આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર પર

મેષ

(જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે.નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો, નહીંતર તમારા માન-સન્માન ઉપર અસર થશે. અચાનક થોડા ખર્ચ સામે આવી શકે છે. જો કોઇ નિર્ણય લેવામાં મુશ્કેલી આવી રહી છે તો કોઇ વડીલની સલાહ લો.આર્થિક સ્થિતિ સારી રહેશે.ઘર-પરિવારનું વાતાવરણ યોગ્ય જળવાયેલું રહેશે.કબજિયાત અને ગેસની સમસ્યા વધી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

આજના રાશિફળ પર એક નજર પર

વૃષભ

(જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

આજે તમારા દ્વારા લેવામા આવેલો કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય સારો સાબિત થશે. ઘરના સભ્યોનો સહયોગ અને સલાહ પણ તમારા માટે લાભદાયી રહેશે. કાર્યક્ષેત્રની ગતિવિધિઓમાં પણ તમે વ્યસ્ત રહેશો.વધારે આત્મવિશ્વાસ પણ તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. શાંતિથી પરિસ્થિતિઓને સંભાળો. વાતચીત કરતી સમયે નકારાત્મક શબ્દોનો પ્રયોગ ન કરો. રોકાણ કરવા માટે સમય અનુકૂળ નથી.વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય રહેશે.તમારા લગ્નજીવન તથા ઘર-પરિવાર માટે પણ સમય કાઢવો જરૂરી છે.થોડો સમય પોતાના માટે પણ કાઢવો જરૂરી છે.

આજના રાશિફળ પર એક નજર પર

મિથુન

(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

આ સમયે ઉતાવળની જગ્યાએ શાંતિથી પોતાના કામને પૂર્ણ કરવાની કોશિશ કરો. બધા કાર્યો યોગ્ય રીતે સંપન્ન થતાં જશે. તમારો પોઝિટિવ વ્યવહાર અને સંતુલિત વિચાર કોઇપણ સમસ્યાને ઉકેલવામાં મદદગાર સાબિત થશે.ધ્યાન રાખો કે વધારે વિચાર કરવાથી પણ પરિણામ હાથમાંથી સરકી શકે છે. એટલે યોજના બનાવવાની સાથે-સાથે તેને શરૂ કરવી પણ જરૂરી છે. વધારે અભિમાન કે પોતાને જ સર્વશ્રેષ્ઠ સમજવું ઠીક નથી.આ સમયે માર્કેટિંગને લગતા કાર્યોને પૂર્ણ કરવા માટે સમય યોગ્ય છે.પારિવારિક વાતાવરણ સુખમય જળવાયેલું રહેશેહળવું ભોજન રાખવું.

આજના રાશિફળ પર એક નજર પર

કર્ક

(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

તમારા મન પ્રમાણે કાર્યોમાં સારો સમય પસાર થવાથી માનસિક શાંતિ અનુભવ થશે. થોડી નવી જાણકારીઓ અને સમાચાર પણ મળશે. બાળકો તથા યુવા વર્ગ પોતાના અભ્યાસ અને કરિયર પ્રત્યે પૂર્ણ ધ્યાન આપશે.ક્યારેક-ક્યારેક તમે અન્યની વાતોમાં આવીને પોતાનું નુકસાન કરી શકો છો. મનમાં કોઇ વાતને લઇને નકારાત્મક વિચાર આવશે. ધૈર્ય અને સંયમ જાળવી રાખો. પોતાના ઉપર વિશ્વાસ કરો.કર્મચારીઓ તથા સ્ટાફનો પૂર્ણ સહયોગ રહેશે તથા કાર્યમાં પણ પ્રગતિ થશે.પારિવારિક વાતાવરણ સુકૂનભર્યું રહેશે.કફ, શરદીની પરેશાની વધી શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

