આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર પર

મેષ

(જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

શુક્રવાર, 3 ડિસેમ્બર 2021

પોઝિટિવઃ– આજે તમે તમારા કોઈ ખાસ કાર્યને પૂર્ણ કરવામાં સફળ રહેશો. સંબંધોને વધારે મજબૂત કરવા અને તેને ખાસ મહત્ત્વ આપવામાં તમારું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેશે. યુવાઓ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે યોગ્ય કોશિશ કરશે.

નેગેટિવઃ– તમારા સ્પર્ધીઓની ગતિવિધિઓને ઇગ્નોર ન કરો નહીંતર તમે કોઈ ષડયંત્રમાં કે કોઈ પ્રકારની ગુપ્ત યોજનાના શિકાર બની શકો છો. પોઝિટિવ રહેવા માટે અનુભવી વ્યક્તિઓ તથા પ્રકૃતિના સાનિધ્યમાં રહો.

વ્યવસાયઃ– વ્યવસાયિક સ્થળે કોઈ કર્મચારી દ્વારા થોડા વિઘ્ન આવી શકે છે.

લવઃ– પ્રેમ સંબંધોમાં ચાલી રહેલી ગેરસમજનુમ નિવારણ થશે.

સ્વાસ્થ્યઃ– ખરાબ ખાનપાનના કારણે પેટ ખરાબ રહી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

આજના રાશિફળ પર એક નજર પર

વૃષભ

(જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ– હાલના સમયે કોશિશ કરવાથી યોગ્ય સફળતા મળવાની છે. આર્થિક સ્થિતિમાં સારો સુધાર જોવા મળશે. લાભદાયક યાત્રાઓના પણ યોગ બનશે અને તેના દ્વારા યોગ્ય અવસરની પ્રાપ્તિ પણ થશે.

નેગેટિવઃ– બાળકોના અભ્યાસને લઈને અસંતુષ્ટિ રહી શકે છે. ઘરના વાતાવરણને યોગ્ય જાળવી રાખવું જરૂરી છે. રૂપિયાને લગતી ઉધારી લેવા કે દેવાનું ટાળો.

વ્યવસાયઃ– આ વાતનું ધ્યાન રાખો કે તમારા વેપારને લગતી ગતિવિધિઓને સીક્રેટ રાખો

લવઃ– વેપાર તથા વ્યક્તિગત કાર્યોમાં વ્યસ્ત રહી શકો છો.

સ્વાસ્થ્યઃ– કબજિયાત, ગેસ વગેરેની સમસ્યા રહી શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

મિથુન

(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ– આજે તમારા દ્વારા લેવામાં આવેલ કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય ભવિષ્યમાં લાભદાયી સાબિત થઈ શકે છે. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા જીવનની સૌથી મોટી મૂડી છે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ તમારું યોગદાન રહેશે.

નેગેટિવઃ– ગેરસમજના કારણે સંબંધોમાં તિરાડ પડી શકે છે. અકારણ જ મનમાં નિરાશાનો ભાવ રહેશે. બાળકોને વધારે સુખ-સુવિધા આપવાની જગ્યાએ સંયમિત જીવન પસાર કરવાનું શીખવાડો.

વ્યવસાયઃ– વેપારમાં તમારા ઉત્પાદનની ક્વોલિટીમાં સુધાર લાવો.

લવઃ– લગ્નજીવનમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

કર્ક

(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ– આજે કોઈ મન પ્રમાણે કામ કરવાથી આત્મવિશ્વાસ અને મનોબળમાં નફો થશે. કોઇ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત પણ તમારી આર્થિક સ્થિતિને સારી જાળવી રાખશે. 

નેગેટિવઃ– કુંવારા લોકો સાથે વિવાદમાં પડશો નહીં, નહીંતર વાત વધારે લાંબી ખેંચાઈ શકે છે અને તમે મુશ્કેલીમાં પડી શકો છો. એટલે અન્ય લોકોના મામલે પડશો નહીં. ખોટા કાર્યોમાં વધારે ખર્ચ થઈ શકે છે.

વ્યવસાયઃ– અન્ય ગતિવિધિઓના કારણે વેપાર પ્રત્યે નિરાશ ન રહો.

લવઃ– પતિ-પત્ની વચ્ચે ઘરની વ્યવસ્થાને લઈને વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ– વધતા વજનને કસરત દ્વારા નિયંત્રણમાં લાવો.

