મેષ
(જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)
આજે સમય મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધોની વચ્ચે ચાલી રહેલાં વિવાદ દૂર થશે. તમારી મહેનત અને કોશિશનું સાર્થક પરિણામ સામે આવશે. કોઇ ધાર્મિક સ્થળે જવાનથી તમને વધારે શાંતિ અને સુકૂન મળી શકે છે.કોઇ પારિવારિક મામલાને લઇને ભાઈ-બહેન વચ્ચે વિવાદ થઇ શકે છે. ઘરના કોઇ વડીલ સભ્યની મધ્યસ્થતાથી સંબંધ મધુર બનશે. કોઇપણ યોજના ઉપર કામ કરતા પહેલાં યોગ્ય રીતે ચર્ચા-વિચારણાં કરી લો.વેપારમાં હાલ વર્તમાન પરિસ્થિતિઓનો પ્રભાવ રહેશે.પતિ-પત્નીનો સારો સહયોગ વાતાવરણને સારું જાળવી રાખશે.જોખમી કાર્યો કરતી વખતે સાવધાન રહો.
Visit Saurashtra Kranti Homepage here
વૃષભ
(જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)
સામાજિક કાર્યોમાં તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ અટવાયેલું પેમેન્ટ મળવાથી આર્થિક સમસ્યાનું સમાધાન મળી શકશે. વિદ્યાર્થીઓને પોતાની નોકરીને લગતા કોઇ ઇન્ટરવ્યૂમાં સફળતાના યોગ બની રહ્યા છે.મિત્રો અને ખોટા કાર્યોમાં પોતાનો સમય ખરાબ ન કરો. તેના કારણે તમારા થોડા મહત્ત્વપૂર્ણ કામ અધૂરા રહી શકે છે. ઘરમાં કોઇ નાની વાતને લઇને અકારણ જ તણાવ ઊભો થઇ શકે છે, એટલે વધારે ગુસ્સો કરવાથી બચવું.થોડા વ્યક્તિગત કાર્યોના કારણે તમે કાર્યસ્થળમાં વધારે ધ્યાન આપી શકશો નહીં.ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખવામાં જીવનસાથીનો પૂર્ણ સહયોગ રહેશે.શારીરિક થાક હાવી થઇ શકે છે.
મિથુન
(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)
આજે કોઇ પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થશે. નજીકના સંબંધીઓ સાથે ગેટ-ટુ-ગેધરને લગતો પ્લાન પણ બની શકે છે. તમારા વ્યક્તિત્વ અને આત્મવિશ્વાસની સામે તમારા વિરોધી પણ પરાજિત થશે.કોઇ કોર્ટ કેસ ચાલી રહ્યો છે તો વધારે સમજણ અને વિવેકથી કામ લેવાની જરૂરિયાત છે. મિત્રો સાથે કોઇ નાની વાતને લઇને મતભેદ થઇ શકે છે. તમારો દૃષ્ટિકોણ પોઝિટિવ જાળવી રાખો.વ્યવસાયને લગતી કોઇપણ પ્રકારની યોજના ઉપર આજે કાર્યવાહી ટાળો તો સારું રહેશે.પતિ-પત્નીના સંબંધ મધુર રહી શકે છે.અકારણ જ કોઇ ચિંતાના કારણે ઊંઘ ન આવવાની ફરિયાદ રહી શકે છે.
કર્ક
(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)
આજે તમને છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઇ પરેશાનીનું સમાધાન મળશે. જેના કારણે વધારે રાહત અને તણાવમુક્ત અનુભવ કરશો. જમીનને લગતી કોઇ ગતિવિધિમાં રોકાણ કરવા માટે સમય અનુકૂળ છે.કામ વધારે રહેવાથી તમે શારીરિક અને માનસિક રીતે થાકી શકો છો. તમારા કામને અન્ય લોકો સાથે વહેંચો. કોઇપણ સમસ્યાને શાંતિથી ઉકેલવાની કોશિશ કરો.વ્યવસાયમાં તમને તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળી શકે છે.પારિવારિક મામલે વધારે દખલ ન કરો તો સારું રહેશે.પારિવારિક મામલે વધારે દખલ ન કરો તો સારું રહેશે.
