આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર

મેષ

(જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

થોડા સમયથી ચાલી રહેલી કોઇ પ્રકારની દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. આજે તમને પોતાને ઊર્જાથી ભરપૂર અનુભવ કરશો. પરિવાર અને ફાયનાન્સને લગતા થોડા મહત્ત્વપૂર્ણ નિર્ણયોનું પોઝિટિવ પરિણામ સામે આવશે.મકાન, ગાડી વગેરેને લગતી કાગળિયા સંભાળીને રાખો. ક્યારેક-ક્યારે સપનામાં જ યોજનાઓ બનાવતાં રહે છે, એટલે કલ્પનાઓમાં ન જીવીને હકીકતમાં આવી જાવ. સંતાનની પણ કોઇ સમસ્યાને લઇને તમે પરેશાન રહી શકો છો.આજે વેપારમાં થોડા નવા કરાર પ્રાપ્ત થઇ શકે છે.પારિવારિક જીવન સામાન્ય રહેશે.પેટને લગતી કોઇ મુશ્કેલી થવાના કારણે દિનચર્યા અવ્યવસ્થિત રહી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

વૃષભ

(જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

આજે ચર્ચા-વિચારણાં તથા આત્મ નિરીક્ષણ કરવાનો સમય છે. અચાનક જ કોઇ અશક્ય કાર્ય શક્ય થઇ શકે છે. તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે. સમાજમાં માન-સન્માન પણ જળવાયેલું રહેશે.બિનજરૂરી ગતિવિધિઓમાં ખર્ચ વધારે રહેશે. તમારા બજેટનું ધ્યાન રાખો. પાડોસીઓ સાથે કોઇ નાની વાતને લઇને વિવાદની સ્થિતિ બની શકે છે. આ બધી જ બાબતોથી દૂર રહો.પાર્ટનરશિપને લગતા વ્યવસાયમાં કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા માટે સમય અનુકૂળ નથી.પતિ-પત્નીમાં એકબીજા વચ્ચે સ્નેહ અને મધુરતા રહેશે.દાંતનો દુખાવો પરેશાન કરી શકે છે.

મિથુન

(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. ઘરમાં માંગલિક કાર્ય આયોજનને લગતી યોજના પણ બનશે. કોઇ અટવાયેલું કામ પણ આજે સંપન્ન થઇ શકે છે.કોઇની પાસેથી વધારે આશા ન રાખો પરંતુ તમારી કાર્યક્ષમતા અને યોગ્યતા ઉપર જ વિશ્વાસ રાખવો યોગ્ય છે. ભાવુકતાના કારણે તમે તમારું નુકસાન કરી શકો છો. ખોટી ગતિવિધિઓમાં પણ પોતાનો સમય નષ્ટ ન કરો.કાર્યક્ષેત્રમાં થોડા વિઘ્નો આવી શકે છે, પરંતુ આ સમયે ધૈર્ય અને સંયમ જાળવી રાખવો યોગ્ય છે.પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.વધારે કામના ભારના કારણે સર્વાઇકલ અને ખભામા દુખાવોની સમસ્યા વધી શકે છે.

કર્ક

(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શનનું અનુસરણ કરવાથી તમારી અનેક પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. કોઇ સંબંધીને લગતી શુભ સૂચના મળવાથી મન પ્રસન્ન રહેશે. કોઇ સ્થાન પરિવર્તનને લગતી યોજના પણ બનશે.ખોટા કાર્યોમાં મિત્રો સાથે સમય પસાર કરવાના કારણે તમારા અનેક મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે. એટલે તમારા કાર્યોને પ્રાથમિકતા આપો. પારિવારિક મામલે કોઇ બહારના વ્યક્તિની દખલ થવા દેશો નહીં.કાર્યક્ષેત્રમાં તમારા પેપર તથા ફાઇલ પહેલાંથી જ તૈયાર રાખો.લગ્નજીવન મધુર જળવાયેલું રહેશે.પેટને લગતી મુશ્કેલીઓ પરેશાન કરશે.

સિંહ

(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

સમય અનુકૂળ છે. તમને તમારાં કાર્યો તથા મહેનતનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. ઘરની દેખરેખમાં સુધાર કરતી સમયે વાસ્તુ નિયમોનું પાલન કરો. તમને તમારી આવડત પ્રદર્શિત કરવાની તક મળશે.વાતચીતમાં સાવધાની જાળવો. ગુસ્સાના કારણે સ્થિતિ ખરાબ થઇ શકે છે. તમારી મહત્ત્વપૂર્ણ વસ્તુની દેખરેખ જાતે જ કરો. ખોટી યાત્રાઓમાં પણ સમય નષ્ટ થઇ શકે છે.વેપારમાં દરકે નાની-નાની વાતને ગંભીરતા પૂર્વક લો.પતિ-પત્નીમાં તાલમેલનો ભાવ સારો જળવાયેલો રહેશે.એલર્જીના કારણે ઉધરસ, તાવ કે ચામડીની પરેશાની થઇ શકે છે.

કન્યા

(જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

તમે તમારી વાતો તથા કાર્યશૈલીથી લોકોને પ્રભાવિત કરશો. આ સમયે આર્થિક સ્થિતિને વધારે મજબૂત જાળવી રાખવા માટે અતિ ઉત્તમ છે. લક્ષ્ય પ્રાપ્તિ માટે મહેનત સફળ રહેશે.ઘરમાં મહેમાનોની અવર-જવરથી અનેક મહત્ત્વપૂર્ણ કાર્યોમાં વિઘ્નો આવી શકે છે. અન્ય લોકોના મામલે દખલ કરવી તમારા માટે માનહાનિનું કારણ બની શકે છે.વેપાર અને કામકાજમાં થોડા મહત્ત્વૂપર્ણ નિર્ણય લેવાની જરૂરિયાત છે.પતિ-પત્ની વચ્ચે કોઇ પારિવારિક સમસ્યાને લઇને વાદ-વિવાદ થઇ શકે છે.સ્વાસ્થ્યની દૃષ્ટિએ સમય વધારે અનુકૂળ રહેશે નહીં.

