આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર પર

મેષ

(જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

કોઇ નવી યોજનાને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. કોઇ નજીકના સંબંધીનો સહયોગ પણ મળશે. પરિસ્થિતિઓ અનુકૂળ રહેશે. તમારી કોઇ ઇચ્છા પૂર્ણ થશે. સામાજિક ગતિવિધિઓમાં પણ તમારી મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેશે.આ સમયે તમારી સફળતાને લગતા દેખાડાની પ્રવૃત્તિથી દૂર રહો. તમારી ગતિવિધિઓને પણ ગુપ્ત રાખવી જરૂરી છે. ઘરના કોઇ સભ્યના સ્વાસ્થ્યને લગતી મુશ્કેલીઓ આવવાથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ અટકી પણ શકે છે.કોઇ નવા કામન શરૂઆત થશે.પતિ-પત્ની વચ્ચે તાલમેલ સારું રહેશે.વાહન સાવધાની પૂર્વક ચલાવો.

Read Saurashtra Kranti E-Paper here

આજના રાશિફળ પર એક નજર પર

વૃષભ

(જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

કોઇપણ મહત્ત્વપૂર્ણ કામને કરતા પહેલાં પોતાના પારિવારિક સભ્યોની સલાહ લો. ચોક્કસ જ તમને સારી સફળતા મળશે. યુવાઓને તેમના કરિયરને લગતી કોઇ સ્પર્ધામાં સફળતા મળવાના યોગ્ય યોગ છે.રૂપિયા-પૈસાને લગતું કોઇ પ્રકારનું લેવડ-દેવડ કરવા માટે સમય અનુકૂળ નથી. કોઇ સાથે સંબંધ ખરાબ કરશો નહીં. આ સમયે તમારી ઉપર જવાબદારીઓનું દબાણ પણ રહેશે. જેના કારણે તમે તમારા વ્યક્તિગત કાર્યો ઉપર ધ્યાન આપી શકશો નહીં.કાર્યક્ષેત્રમાં મશીન, સ્ટાફ વગેરે સાથે જોડાયેલી મોટી સમસ્યાઓ ઊભી થઇ શકે છે.પારિવારિક સભ્યોનો સહયોગ તથા એકબીજા પ્રત્યે સમર્પણની ભાવના ઘરના વાતાવરણને સુખદ જાળવી રાખશે.સ્વાસ્થ્ય સારું રહેશે.

આજના રાશિફળ પર એક નજર પર

મિથુન

(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

તમારી દિનચર્યાને વ્યવસ્થિત જાળવી રાખવા માટે થોડા સંકલ્પ લેશો અને સફળ પણ થશો. આર્થિક સ્થિતિ સારી રહેશે. તમારા કોઇ પાડોસીના મુશ્કેલ સમયમાં કામ આવવું તમને આત્મિક સુખ આપી શકે છે.તમારા સ્વભાવમાં લચીલાપણું રાખવું જરૂરી છે. ગુસ્સા અને જિદ્દ જેવી નકારાત્મક આદતો ઉપર કાબૂ મેળવો, કોઇપણ સમસ્યાને તમે એકબીજાના તાલમેલ દ્વારા ઉકેલવાની કોશિશ કરો.આ સમયે વ્યાવસાયિક કાર્યમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.કોઇપણ પરિસ્થિતિમાં પારિવારિક સભ્યોનો પૂર્ણ સહયોગ રહેશે.છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્યને લગતી પરેશાનીથી રાહત મળી શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

કર્ક

(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

આ સમયે તમારા નાણાકીય કાર્યો ઉપર વધારે ધ્યાન આપો. આવું કરવું તમારા ભવિષ્ય માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. થોડા દૈનિક તણાવમાથી છુટકારો મળવાથી પણ માનસિક સુકૂન જળવાયેલું રહેશે. કળાત્મક ક્ષેત્રમાં રસ વધશે.તમારા પરિવારને લગતી જરૂરિયાતોને ઇગ્નોર ન કરો. કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય આજે ટાળો. તમે કોઇ દુવિધામાં ખરાબ રીતે ફસાઇ શકો છો. તમારા બજેટથી વધારે ખર્ચ કરવો તમને તણાવ આવી શકે છે.આજે વ્યવસાયિક સ્થળે તમારી હાજરી જરૂરી છે.ઘરનું વાતાવરણ સુખ-શાંતિ પૂર્ણ રહેશે.નાની-નાની વાતો ઉપર તણાવ લેવો તમારી કાર્યક્ષમતાને પ્રભાવિત કરશે.

