મેષ
(જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)
નવાં કાર્યોની યોજનાઓ બનશે અને તેને નક્કર સ્વરૂપ આપવા માટે યોગ્ય સહયોગ પણ મળી રહેશે. આજે તમને જે સુકૂનની શોધ હતી, તે મળી રહેશે. લોકોની સાથે તમારો મધુર અને મળતાવડો વ્યવહાર તમારી છબિને ઓર નિખારશે.આર્થિક બાબતોમાં તમારો હાથ તંગ રહેશે. અત્યારે તમારી જાતને સાબિત કરવા માટે બહુ વધારે મહેનતની પણ જરૂર છે. ઉતાવળે કરેલા નિર્ણયો ખોટા સાબિત થઈ શકે છે. એટલા માટે સહજતા અને સાવચેતી જાળવી રાખવી જરૂરી છે.કાર્યક્ષેત્રે તમારી યોગ્યતા અને ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ કરો. ટૂંક સમયમાં જ તમારું કોઈ સપનું સાકાર થવાનું છે. કમિશન અને વીમા સંબંધિત કાર્યમાં અણધારી સફળતા મળવાના યોગ છે.પતિ-પત્નીના સંબંધોમાં ઇગો જેવી સ્થિતિ આવી શકે છે. બહારના લોકોને ઘરની બાબતોમાં હસ્તક્ષેપ કરવા ન દેશો.સીઝનમાં ચેન્જ થવાને કારણે તાવ જેવું લાગી શકે છે. બેદરકારી કર્યા વિના તરત જ ડૉક્ટર પાસે ઇલાજ કરાવશો.
Visit Saurashtra Kranti Homepage here
વૃષભ
(જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)
પારિવારિક જવાબદારીઓને ઘરના સભ્યોમાં વહેંચી દઇને તમારા પોતાના માટે પણ થોડો સમય વીતાવો. આજે એવા લોકો સાથે તમારી મુલાકાત થશે જે આગળ જતાં તમને બહુ ફાયદો કરાવશે. વિદ્યાર્થી સ્કૂલ કે કોલેજની કોઈ પ્રવૃત્તિમાં સિલેક્ટ થઈ શકે છે.વધુ પડતું વિચારવામાં ઝાઝો સમય ન વેડફશો. કારણ કે તેને કારણે કોઈ મહત્ત્વનાં કામ હાથમાંથી જતાં રહેશે. બેંક કે રોકાણ સંબંધિત કોઈ કામ ન થવાથી મનમાં ધૂંધવાટ રહેશે. આર્થિક બાબતોમાં પણ તંગીનો માહોલ રહેશે.વ્યાવસાયિક પ્રવૃત્તિઓ યોગ્ય રીતે ચાલતી રહેશે. કાર્યક્ષેત્રે તમે જે સિદ્ધિ હાંસલ કરવા માગો છો, તેને પ્રાપ્ત કરવા માટે પૂરેપૂરું જોમ લગાવીને પ્રયાસ કરશો. સફળતા તમને અચૂક મળશે. ઑફિસની પ્રવૃત્તિઓ સમય પ્રમાણે પૂરી થતી જણાશે.પારિવારિક સંબંધો મધુર રહેશે. પ્રેમ સંબંધોમાં પણ નિકટતા જળવાઈ રહેશે.માથાનો દુખાવો, સર્વાઇકલની સમસ્યા હેરાન કરશે. વધુ પડતો સ્ટ્રેસ આપનારી સ્થિતિઓથી દૂર રહેવું.
મિથુન
(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)
દિવસની શરૂઆતમાં જ તમારાં ખાસ કામો પતાવવાની કોશિશ કરશો. કોઈ પ્રિય મિત્ર સાથે મુલાકાત થવાને કારણે મન પ્રફુલ્લિત રહેશે. કોઈ ખાસ સંબંધ દ્વારા ભેટસોગાદ સ્વરૂપે તમારી મનપસંદ વસ્તુની પ્રાપ્તિ થશે.બપોર પછી કોઈ અપ્રિય સમાચાર મળવાથી ઘરમાં ઉદાસીનો માહોલ બની શકે છે. આ વખતે મજબૂત મનોબળ રાખવું જરૂરી છે. કોઈ પણ પોલિસી વગેરેમાં રોકાણ કરવા માટે અત્યારે અનુકૂળ સમય નથી.કાર્યક્ષેત્રમાં તમારું વર્ચસ્વ જળવાઈ રહેશે. સ્ત્રીઓ પોતાના વ્યવસાય પ્રત્યે વધુ સજાગ રહેશે અને સફળતા પણ હાંસલ કરશે. તમારા કઠોર વર્તનને કારણે કોઈ મહત્ત્વના કર્મચારી નોકરી છોડીને જઈ શકે છે. આ વાતનું ધ્યાન રાખશો.પતિ-પત્નીના સંબંધો મધુર રહેશે. પ્રેમ સંબંધોની અસર ઘરની ગાડીને પાટા પરથી ઊથલાવી શકે છે.સ્વાસ્થ્ય સારું રહેશે. વધુ પડતો સ્ટ્રેસ પેદા કરનારાં કારણોથી દૂર રહેવું.