સિંહ
(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)
આ સમયે પરિસ્થિતિઓ અનુકૂળ છે. તમારા કાર્યોને લગતી નીતિઓ અંગે ચર્ચા-વિચારણાં કરો અને તેને વધારે સુધારવાની કોશિશ કરો. તમને ચોક્કસ જ પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થઇ શકે છે. કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત તમને સુખ આપશે.માતા-પિતા કે કોઇ વડીલ સભ્યના આત્મ સન્માનને ઠેસ પહોંચાડશો નહીં. આ સમયે તમારી મનોવૃત્તિને પોઝિટિવ જાળવી રાખવાની જરૂરિયાત છે. વિદ્યાર્થીઓને કોઇ પ્રોજેક્ટમાં અસફળતા મળવાથી તેમનું આત્મબળ નબળું થઈ શકે છે.કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ તથા સહયોગીઓનો પૂર્ણ સહયોગ મળી શકે છે.પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.તણાવ અને ડિપ્રેશનની સ્થિતિથી બચવા માટે પોઝિટિવ પ્રવૃત્તિના લોકો સાથે સમય પસાર કરો.
કન્યા
(જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)
ઘરની દેખરેખ અને રિનોવેશનને લગતી યોજનાઓ બનશે. સ્ત્રી વર્ગ માટે આજનો દિવસ ખાસ લાભદાયી રહેશે. ઘરની વ્યવસ્થાને જાળવી રાખવા સિવાય અન્ય કાર્યોમાં પણ તેમનું યોગદાન રહેશેતમારા સ્વભાવમાં તથા કાર્યશૈલીમાં સમય પ્રમાણે પરિવર્તન લાવવું જરૂરી છે. ક્યારેક તમારી દેખાડાની પ્રવૃત્તિ તમારા માટે જ નુકસાનનું કારણ બની શકે છે. કોઇ મહત્ત્વપૂર્ણ વસ્તુ ખોવાઇ જવાની પણ શક્યતા છે.માર્કેટિંગ તથા મીડિયાને લગતા કાર્યોમાં વધારે ધ્યાન આપવું.દિવસભરની ભાગદોડ પછી પરિવારના લોકો સાથે સમય પસાર કરવાથી ઊર્જાવાન અનુભવ કરશો.બ્લડ પ્રેશર તથા ડાયાબિટિસના લોકોએ પોતાનું વિશેષ ધ્યાન રાખવું.
તુલા
(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)
કામ વધારે હોવા છતાં તમે તમારા રસના કાર્યો માટે રસ કાઢી શકશો. નાણાકીય સ્થિતિમા થોડો સુધાર આવશે. કોઇ નજીકના વ્યક્તિ સાથે ચાલી રહેલો વિવાદ પણ દૂર થશે. વિદ્યાર્થી વર્ગ સંપૂર્ણ મહેનતથી પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખશે.તમારા સિદ્ધાંતો સાથે કોઇપણ પ્રકારનો સમજોતો ન કરો. રિસ્ક પ્રવૃત્તિના કાર્યોથી દૂર રહો. આ સમયે ખોટા ખર્ચ પણ સામે આવી શકે છે. માનસિક સુકૂન મેળવવા માટે કોઇ એકાંત કે ધાર્મિક સ્થાને થોડો સમય પસાર કરો.આજે વ્યવસાયને લગતા કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા પડી શકે છે.પતિ-પત્ની વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલું રહી શકે છે.ગળામાં દુખાવો કે ઇન્ફેક્શનની સમસ્યા વધી શકે છે.
વૃશ્ચિક
(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)
આજે પરિવાર સાથે જોડાયેલાં થોડા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા પડી શકે છે, પરંતુ આ નિર્ણય પોઝિટિવ પરિણામ જ આપશે. કોઇ મિત્ર સાથે મુલાકાત ફાયદાકારક સાબિત થશે. તમે તમારી જવાબદારીઓને નિભાવવામાં સફળ પણ રહેશોદિવસભર વ્યસ્તતા રહી શકે છે. કોઇપણ સરકારી કાર્યો આજે ટાળો તો સારુ રહેશે. કોઇની જવાબદારી પોતાના ઉપર લેશો નહીં. તે તમારા માટે જ મુશ્કેલીનું કારણ બની શકે છે.કાર્યક્ષેત્રમાં મન પ્રમાણે કામ કરવાથી સફળતા મળી શકે છે.પરિવારના લોકોનું એકબીજા પ્રત્યે તાલમેલ સારું રહેશે.પેટને લગતી સમસ્યા પરેશાન કરી શકે છે.