આજના રાશિફળ પર એક નજર પર

સિંહ

(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ– તમારા નજીકના પરિજનની પરેશાનીઓમાં તેમની મદદ કરવી તમને સુખદ અનુભૂતિ આપશે. પ્રોપર્ટી ખરીદવાને લગતો કોઈ પ્રોગ્રામ બની રહ્યો છે તો તેના અંગે ગંભીરતાથી વિચાર કરો.

નેગેટિવઃ– ખોટી ગતિવિધિ અને આલોચનામાં તમારો સમય ખરાબ ન કરો. તમારી માનહાનિ થઈ શકે છે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ પ્રત્યે વધારે એકાગ્ર રહેશે. મામા પક્ષ સાથે તમારા સંબંધોને મધુર જાળવી રાખો.

વ્યવસાયઃ– વેપારમાં આંતરિક વ્યવસ્થા અને સ્ટાફ સાથે યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

લવઃ– કોઈ કારણવશ ઘરમાં વધારે સમય આપી શકાશે નહીં

સ્વાસ્થ્યઃ– વાતાવરણના કારણે સાંધામાં દુખાવો થઈ શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

કન્યા

(જેનું નામ પ, , ણ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ– દિનચર્યામાં થોડો ફેરફાર લાવવા માટે આજે જ્ઞાનવર્ધક ગતિવિધિઓમાં સમય પસાર કરો. જેથી માનસિક શાંતિ મળશે. દૈનિક અને રોજિંદા કાર્યો શરૂ રહેશે. સમય સારો છે. અચાનક જ તમને કોઈ શુભ સૂચના પણ મળશે.

નેગેટિવઃ– નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો. તમારા ઉપર કોઈ લાંછન લગાવી શકે છે તથા કોઈ ષડયંત્રના શિકાર પણ તમે થઈ શકો છો. તમને ભાવનાત્મક સપોર્ટની જરૂરિયાત રહેશે. થોડો સમય મેડિટેશન, ધાર્મિક સ્થળ વગેરેમાં પસાર કરો.

વ્યવસાયઃ– વ્યવસાયિક દૃષ્ટિએ ગ્રહ ગોચર અનુકૂળ રહેશે.

લવઃ– જીવનસાથીનો ઘર પ્રત્યે સહયોગ અને સમર્પણનો ભાવ રહેશે,.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યને લગતી સિઝલન પરેશાની રહી શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

તુલા

(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ– દિવસની શરૂઆત સુખદ રહેશે. તમારી યોજનાઓને શરૂ થશે. મહેનત પ્રમાણે લાભના યોગ બની રહ્યા છે. સામાજિક ગતિવિધિઓમાં પણ તમારું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેશે. 

નેગેટિવઃ– ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. તેમનું ધ્યાન રાખવું અતિ જરૂરી છે. બાળકો પોતાની કોઈ સમસ્યાને લઈને તણાવમાં રહેશે. પરિવારના લોકો એકબીજાના સહયોગથી સ્થિતિ જલ્દી જ ઠીક થઈ જશે.

વ્યવસાયઃ– વ્યસ્તતાના કારણે વિષય ઉપર ધ્યાન આપી શકશો નહીં.

લવઃ– પતિ-પત્ની એકબીજાના તાલમેલ દ્વારા પારિવારિક વ્યવસ્થા સારી જાળવી રાખો.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહેશે.

આજના રાશિફળ પર એક નજર પર

વૃશ્ચિક

(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ– દિનચર્યા વ્યવસ્થિત રહેશે. કાર્ય ચોક્કસ સમયે પૂર્ણ થઈ જશે. ઈશ્વરીય શક્તિ ઉપર તમારો દૃઢ વિશ્વાસ રાખવાથી તમને માનસિક શાંતિ પ્રાપ્ત થશે. કઇંક નવું શીખવાની ઇચ્છામાં પણ સમય પસાર થશે.

નેગેટિવઃ– વાર્તાલાપ કરતી સમયે નકારાત્મક શબ્દોનો ઉપયોગ ન કરો, કેમ કે તેના કારણે તણાવ એવી રીતે હાવી થઈ શકે છે કે બનતા કાર્યોમાં વિઘ્ન આવશે.

વ્યવસાયઃ– વેપાર અને કારોબારમાં કોઈ એવી લાભદાયક સૂચના મળશે

લવઃ– પતિ-પત્ની પોત-પોતાની વ્યસ્તતાના કારણે એકબીજાને સમય આપી શકશે નહીં.

