આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર

મેષ

(જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દૃઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે.કોઇપણ પ્રકારના પેમેન્ટની લેવડ-દેવડમાં સાવધાની જાળવો અને અન્યની વાતોમાં આવશો નહીં. બાળકોની નકારાત્મક ગતિવિધિ કે સંગતિ તમારી પરેશાનીનું કારણ બની શકે છે.તમારા કામ પ્રત્યે અને વધારે મનન અને ચિંતન કરવામાં તમારી કાર્યપ્રણાલીમાં વધારે સુધાર આવશે.પતિ-પત્ની એકબીજાને મહત્ત્વ આપશે.પગમાં દુખાવાની સમસ્યા રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

વૃષભ

(જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

ધાર્મિક તથા આધ્યાત્મિક ગતિવિધિઓમાં રસ રહેશે. જેનાથી માનસિક સુકૂન મળશે. તમે તમારા વ્યક્તિગત કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સમર્થ રહેશો. ઘરમાં બાળકોની કિલકારીને લગતી શુભ સૂચના મળી શકે છે.અપરિચિત વ્યક્તિઓ સાથે હળવા-મળવાનું રાખશો નહીં, તમે કોઇ દગાબાજીનો શિકાર થઇ શકો છો. તમારી યોજનાઓ અને ગતિવિધિઓની ચર્ચા કોઇની સામે ન કરો.કાર્યક્ષેત્રમાં યોગ્ય રીતે કામ પૂર્ણ કરવાથી મોટાભાગના કામ પૂર્ણ થઇ જશે.તમારા દરેક કાર્યમાં જીવનસાથીનો સહયોગ તમને ઊર્જાવાન જાળવી રાખશે.એલર્જી જેવી કોઇ પરેશાની વધી શકે છે.

મિથુન

(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

આજે ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. તમારું કોઇ સપનું સાકાર થઇ શકે છે. કોઇ જગ્યાએ રોકાણ કરવું ફાયદાકારક સાબિત થશે. બધા કામ યોગ્ય રીતે પૂર્ણ થવાથી મનમાં પ્રસન્નતા રહેશે.ધ્યાન રાખો કે ક્યારેક-ક્યારેય તમારી કઠોર વાણીથી મોટાભાગના લોકોમાં નિરાશા ઊભી થઇ શકે છે. તમારી આ નકારાત્મક આદત ઉપર કાબૂ રાખો. વધારે મોજ-મસ્તી અને મિત્રો સાથે ખોટો સમય ખરાબ ન કરો.વ્યવસાયિક સ્થળે તમારું પ્રભુત્વ જળવાયેલું રહેશે.કોઇ નજીકના સંબંધી તરફથી શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખ રહેશેવર્તમાન વાતાવરણના કારણે તમારે સાચવવું પડશે.

કર્ક

(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

આ સમયે યોગ્યતા અને ક્ષમતા ઉપર વધારે વિશ્વાસ રાખવો જરૂરી છે. અન્ય લોકોની સલાહ તમને વધારે ગુંચવી શકે છે. તમારા સપના અને મહત્ત્વકાંક્ષાઓને સાકાર કરવાનો સમય છે.કોર્ટ-કચેરીને લગતો કોઇ મામલો ચાલી રહ્યો હોય તો આજે તેને લગતી કોઇ કાર્યવાહી ન કરો. સાથે જ રૂપિયા-પૈસાના મામલે કોઇના ઉપર પણ વિશ્વાસ ન કરીને બધા નિર્ણય જાતે જ લો. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં કોઇ પ્રકારની પરેશાની આવી શકે છે.શેરબજાર, ચિટફંડ વગેરેને લગતી કોઇપણ ગતિવિધિઓમાં રસ ન લેશો.પતિ-પત્નીના સંબંધ સામાન્ય રહેશે.સ્વાસ્થ્ય પ્રત્યે તમારી બેદરકારીના કારણે એસિડિટી અને ગેસની સમસ્યા વધશે.