આજના રાશિફળ પર એક નજર પર

સિંહ

(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

પોઝિટિવ પ્રવૃત્તિના લોકો સાથે થોડો સમય પસાર કરો. ભાવનાત્મક રૂપથી તમે પોતાને સશક્ત અનુભવ કરશો તથા સામાજિક સીમા પણ વધશે. યુવાઓને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળતા મળશે.ઉતાવળમાં લીધેલાં નિર્ણય બદલવા પણ પડી શકે છે. સમજી-વિચારીને જ કોઇ કામ કરો. તમારા અંગત કાર્યો માટે યોગ્ય સમય ન મળી શકવાના કારણે મનમાં નિરાશા જેવી સ્થિતિ રહેશે.કારોબારમાં મનોવાંછિત પરિણામ પ્રાપ્ત થશે.પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.તમારું વ્યવસ્થિત ખાનપાન તથા દિનચર્યા તમને માનસિક અને શારીરિક રૂપથી સ્વસ્થ રાખશે.

આજના રાશિફળ પર એક નજર પર

કન્યા

(જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ શ્રેષ્ઠ છે. આવકના નવા સ્ત્રોત મળી શકે છે. કોઇ અટવાયેલું પેમેન્ટ પણ સરળતાથી મળી શકે છે. સામાજિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો તમને માનસિક રૂપથી સુકૂન અને સુખ આપશે.કોઇ સાથે ખોટો વાદ-વિવાદ ન કરો. તમે તમારા જ કાર્યો ઉપર ધ્યાન આપશો તો સારું રહેશે. બાળકોને વધારે ઢીલ આપવી તેમને તેમના અભ્યાસથી ભટકાવી શકે છે. ઘરના કોઇ વ્યક્તિના સ્વાસ્થ્યને લઇને પણ ચિંતા રહેશે.વ્યવસાયમાં બધા કામ યોગ્ય રીતે ચાલતાં રહેશે.પતિ-પત્ની વચ્ચે કોઇ નજીકના સંબંધીના કારણે ગેરસમજ ઊભી થઇ શકે છે.ઉધરસ, તાવ જેવી સમસ્યા રહી શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

તુલા

(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

બધી જ પારિવારિક જવાબદારીઓને પોતાના ઉપર ન લઇને ઘરના સભ્યો સાથે વહેંચો. તેનાથી તમે પોતાના માટે થોડો સમય કાઢી શકશો અને સુકૂન પણ મળશે. પ્રોપર્ટી વેચવા કે ખરીદવાને લગતી કોઇ યોજના બની રહી છે તો સમય અનુકૂળ છે.વધારે સમજવા કે વિચારવામાં સમય ખરાબ કરવાથી તમારા અનેક મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે. બાળકોને લગતી કોઇ આશા પૂરી ન થવાના કારણે મન નિરાશ રહી શકે છે. ધૈર્ય અને વિવેકથી કામ લો, જલ્દી જ પરિસ્થિતિઓ ઉકેલાઇ જશે.કાર્યક્ષેત્રમાં તમે જે પ્રાપ્ત કરવા ઇચ્છો છો, હાલ તેને પૂર્ણ કરવા માટે મહેનતની જરૂરિયાત રહેશે.પારિવારિક જીવન સુખમય રહેશે.માથાનો દુખાવો વધી શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

વૃશ્ચિક

(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. તમારી દિનચર્યાને ખૂબ જ અનુશાસિત અને વ્યવસ્થિત જાળવી રાખો, તેનાથી તમારા અનેક અટવાયેલાં કાર્યો ઉકેલાઇ જશે. જીવન પ્રત્યે તમારો પોઝિટિવ દૃષ્ટિકોણ તમારા વ્યક્તિત્વને વધારે પ્રભાવશાળી બનાવશે.યુવા વર્ગ પોતાની સફળતાને લઇને અસંતુષ્ટ રહેશે. હાલ તેમણે વધારે મહેનત કરવાની જરૂરિયાત છે. કોઇપણ નિર્ણય તરત લેવાની કોશિશ કરો, વધારે સમજવા કે વિચાર કરવાથી મહત્ત્વપૂર્ણ સફળતા હાથમાંથી સરકી શકે છે.કાર્યક્ષેત્રમાં સહયોગી તથા કર્મચારીઓની સલાહ ઉપર પણ ધ્યાન આપો.ઘરનું વાતાવરણ યોગ્ય જળવાયેલું રહેશે.આ સમયે સ્વાસ્થ્ય પ્રત્યે પણ જાગરૂત રહેવું.

