ ન કરશો. તેના દ્વારા તમારી આર્થિક વ્યવસ્થા ખરાબ થઈ શકે છે. કોઇ સાથે વિવાદ કરવો તમારા માન-સન્માનને ઘટાડી શકે છે. એટલે ધૈર્ય અને સંયમ રાખવોવેપારમાં કામ અટકી જવાથી રાજનૈતિક સંપર્કોની મદદ લો.પારિવારિક ગતિવિધિઓમા તમારો સહયોગ ઘરના વાતાવરણને સુખમય જાળવી રાખશે.સર્વાઇકલ અને ખભાનો દુખાવો પરેશન કરી શકે છે.

કન્યા

(જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

તમે તમારી વ્યસ્ત દિનચર્યામાંથી થોડો સમય સુકૂન અને મોજમસ્તી માટે પણ કાઢી શકશો. સંબંધીઓ તથા મિત્રો સાથે વાર્તાલાપ કે મેલજોલથી અનેક સમસ્યાઓનો ઉકેલ પણ મળી શકે છે. તમે તમારા વ્યક્તિત્વ અને વ્યવહારને નિખારવા માટે પણ થોડા ખાસ નિયમ બનાવશો.તમારા વ્યક્તિગત કાર્યોમાં અન્યની દખલ થવા દેશો નહીં. તમારી સફળતાનો અન્ય સામે દેખાડો ન કરો. તેનાથી તમારા વિરોધીઓમા ઇર્ષ્યાની ભાવના આવી શકે છે.વ્યવસાયમાં કોઈ નવી યોજના બનાવતા પહેલાં તેને લગતી સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરવી જરૂરી છે.ઘરનું વાતાવરણ સુખદ રહી શકે છે.ઉધરસ, તાવ જેવી પરેશાની રહેશે.

તુલા

(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

સમય પોઝિટિવ પસાર થશે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર અમલ કરવો તમને ચોક્કસ સફળતા આપી શકે છે. કોઇ સમાજ સેવા સંસ્થા પ્રત્યે તમારું વિશેષ યોગદાન રહી શકે છે. તમારી સમાજમાં ઓળખ પણ વધશે.નજીકના સંબંધી કે મિત્રો સાથે મનમુટાવ જેવી સ્થિતિ બની શકે છે. રૂપિયા-પૈસાની લેવડ-દેવડ કાર્યોમા સાવધાની રાખવી. કોઇની સલાહ ઉપર અમલ કરતા પહેલાં તેના અંગે યોગ્ય ચર્ચા કરવી.જો તમારા કાર્યક્ષેત્રમાં થોડા પરિવર્તન કરવા ઇચ્છો છો તો વાસ્તુ નિયમોનું પાલન કરવું.કોઇપણ પરેશાનીમાં જીવનસાથી તથા પારિવારિક સભ્યોની સલાહ લેવી યોગ્ય રહેશે.એસિડિટી તથા વાયુ વિકારને લગતી પરેશાની રહેશે.

વૃશ્ચિક

(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

તમે તમારી કાર્યપ્રણાલીમા સારો સુધાર લાવશો. કોઇ વિશેષ કાર્ય પ્રત્યે તમારી મહેનત સફળ રહેશે. કોઇ વિશિષ્ટ વ્યક્તિ સાથે મુલાકાત પણ થઈ શકે છે. સુકૂન મેળવવા માટે અધ્યાત્મિક ગતિવિધિઓમા થોડો સમય પસાર કરો.અકારણ જ કોઇ સાથે વિવાદની સ્થિતિ બની શકે છે. ખોટી ગતિવિધિઓમા તમારો સમય નષ્ટ ન કરો. તેનાથી તમારી કાર્યક્ષમતા પ્રભાવિત થશે. જમીન-જાયદાદને લગતો કોઈપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય આજે ન લેશો.કાર્યક્ષેત્રમા તમને તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત થઈ શકે છે.પતિ-પત્ની વચ્ચે નાની-મોટી સમસ્યા ઊભી થઈ શકે છે.સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