સિંહ

(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

આજે રૂટીનથી અલગ કઇંક નવું કરવાની કોશિશ કરો, તેનાથી તમારી શારીરિક અને માનસિક ઊર્જા વધશે. એક નવા ઉમંગનો અનુભવ થશે. ફાયનાન્સને લગતો કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા માટે દિવસ અનુકૂળ છે.કોઇના ઉપર વિશ્વાસ કરતાં પહેલાં બધા વિકલ્પો ઉપર યોગ્ય ચર્ચા-વિચારણાં કરો. કોઇ તમારી સરળતાનો ફાયદો ઉઠાવી શકે છે. મિત્રો સાથે વધારે હળવું-મળવું સમય ખરાબ કરી શકે છે.કાર્યક્ષેત્રમાં ચાલી રહેલી કોઇપણ પ્રકારની મુશ્કેલીને શાંતિથી ઉકેલવાની કોશિશ કરો.પારિવારિક વાતાવરણ સુખદ અને સુખમય રહેશે.આળસ અને નબળાઇ અનુભવ થઇ શકે છે.

કન્યા

(જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

સંબંધીઓ સાથે પ્રોપર્ટી કે અન્ય કોઇ મુદ્દાને લઇને ગેરસમજ ચાલી રહી હતી, તે કોઇની દખલ દ્વારા ઉકેલાઇ જશે. પિતા કે પિતા સમાન કોઇ વ્યક્તિનો સ્નેહ તથા આશીર્વાદ તમારા ઉપર જળવાયેલો રહેશે.આ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે કોઇપણ ચર્ચા-વિચારણાં કરતી સમયે ખરાબ ભાષાનો પ્રયોગ ન કરો. આ સમયે તમારો આત્મવિશ્વાસ તથા મનોબળને મજબૂત જાળવી રાખવું જરૂરી છે.માર્કેટિંગ તથા ઓનલાઇન કાર્યો સાથે જોડાયેલાં વ્યવસાયમાં યોગ્ય સફળતા મળશે.તમારા કાર્યોમાં જીવનસાથી તથા પારિવારિક લોકોની સલાહ તમારા માટે લાભદાયક રહેશે.કબજિયાત તથા ગેસના કારણે દિનચર્યા થોડી અવ્યવસ્થિત રહી શકે છે.

તુલા

(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

જો વાહન ખરીદવાની યોજના બની રહી છે, તો આજે તેના માટે સમય અનુકૂળ છે. ધાર્મિક તથા અધ્યાત્મિક કાર્યો ઉપર પણ સમય પસાર થવાથી માનસિક સુકૂન મળી શકે છે. વિદ્યાર્થીઓ પોતાનો પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં સફળ રહેશે.જૂની નકારાત્મક વાતોને વર્તમાન જીવન ઉપર હાવી થવા દેશો નહીં. તેનાથી નકારાત્મકતા સિવાય કશું જ પ્રાપ્ત થશે નહીં. બાળકો સાથે મિત્રતાભર્યો વ્યવહાર કરો.વ્યવસાયિક કાર્ય યોગ્ય રીતે ચાલતાં રહેશે.લગ્નજીવન સામાન્ય જ રહેશે.જે લોકોને બ્લડ પ્રેશર અને ડાયાબિટિસની તકલીફ છે, તેઓ બેદરકારી ન કરે.

વૃશ્ચિક

(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

આજે વધારે કામકાજ રહેશે. તમે મનોયોગ અને ઊર્જાથી સમ્પન્ન રહેશો. મહત્ત્વપૂર્ણ કામ કરવા માટે યોગ્ય સમય છે.તમારા સ્વભાવમાં અહંકાર અને વધારે આત્મવિશ્વાસ જેવી સ્થિતિ ઉપ્તન્ન થઈ શકે છે, તે યોગ્ય નથી. નજદીકના વ્યક્તિ સાથે મળતી વખતે ધ્યાન રાખો કે કોઈ નેગેટિવિટીનું સર્જન ન થાય.આજે વ્યવસાયિક ગતિવિધિઓ ઓછી રહેશે. ભાગ્યને દોષ ન આપો અને વધારે સારું કામ કરવા પ્રયત્ન કરો. નોકરિયાત વર્ગે ટાર્ગેટ પૂરો કરવા માટે ઉચ્ચ અધિકારીઓની મદદ લેવી પડશે.જીવનસાથીને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા હોવાથી ઘર અને વ્યવસાય વચ્ચે સમન્વય જાળવી રાખો. તમે તેને સારી રીતે નિભાવી શકશો.સ્વાસ્થ્ય સારું રહેશે. વધારે પડતા કામને કારણે થાક લાગી શકે છે.