આજના રાશિફળ પર એક નજર પર

ધન

(જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

કોઇ ઉધાર આપેલાં રૂપિયા પાછા મળવાની સંપૂર્ણ સંભાવના છે. યુવાઓને પ્રોફેશનલ અભ્યાસમાં યોગ્ય સફળતા મળશે. જો ઘર પરિવર્તનને લગતી કોઇ યોજના બની રહી છે તો આજે તેના ઉપર અમલ કરવાનો યોગ્ય સમય છે.જમીન કે વાહનને લગતું કોઇ ઋણ લેતી સમયે તેના દરેક પહેલુઓ ઉપર યોગ્ય ચર્ચા-વિચારણાં કરો. મહિલાઓ પોતાના માન-સન્માન પ્રત્યે વધારે સજાગ રહે. તમારા ગુસ્સા અને આવેશ ઉપર કાબૂ રાખવું જરૂરી છે.કાર્યક્ષેત્રમાં વ્યવસ્થા યોગ્ય જળવાયેલી રહેશે.પારિવારિક વાતાવરણ સુખદ અને સુખમય રહેશે.સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

મકર

(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

ઘરમાં નજીકના સંબંધીઓ આવી શકે છે. એકબીજા સાથે હળવા-મળવાથી તથા ચર્ચા-વિચારણાં કરવાથી થોડી સમસ્યાઓનું સમાધાન પણ મળી શકે છે. સામાજિક ગતિવિધિઓમાં પણ તમારો સહયોગ તમને તમારી ઓળખ અને માન-સન્માન જાળવી રાખવામાં મદદ કરશે.ધ્યાન રાખો કે નાની ગેરસમજના કારણે મિત્રો કે ભાઇઓ સાથે સંબંધ ખરાબ પણ થઇ શકે છે. અન્યની વાતો તથા સલાહ ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે. આ સમયે જૂની નકારાત્મક વાતોને વર્તમાન ઉપર હાવી થવા દેશો નહીં.આજે વ્યવસાયમાં ખૂબ જ સાદગી તથા ગંભીરતાથી કામ કરવાની જરૂરિયાત છે.વ્યક્તિગત મુંજવણના કારણે તમે ઘર-પરિવાર ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં.આજે શારીરિક અને માનસિક રૂપથી થાક અને નબળાઇ અનુભવ થઇ શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

કુંભ

(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

આજે કોઇ મહત્ત્વપૂર્ણ સફળતા તમારી રાહ જોઇ રહી છે. આ સમયનો સદુપયોગ કરો. મહિલાઓ માટે સમય ખાસ અનુકૂળ છે. તેઓ પોતાની વ્યક્તિગત તથા પ્રોફેશનલ ગતિવિધિઓને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશે.પાડોસીઓ સાથે સંબંધ ખરાબ ન કરો. કોઇ ખોટી ગતિવિધિઓમાં તમારું ધ્યાન આપો નહીં. સામાજિક અને રાજનૈતિક કાર્યોમાં તમારી છાપને વધારે સારી જાળવી રાખવાની કોશિશ કરો.કાર્યસ્થળમાં થોડી પરેશાનીઓ ઊભી થઇ શકે છે.ઘરનું વાતાવરણ સુખદ તથા શાંતિપૂર્ણ રહેશે.બદલાતા વાતાવરણની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

આજના રાશિફળ પર એક નજર પર

મીન

(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

આજે થોડા સુખદ અનુભવ મળશે. જેના કારણે તમે પોતાને ખૂબ જ હળવા અને તણાવમુક્ત અનુભવ કરશો. યુવાઓને કોઇ ઇન્ટરવ્યુમાં સફળતા મળવાથી આત્મવિશ્વાસ વધશે.આજે એક ખાસ વાત ધ્યાનમાં રાખો કે દરેક વ્યક્તિ ઉપર વિશ્વાસ ન કરો. આ સમયે વિચારોની દુનિયામાંથી બહાર આવીને તમે તમારી યોજનાને શરૂ કરવામાં સમય લગાવો. થોડા જરૂરી ખર્ચ પણ સામે આવી શકે છે.કામકાજમાં વધારે એકાગ્રતા અને ગંભીરતા રાખવાની જરૂરિયાત છે.મુશ્કેલ સમયમાં જીવનસાથી તથા પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે.ચામડીને લગતી કોઇ એલર્જી થઇ શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here