સ્વાસ્થ્યઃ– અસંતુલિત ખાનપાનના કારણે પેટમાં બળતરા અને એસિડિટી જેવી સમસ્યા રહેશે.

આજના રાશિફળ પર એક નજર પર

ધન

(જેનું નામ ભ, , , ઢ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ– ઘરમાં મહેમાનોની અવર-જવર રહેશે અને સમય સુખમય પસાર થશે. તમારા આદર્શવાદી તથા સારા ખરાબની સમજ જેવો વ્યવહાર તમારી સામાજિક છાપને વધારે નિખારશે.

નેગેટિવઃ– ઘરની વ્યવસ્થાને લગતી ગતિવિધિઓમાં ખર્ચ વધારે રહેશે જેની અસર તમારા બજેટ ઉપર પડશે. કોઈ નજીકના વ્યક્તિ સાથે ગેરસમજના કારણે મતભેદ ઊભો થઈ શકે છે.

વ્યવસાયઃ– આ સમય વ્યવસાયિક કાર્યો માટે ખૂબ જ અનુકૂળ રહેશે. 

લવઃ– લગ્નજીવન સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ– ઇન્ફેક્શન જેવી સમસ્યા રહી શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

મકર

(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ– આ સમયે ભાગ્ય તમારા પક્ષમાં નવી સફળતા આપશે. તમે તમારી વાતો દ્વારા તમામ વિધ્ન પાર કરીને આગળ વધશો તથા ખાસ વ્યક્તિઓ સાથે મુલાકાત પણ થશે.

નેગેટિવઃ– તમારી યોજનાઓને બનાવવાની સાથે-સાથે તેને શરૂ કરવાની પણ કોશિશ કરો કેમ કે ક્યારેક વધારે વિચારવામાં સમય હાથમાંથી સરકી શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં થોડા પડકાર સામે આવી શકે છે.

લવઃ– જીવનસાથીનો તમારા કાર્યો પ્રત્યે સહયોગ રહેશે

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

કુંભ

(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ– પરિવારના લોકોના સહયોગથી તમારા મોટાભાગના મન પ્રમાણેના કામ પૂર્ણ થઈ જશે. જેના કારણે તમે તણાવમુક્ત રહીને તમારા રસને લગતા કાર્યોમાં સમય પસાર કરશો. 

નેગેટિવઃ– થોડી નકારાત્મક પરિસ્થિતિઓ તમને પરેશાન કરશે પરંતુ તમે તમારી ક્ષમતા દ્વારા તેનો ઉકેલ શોધવામાં સક્ષમ રહેશો. માત્ર વાણી અને ગુસ્સા ઉપર કાબૂ રાખો નહીંતર તમારા કામ ખરાબ થઈ શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં આંતરિક વ્યવસ્થા યોગ્ય જળવાયેલી રહેશે.

લવઃ– પતિ-પત્નીમાં તાલમેલનો અભાવ રહેવાના કારણે તણાવ રહેશે.

સ્વાસ્થ્યઃ– શરદી અને ઉધરસના કારણે છાતિમાં ઇન્ફેક્શન રહેશે

Read About Weather here

આજના રાશિફળ પર એક નજર પર

મીન

(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ– ઘરમાં બાળકોની કિલકારીને લગતી શુભ સૂચના મળવાથી ઉત્સાહભર્યું વાતાવરણ રહેશે તથા નવી વસ્તુઓની ખરીદદારી પણ શક્ય છે. મિત્રો સાથે મનોરંજનને લગતી પાર્ટીનું આયોજન પણ થશે.

નેગેટિવઃ– તમારા નજીકના થોડા લોકો જ તમારા વિરૂદ્ધ થોડી યોજનાઓ બનાવી શકે છે એટલે સાવધાન રહો. વિપરીત પરિસ્થિતિઓ હોવાના કારણે તમારા સ્વભાવમાં ચીડિયાપણું પણ આવી શકે છે. 

વ્યવસાયઃ– વ્યક્તિગત પરેશાનીઓ હોવા છતાંય વેબસાઈટ વ્યવસ્થા યોગ્ય જાળવી રાખવામાં સફળ રહેશો.

લવઃ– લગ્નજીવન સુખી અને સમૃદ્ધ રહેશે.

સ્વાસ્થ્યઃ– બેદરકારીના કારણે વર્તમાન વાતાવરણની નકારાત્મક અસર સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here