સિંહ

(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

આજનો દિવસ મહિલાઓ માટે ખાસ કરીને સુકૂન આપનાર રહેશે. નવી યોજનાઓ બનશે. જે લાભદાયી સાબિત થશે. તમારી રહેણી-કરણી તથા બોલચાલની રીત અન્ય લોકોને તમારી તરફ આકર્ષિત કરશે.તમારી ક્ષમતાથી વધારે કામ કરવાથી તમારા સ્વાસ્થ્ય ઉપર અસર પડી શકે છે. જૂની નકારાત્મક વાતોને હાવી થવા દેશો નહીં, વર્તમાનમાં જ રહેતાં શીખો. કોઇપણ કાર્યને ઉતાવળની જગ્યાએ સહજ રીતે પૂર્ણ કરવાની કોશિશ કરો.કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ જળવાયેલો રહેશે.કામનો ભાર વધારે રહેવાના કારણે પરિવાર માટે પણ સમય કાઢવો વાતાવરણને સુખમય બનાવશે.સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

કન્યા

(જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. તમારી કાર્યકુશળતા દ્વારા આશા કરતા વધારે લાભ મળવાની શક્યતા છે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી અસ્ત-વ્યસ્ત દિનચર્યામાં પોઝિટિવ ફેરફાર આવશે. રાજનૈતિક તથા સામાજિક ગતિવિધિઓમાં પણ તમે વ્યસ્ત રહેશો.બાળકોના એડમિશનને લઇને અસમંજસની સ્થિતિ રહેશે. આજે કોઇપણ પ્રકારની યાત્રા કરવાનું ટાળો. ધ્યાન રાખો, આળસ કે વધારે ચર્ચા-વિચારણાં કરવામાં જ તમારો સમય ખરાબ થઇ શકે છે.વ્યવસાયિક ગતિવિધિઓમાં સુધાર આવી શકે છે.લગ્નજીવનમાં સંબંધો વધારે ગાઢ બની શકે છે.માથાનો દુખાવો તથા માઇગ્રેનની પરેશાની વધી શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

તુલા

(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

તમારા કોઇ ભાવી લક્ષ્ય પ્રત્યે મહેનત અને યોગ્ય રીતે કામ કરવાથી તમને સફળતા મળશે. કોઇ પારિવારિક મામલે પણ તમારો નિર્ણય સર્વોપરિ રહેશે. રૂપિયા આવતાની સાથે જ ખર્ચની સ્થિતિ પણ રહેશે.ભાઇઓ સાથે કોઇપણ પ્રકારનો મતભેદ અને તણાવ ઊભો થવા દેશો નહીં. વધારે દેખાડાની પ્રવૃત્તિ રાખવી નુકસાન આપી શકે છે. બહારના લોકો સાથે હળતી-મળતી વખતે થોડી સાવધાની રાખો. થોડા લોકો સ્વાર્થની ભાવનાથી તમારો ઉપયોગ કરી શકે છે.આ સમયે કાર્ય કરવાની પોતાની પ્રણાલીમાં થોડો ફેરફાર લાવવાની જરૂરિયાત છે.જીવનસાથી તથા પરિવારના લોકો સાથે ઓનલાઇન શોપિંગ કરવા અને મનોરંજનમાં સમય પસાર થશે.સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

વૃશ્ચિક

(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

થોડા જૂના મતભેદોનું નિવારણ થશે. તમારી લગન અને હિંમત દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થઇ શકે છે. બાળકોને લગતી કોઇ સમસ્યાનો ઉકેલ મળવાથી રાહત મળશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શકે છે.તમારી મહત્ત્વપૂર્ણ વસ્તુઓને સાચવીને રાખો. સપનાની દુનિયાથી બહાર આવો તથા હકીકતને સમજવાની કોશિશ કરો. કોઇ અન્ય ઉપર વિશ્વાસ કરવો નુકસાન આપી શકે છે.આ સમયે વ્યવસાયમાં મહેનત વધારે અને લાભ ઓછા જેવી સ્થિતિ રહી શકે છે.પતિ-પત્ની વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.માનસિક અને શારીરિક રૂપથી ખૂબ જ વધારે થાક અનુભવ થઇ શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