કર્ક
(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)
આજે કોઈ બહુ મોટી અવઢવ દૂર થવાને કારણે માનસિક શાંતિ રહેશે. અનુભવી લોકોના માર્ગદર્શનને કારણે કોઈ મુશ્કેલીનું સમાધાન પણ મળશે. કોઈ અગાઉ વિચારેલી યોજનાને આગળ ધપાવવા માટે અત્યારે યોગ્ય સમય છે. ઘરના વડીલોનો આશીર્વાદ અને સહયોગ મળી રહેશે.અન્ય લોકોની બાબતોમાં વણમાગી સલાહ ન આપવી, નહીંતર તમારા માટે કોઈ નવી મુશ્કેલી પેદા થઈ શકે છે. તમારાં અંગત કાર્યોને અવગણીને પણ અન્ય લોકોને મદદ કરવામાં સમય વીતાવશો, પરંતુ તેની તમારા કામ પર નકારાત્મક અસર પડશે.ફોન દ્વારા વ્યવસાય સંબંધી કોઈ અગત્યના સમાચાર મળી શકે છે. કામનું ભારણ વધારે રહેશે. પરંતુ તેનાં સારાં પરિણામ મળવાથી બધો થાક ઊતરી જશે. મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરતા લોકોને ટૂંક સમયમાં જ પ્રમોશન મળવાના યોગ છે.પતિ-પત્ની વચ્ચે કોઇપણ નાની અમથી વાતે મનદુઃખ થઈ શકે છે. તમારા સ્વભાવમાં પરિપક્વતા લાવો.સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવાની જરૂર છે. તમારી ખાણી-પીણી અને આરામનું પણ ધ્યાન રાખો.
સિંહ
(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)
ઘરમાં કોઈ નવીન વસ્તુ અથવા તો ઇલેક્ટ્રિક વસ્તુની ખરીદી થઈ શકે છે. જમીન સંબંધિત કામમાં પ્રગતિ થશે. હિંમત અને સાહસથી મુશ્કેલ કામ સરળતાથી થઈ શકશે.કોઈ સંબંધિત વ્યક્તિ સાથે ઝઘડો થઈ શકે છે. નેગેટિવ વાતો પર વધારે ધ્યાન ના આપો. આર્થિક સ્થિતિમાં અછત આવવાને લીધે તકલીફ રહેશે. આ સમયે યુવાનોને તેમના લક્ષ્ય પર ધ્યાન રાખવાની જરૂર છે.નોકરિયાત લોકોને સાવચેતી રાખવાની જરૂર છે.પરિવારનું વાતાવરણ સુખદ રહેશે.યોગ્ય ભોજન ના કરવાથી લીવરને તકલીફ થઈ શકે છે.
કન્યા
(જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)
આજે મીડિયા અને સૂત્રો દ્વારા મળેલી માહિતીથી કામ સરળ થાય. મહિલાઓ પોતાના ઘરના અને બિઝનેસ કામ સરળતાથી પૂરા કરી લેશે. વ્યક્તિગત કાર્યો પર ફોકસ રાખવો.માતા-પિતાના સ્વાસ્થ્યથી ચિંતા રહેશે. વાતચીત કરતી વખતે ધ્યાન રાખવું. તમારી ખોટી વાતને લીધે તકલીફ વધી શકે છે.વ્યવસાયમાં ચાલતા સંઘર્ષથી રાહત મળશે.ઘરનું વાતાવરણ સારું રહેશે, પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક માહોલ રહેશે.આયુર્વેદનો વધારે ઉપયોગ કરવો.
તુલા | Libra
(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)
મિત્રો સાથે ગેટ-ટુ-ગેધર પ્રોગ્રામમાં આખો દિવસ પસાર થશે. માનસિક અને શારીરિક શાંતિ મળશે. સંતાનના કરિયર માટે યોગ્ય સલાહ મળશે.પડોશીઓ સાથે સંબંધ ના બગાડો. તેનાથી સોસાયટીમાં તમારી છબિ બગડી શકે છે. સમય પ્રમાણે વસ્તુઓ સારી થશે.આ સમયે વ્યવસાયમાં સારી પરિસ્થિતિ બની રહી છે.પારિવારિક જીવન સારું રહેશે.નેગેટિવ વિચારોની અસર તમારા કામ પર થશે. થોડો સમય મેડિટેશન કરવું.
વૃશ્ચિક
(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)
કોઈ પણ કામ કરતા પહેલાં બીજાની અપેક્ષા અને પિતાના મનની વાત સાંભળો. ધાર્મિક ભાવનાઓ વધશે.કામની સાથે ઘરમાં પણ ધ્યાન આપો. તમારી બેદરકારીને લીધે પરિવાર નાખુશ રહેશે.કર્મચારીઓની સલાહનું સન્માન કરો. તેમનો આત્મવિશ્વાસ વધશે. નોકરિયાત લોકોએ ઉચ્ચ અધિકારીઓ સાથે સારા સંબંધ રાખવા.ઘરનો માહોલ સુખદ રહેશે. પ્રેમ સંબંધમાં અંતર આવી શકે છે.વધારે કામ અને સ્ટ્રેસથી માથાનો દુખાવો અને પેટમાં દુખાવો થશે.