ધન

(જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

જીવન પ્રત્યે સકારાત્મક વ્યવહાર મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ આપશે. સંતાનની કોઈ સારી ગતિવિધિને કારણે મન પ્રસન્ન રહેશે. મનોરંજન સંબંધિત પ્રોગ્રામ બનશે. ભાવુકતાને બદલે વ્યવહારિક દૃષ્ણિકોણ રાખો.સંબંધીઓ સાથે ભેદભાવ જેવી સ્થિતિ ઉત્પન્ન થવાથી મન પ્રસન્ન નહિ રહે. ઉધાર સંબંધિત લેણદેણ સ્થગિત કરો.ટૂર એન્ડ ટ્રાવેલ્સ, કમ્પ્યૂટર, મીડિયાથી જોડાયેલા લોકોની સ્થિતિ આજે વધારે સારી રહેશે. પરિવારના તણાવને પોતાના વ્યવહાર પર હાવી ન થવા દો.પતિ પત્ની વચ્ચે કોઈ નાની વાતમાં ઝઘડો થઈ શકે છે. એકબીજાને સમજી પરિસ્થિતિનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરો.વધારે કામ પહોંચવાથી થાક લાગી શકે છે.

મકર

(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

આજનો દિવસ પરિવાર સાથે આરામ અને મોજ મસ્તીમાં પસાર થશે. આજે દિવસભર ખુશીનું વાતાવરણ રહેશે. ઘરમાં ફેરફારના કોઈ કાર્યો થઈ શકે છે.અજાણી વ્યક્તિ સાથે કોઈ પ્રકારની મગજમારી થઈ શકે છે. આજે ચક્કર આવી શકે છે. વડીલોનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.આજે સંપર્ક સૂત્રો સાથે ફોન થઈ શકે છે. રોકાયેલું પેમેન્ટ મળી શકે છે.પતિ પત્નીનાં સંબંધમાં સમન્વય જળવાઈ રહેશે. ઘર પરિવારમાં ખુશીનો માહોલ રહેશે.ઘૂંટણનો દુખાવો થઈ શકે છે. સ્ત્રી વર્ગે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું

કુંભ

(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

લક્ષ્ય પૂરું કરવા માટે સારો સમય છે. ધાર્મિક કામ વધશે. મહત્ત્વપૂર્ણ સૂચના મળવાથી મન પ્રફુલ્લિત રહેશે.ગેરસમજને લીધે મિત્રો સાથે સંબંધો કડવા બની શકે છે. ગુસ્સા પર નિયંત્રણ રાખવું.કાર્યક્ષેત્રમાં કોઈ ફેરફાર ન કરો. કાર્ય પ્રત્યે સમર્પિત રહો.પતિ પત્નીના સંબંધો સારે રહેશે.સાંધાનો દુખાવો થઈ શકે છે.

Read About Weather here

મીન

(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

સુખ-સુવિધાઓ સંબંધિત વસ્તુઓ ખરીદવાનો યોગ બનશે. પરિવાર સાથે સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે.ભાઈઓ સાથે વાદ વિવાદ થઈ શકે છે. સ્વભાવમાં સંયમ જાળવી રાખો. આજે કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય સ્થગિત ન કરવો.નવું કામ શરૂ કરવા માટે સારો સમય નથી. હાલના કામમાં જ ધ્યાન આપો. તમારી યોજનાઓમાં કોઈ અપરિચિત વ્યક્તિને સામેલ ન કરો.પારિવારિક વાતાવરણ સુખદ અને સારું રહેશે.સર્વાઈકલ અને માઈગ્રેન જેવી સમસ્યાથી બચવા માટે યોગ અને વ્યાયામ કરો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here