ધન

(જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

આજે સમજી-વિચારીને તથા આત્મ નિરીક્ષણ કરવાનો સમય છે. જો સ્થાન પરિવર્તનને લગતી કોઇ યોજના બની રહી છે તો તેના માટે સમય અનુકૂળ છે. કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત થશે તથા જૂની યાદ પણ તાજા થશે.અન્યના મામલે વિના કારણે દખલ ન કરો. નહીંતર તેની ભરપાઈ ભોગવવી પડી શકે છે. કોઇ નજીક સંબંધી સાથે વાદ-વિવાદ થવાથી તેની નકારાત્મક પ્રભાવ ઘરની વ્યવસ્થા પણ પડશે.વ્યવસાયમાં આજે થોડા વિઘ્નો આવી શકે છે.પતિ-પત્ની વચ્ચે અહંકાર આવી શકે છે.વર્તમાન નકારાત્મક પરિસ્થિતિઓ સામે પોતાની રક્ષા કરો.

આજના રાશિફળ પર એક નજર પર

મકર

(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

આજે ગ્રહ ગોચર અનુકૂળ છે. નકારાત્મક પરિસ્થિતિઓથી પરેશાન થવાની જગ્યાએ સમસ્યાનો ઉકેલ શોધવાની કોશિશ કરશો તો સફળ પણ થશો. કોઇ પોલિસી મેચ્યોર થવાના કારણે રોકાણને લગતી યોજના પણ બનશે.બાળકો ઉપર વધારે પ્રતિબંધ ન લગાવો, તેનાથી તેમના મનોબળમાં ઘટાડો આવી શકે છે. દેખાડા માટે સમજ્યા-વિચાર્યાં વિના ખોટા ખર્ચ ન કરો. નકારાત્મક વાતોને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં.કાર્યક્ષેત્રમાં બધા કાર્યોને જાતે જ વ્યવસ્થિત કરવાની કોશિશ કરશો.પારિવારિક વાતાવરણ સુખમય જાળવવા માટે થોડો સમય પરિવારના લોકો સાથે પસાર કરો.બ્લડ પ્રેશર અને ડાયાબિટીઝ લોકો પોતાનું વિશેષ ધ્યાન રાખે.

આજના રાશિફળ પર એક નજર પર

કુંભ

(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

તમારા કોઇ સારા કામના કારણે તમને સોસાયટીમાં માન-સન્માન મળશે. કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય ઉપર રૂપિયાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો ગંભીરતાથી તેના અંગે વિચાર કરો, આ સમયે પરિસ્થિતિ અનુકૂળ છે.બધાને સુખી રાખવાની કોશિશમાં તમે પોતાનું જ નુકસાન કરી શકો છો. તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. તમારી વસ્તુઓને દેખરેખ જાતે જ કરો, ભૂલવાની શક્યતાઓ છે.વર્તમાન સમયમાં ચાલી રહેલાં વ્યવસાય સાથે-સાથે થોડા નવા કામ પ્રત્યે પણ તમારો રસ વધશે.લગ્નજીવન સુખમય જળવાયેલું રહેશે.પેટને લગતી કોઇ મુશ્કેલી ઊભી થઇ શકે છે.

Read About Weather here

આજના રાશિફળ પર એક નજર પર

મીન

(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

કોઇપણ વિપરીત પરિસ્થિતિને તમે તમારા આત્મવિશ્વાસ અને સમજણ દ્વારા અનુકૂળ બનાવી લેશો. તમારી યોજનાઓને શરૂ કરવાનો યોગ્ય સમય છે. આ સમયે ભવિષ્યને બનાવેલી યોજના પ્રભાવશાળી રહેશે.વિદ્યાર્થીઓને તેમના કોઇ પ્રોજેક્ટમાં સફળતા ન મળવાથી નિરાશ રહેશે. હિંમત હારશો નહીં અને ફરી કોશિશ કરો. ઘરમાં કોઇ પ્રકારનો સુધાર કરતા પહેલાં પોતાના બજેટનું પણ ધ્યાન રાખો.તમારી કાર્યપ્રણાલીમાં ફેરફાર તમારા વ્યવસાય માટે પોઝિટિવ રહી શકે છે.કામનો ભાર વધારે રહેવાથી થોડો સમય ઘર-પરિવાર માટે પણ કાઢવો જરૂરી છે.તમારી ઉપર કામનો ભાર વધારે લેશો નહીં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here