ધન
(જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)
રૂટીન કામ કરતાં કંઇક નવું કામ કરવા સમય પસાર કરો. આમ કરવાથી તમે નવી ઊર્જા અનુભવશો. આ સમયે ગ્રહની સ્થિતિ સારી છે. તેનો સદુપયોગ કરો.
નેગેટિવઃ- કોઈ જૂનો મુદ્દો બહાર આવવાથી સ્ટ્રેસ રહેશે. યુવાનોને કરિયર પર વધારે ધ્યાન આપવું.માર્કેટિંગ કામમાં સફળતા મળશે. મોટાભાગના કામ ઘરેથી જ સંચાલિત થઈ જશે. ઓફિસના કામ વ્યસ્ત રહેશો.લગ્નજીવન મધુર રહેશે. પ્રેમી/પ્રેમિકાને ડેટિંગની તક મળશે.ઘરમાં ઉંમરલાયક લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. નહીં તો સ્થિતિ ગંભીર થઈ શકે છે.
મકર
(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)
આ સમયે આવકની સ્થિતિ સારી રહેશે. આધ્યાત્મિક અને વરિષ્ઠ લોકો સાથે થોડો સમય વિતાવવો ખૂબ જ આરામદાયક રહેશે. નજીકના કોઈ સગામાં ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક પણ મળશે.કોઈની અંગત બાબતમાં દખલગીરી કરવાનું ટાળો. આ સંબંધોમાં ખટાશ પેદા કરી શકે છે. જો સંપત્તિના વ્યવહારને લઈને કોઈ યોજના બનાવવામાં આવી રહી છે તો તેને અત્યારે મુલતવી રાખવાની સલાહ આપવામાં આવે છે.જો ક્ષેત્રમાં કોઈ સમસ્યા હોય આવી તો ભાઈઓ અથવા નજીકના મિત્રોનો સહયોગ જરૂરી છે. તેની સલાહથી તમે ઘણી સમસ્યાઓમાંથી છૂટકારો મેળવશો. કોઈપણ પ્રકારના ગેરકાયદેસર કામ હાથમાં ન લેશો. અન્યથા તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.પારિવારિક વાતાવરણ સુખદ રહેશે. મિત્રોને મળવાથી જૂની યાદો પાછી આવશે.સ્વાસ્થ્ય સારું રહેશે. પરંતુ બદલાતા હવામાનથી પોતાની જાતને બચાવો.
કુંભ
(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)
આજે કોઈ પ્રિય મિત્રની આર્થિક મદદ કરવી પડી શકે છે. આવું કરીને તમને બાદમાં ખુશી મળશે. થોડો સમય તમારી હોબી અથવા તમારા પસંદગીના કાર્યોમાં જરૂરથી પસાર કરો. તેનાથી તમે સકારાત્મકતા અનુભવશો. સંતાન દ્વારા કોઈ સારા સમાચાર મળશે.જરૂર વગરના ખર્ચાના કારણે ઘરનું બજેટ બગડી શકે છે. થોડી સાવધાનીથી કામ લેવાની જરૂર છે. પારિવારિક મામલામાં કોઈ બહારની વ્યક્તિને હસ્તક્ષેપ ન કરવા દો.વ્યવસાયમાં તમારી મહેનત અને એકાગ્રતાથી યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે પાર્ટનરનું સ્વાસ્થ્ય ખરાબ રહેવાને કારણે ઘર અને વ્યવસાયમાં યોગ્ય સુમેળમાં બનાવીને રાખવો.ત્વચા સંબંધિત એલર્જી વધી શકે છે.
Read About Weather here
મીન
(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)
ઘણા સમયથી રોકાયેલા પારિવારિક કામ પૂરા કરવાનો ઉત્તમ સમય છે. સ્થાન પરિવર્તનની કોઈ યોજના બની શકે છે. નજીકના મિત્ર સાથે આ સંબંધિત મહત્ત્વપૂર્ણ વિચાર વિમર્શ પણ થશે.સંતાનના ભવિષ્ય સંબંધિત યોજનાઓ શરૂ કરવામાં વિલંબ ન કરો. મિત્રો સાથે હરવા ફરવાથી તમારા મહત્ત્વપૂર્ણ કામ અટવાયેલા રહેશે. આ સમયે તમારાં કામને જ પ્રાથમિકતા આપો.વ્યવસાયિક ગતિવિધિ યથાવત રહેશે, પરંતુ હાલ કોઈ ફેરફાર ન કરવો. નોકરિયાત વર્ગના લોકોએ કાર્યપ્રણાલીમાં ફેરફાર કરવો પડશે.દામ્પત્ય જીવન સુખમય રહેશે. પ્રેમસંબંધ સારા રહેશે.ઘરના વડીલનાં સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે. સાવચેતી રાખવા પર સ્વાસ્થ્ય સારું રહેશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here