ધન

(જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

કોઈપણ કામ ઉતાવળની જગ્યાએ ધૈર્ય જાળવીને કરો, તમને યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. બાળકોની સમસ્યાઓનો ઉકેલ મેળવવામા પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કામ વધારે હોવા છતા તમે તમારા રસના કાર્યો માટે સમય કાઢી લેશો.પાડોસીઓ સાથે કોઈપણ વાદ-વિવાદમા ગુંચવાશો નહીં. મામલો વધારે ખરાબ થઈ શકે છે. એટલે સાવધાન રહો. કોઈપણ પ્રકારનું રિસ્ક લેશો નહીં. કોઇ નજીકના સંબંધીને લગતા કોઈ દુઃખદ સમાચાર મળવાથી મન નિરાશ રહેશે.કોઈ નવો ઓર્ડર કે ડીલ ફાઇનલ થઈ શકે છે.પતિ-પત્ની વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલું રહેશે.સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

મકર

(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

તમારી દિનચર્યાથી અલગ થોડું નવી શીખવાની કોશિશ કરો. સામાજિક ગતિવિધિઓમાં પણ કોઇ ગંભીર વિષય ઉપર ચર્ચા રહેશે અને તમારી સલાહને પ્રાથમિકતા પણ મળશે.આ સમયે કોઇપણ પ્રકારનું જોખલ લેવાનું ટાળો. તેની નકારાત્મક અસર તમાર કાર્યક્ષમતા ઉપર પડી શકે છે. કોઇ અશુભ સમાચારને સાંભળીને તમારી મનઃસ્થિતિને વિચલિત થવા દેશો નહીં.માર્કેટિંગને લગતી જાણકારીઓ વધારે પ્રાપ્ત કરવાની જરૂરિયાત છે.લગ્નજીવન સુખમય રહેશે,તમારી જ બેદરકારીના કારણે કોઈ જૂની બીમારી ફરી થઈ શકે છે.

કુંભ

(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

વ્યસ્ત દિનચર્યા સિવાય થોડો સમય ઘર-પરિવાર સાથે ઓનલાઇન શોપિંગ અને મોજ-મસ્તીમા પણ પસાર થશે. ઘરમાં કોઇ માંગલિક કાર્યોને લગતી યોજના બનશે. વડીલોનો સ્નેહ તથા આશીર્વાદ પણ પરિજનો ઉપર જળવાયેલો રહેશે.ઉતાવળ તથા ભાવુકતામાં કોઈપણ નિર્ણય લેશો નહીં. તેનાથી કોઇ ભૂલ થવાની શક્યતા છે. કોઇ પ્રકારનો વાર્તાલાપ કે મીટિંગને લગતા કાર્યોમાં વાતચીત કરતી સમયે યોગ્ય શબ્દોનો ઉપયોગ કરો.પારિવારિક વ્યવસાયમાં તમારી જવાબદારીઓ યોગ્ય રીતે પૂર્ણ થશે.પતિ-પત્ની વચ્ચે કોઈ વાતને લઇને વિવાદની સ્થિતિ બની શકે છે.સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

Read About Weather here

મીન

(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

આજે તમે તમારા વ્યક્તિગત તથા રસના કાર્યોમાં વધારે સમય પસાર કરશો. માનસિક રૂપથી ખૂબ જ સુકૂન અને રાહત મળી શકે છે. ઘરના સભ્યોના માન-સન્માનનું પણ ધ્યાન રાખવું.તમારી કોઇ જિદ્દ કે અહંકારના કારણે મામા પક્ષ સાથે સંબંધો ખરાબ થઇ શકે છે. બાળકોની કોઇ નકારાત્મક ગતિવિધિ ઉપર તેમને લડવાની જગ્યાએ મિત્રતાભર્યો વ્યવહાર કરવો યોગ્ય રહેશે.વ્યવસાયમાં પાર્ટનરશિપ કરવાને લગતા કોઈપણ નિર્ણય લેવા માટે સમય યોગ્ય નથી.ઘરનું વાતાવરણ સામાન્ય રહેશે.ગેસ અને ઉતાવળના કારણે સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here