ધન
(જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)
આ સમયે ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં છે. દરેક કાર્યને યોગ્ય રીતે કરવાથી જલ્દી જ તમે લક્ષ્ય પ્રાપ્ત કરી લેશો. તમે તમારા ઘરને લગતી જવાબદારીઓને ખૂબ જ સાદગી અને ગંભીરતાથી અંજામ આપશો.
વધારે ભાવુકતા રાખવી પણ તમારા માટે નુકસાનનું કારણ બની શકે છે. હ્રદયની જગ્યાએ દિમાગથી કામ લેવું. અચાકન જ કોઈ મોટો ખર્ચો આવવાથી બજેટ ખરાબ થઇ શકે છે. તણાવ લેવાની જગ્યાએ ધૈર્ય જાળવી રાખવું યોગ્ય છે.છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓથી રાહત મળી શકે છે.પતિ-પત્ની એકબીજાની ભાવનાઓનું સન્માન કરશે.થોડા સમયથી ચાલી રહેલી કોઇ શારીરિક પરેશાનીથી રાહત મળી શકે છે.
મકર
(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)
આ સમયે પરિસ્થિતિ ખૂબ જ અનુકૂળ છે. કોઈ શુભ સમાચાર મળવાથી તમે તમારી અંદર આત્મવિશ્વાસ અને એક નવી ઊર્જા અનુભવ કરશો. ધાર્મિક યાત્રાને લગતા પ્લાન પણ બની શકે છે. ઘરના વડીલ વ્યક્તિઓનો પણ સહયોગ અને આશીર્વાદ તમારી ઉપર રહેશે.ધ્યાન રાખો કે કોઇ અજાણ વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવો નુકસાનદાયી સાબિત થઇ શકે છે. આ સમયે તમારા ખોટા ખર્ચ ઉપર કાબુ રાખો તો સારું રહેશે. યુવાઓ પોતાના કાર્યો ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.વ્યવસાયમાં થોડા પરિવર્તન લાવવાની જરૂરિયાત રહેશે.ઘર તથા વ્યવસાયમાં સારું તાલમેલ જાળવી રાખવાથી ઘરનું વાતાવણ સારું રહી શકે છે.માંસપેશીઓમાં દુખાવાની સમસ્યા વધી શકે
છે.
કુંભ
(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)
કોઈ શુભ સમાચાર મળવાથી તમે તમારી અંદર વિશ્વાસ અને એક નવી ઊર્જા અનુભવ કરશો. અચાનક જ કોઇ અપરિચિત વ્યક્તિ સાથે મુલાકાત તમને કોઈ નવી દિશા આપી શકે છે. પ્રોપર્ટીને લગતી ખરીદદારી કે વેચાણના કાર્યો માટે સમય અનુકૂળ છે.ક્યારેક અતિ આત્મવિશ્વાસના કારણે તમારા કાર્યોમાં વિઘ્ન આવી શકે છે તથા થોડા નિર્ણયો પણ ખોટા સાબિત થઇ શકે છે. બાળકોની ગતિવિધિઓ ઉપર ધ્યાન આપવું જરૂરી છે. વાતચીત કરતી સમયે નકારાત્મક શબ્દોનો પ્રયોગ ન કરો.નવા જનસંપર્ક તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકેછે.લગ્નજીવન સુખમય જળવાયેલું રહેશે.સ્વાસ્થ્ય સારું રહી શકે છે.
Read About Weather here
મીન
(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)
આજે તમારી મુખ્ય કોશિશ બધા કાર્યોને યોજનાબદ્ધ રીતે પૂર્ણ કરવાની રહેશે. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ રસ વધશે. અનુભવી અને જવાબદાર લોકોના માર્ગદર્શનમા ઘણું શીખવા મળી શકે છે.
અફવાહો ઉપર વધારે ધ્યાન આપશો નહીં. તમારી ઉપર કોઇ નકારાત્મક અસર પડશે નહીં તથા તમારા કાર્યો પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જોકે, પારિવારિક કાર્યોમાં ધ્યાન ન આપવાથી નિરાશાનો સામનો કરવો પડી શકે છે.કોઇપણ પ્રકારના વ્યવસાયમાં હિસાબ-કિતાબ કરતી સમયે પારદર્શિતા રાખવી જરૂરીછે.જીવનસાથીની સલાહ તમારા માટે ફાયદાકારક અને સુકૂન આપનાર રહી શકે છે.વાતાવરણમાં ફેરફારને લગતી એલર્જી તમને પરેશાન કરી શકે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here