તુલા

(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો. તમે તમારી સમજણ અને બુદ્ધિમત્તાથી દરેક સમસ્યાનો ઉકેલ પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. સમજી-વિચારીને લીધેલો કોઇ નિર્ણય ભવિષ્યમાં લાભકારી સાબિત થશે.વિચારોની દુનિયાથી બહાર આવીને હકીકતનો સામનો કરો. અનેકવાર વધારે ચર્ચા-વિચારણાં કરવાથી અનેક મહત્ત્વપૂર્ણ તક હાથમાંથી સરકી શકે છે.કાર્યક્ષેત્રમાં કામ પ્રત્યે તમારો જોશ અને ઉત્સાહ જળવાયેલો રહેશે.પ્રેમ પ્રસંગ વધારે ગાઢ વધશે.છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્યને લગતી પરેશાનીમાં સુધાર આવશે.

વૃશ્ચિક

(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

સમય ઉત્તમ છે. જો કોઇ કાર્ય ઘણાં સમયથી અટવાયેલું છે, તો તેને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. વિદ્યાર્થીઓ પોતાની મહેનત દ્વારા પરીક્ષાનું યોગ્ય પરિણામ પ્રાપ્ત કરશે. કોઇ સમારોહમાં જવાનું નિમંત્રણ મળી શકે છે.આર્થિક રૂપથી આજનો દિવસ વધારે અનુકૂળ નથી. કોઇપણ પ્રકારના રોકાણ કે લેવડ-દેવડને લગતા કાર્યોને કરશો નહીં. કોઇ મોટા રાજનેતા કે અધિકારી સાથે મુલાકાત ફાયદાકારક સાબિત થઇ શકે છે.ઇન્શ્યોરન્સ અને વીમા કંપનીને લગતા વ્યવસાયમાં ફાયદાકારક સ્થિતિ બની રહી છે.પતિ-પત્નીમાં એકબીજા સાથે તાલમેલમાં ઘટાડો આવી શકે છે.સ્વાસ્થ્ય ઠીક રહેશે.

ધન

(જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

જમીન કે વાહનને લગતી ખરીદદારીની યોજના બની શકે છે. પ્રોફેશનલ અભ્યાસ કરી રહેલાં વિદ્યાર્થીઓને સફળતા મળશે. ઉધાર આપેલા રૂપિયા પ્રાપ્ત કરવાનો આજે અનુકૂળ સમય છે. કોઇ નજીકના સંબંધી સાથે જૂનો મતભેદ દૂર થશે.પરિસ્થિતિઓને પોતાના પક્ષમાં કરવા માટે કોઇ અયોગ્ય કાર્યની મદદ ન લેશો, નહીંતર પરેશાનીઓ વધી શકે છે. સાવધાન રહો, કેમ કે કોઇ વ્યક્તિ તમારી સાથે સારી વાતો કરીને તમારી ગુપ્ત વાતો જાણી શકે છે.વેપાર વધારવા માટે નવી શોધ અને યોજનાઓની જરૂરિયાત છે.પરિવારમાં એકબીજા સાથે તાલમેલ ઉત્તમ જળવાયેલું રહેશે.વાતાવરણમાં ફેરફારની નકારાત્મક અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

મકર

(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

આજના ગ્રહ-ગોચર પૂર્ણ સ્વરૂપથી તમારા પક્ષમાં છે. તમારી આર્થિક સ્થિતિ સુદઢ અને સશક્ત બની રહેશે. આળસ છોડીને પૂર્ણ મન સાથે તમારા લક્ષ્ય પ્રત્યે જાગૃત રહો. ઘરનો કોઇ વિવાદિત મામલો પણ ઉકેલાઇ શકે છે.તમારી ભાવનાઓ ઉપર કાબૂ રાખો. આ સમયે ખોટા કાર્યોમા ધન વ્યય થવાની સ્થિતિ બની શકે છે. એટલે પોતાના ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. જમીન કે વાહનને લગતું ઉધાર લેતા પહેલાં સલાહ લેવી.વેપારમાં વિસ્તાર માટે કોઇ નવી યોજનાઓ ઉપર વિચાર કરો.લગ્નજીવન સુખદ રહેશે.કોઇપણ પ્રકારની ખરાબ સંગત અને આદતથી દૂર રહો.

કુંભ

(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

પરિવારમાં સુખ-શાંતિ તમારા માટે પહેલી પ્રાથમિકતા રહેશે. કામકાજ અને પરિવારમાં સારો તાલમેલ પણ જળવાયેલો રહેશે. પ્રોફેશનલ સ્ટડી માટે કોશિશ કરી રહેલા વિદ્યાર્થીઓને કોઇ સારા સમાચાર મળી શકે છે.આવક સાથે-સાથે ખર્ચની પણ સ્થિતિ રહેશે. આ સમય ધૈર્ય રાખીને પસાર કરવાનો છે. વાહન ચલાવતી સમયે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરો. આ સમયે કોઇ દુર્ઘટના થવાની પણ શક્યતા છે.મશીન, સ્ટાફ વગેરે સાથે જોડાયેલી નાની-મોટી સમસ્યાઓ સામે આવશે.પારિવારિક વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે.વધારે મહેનત અને પરિશ્રમના કારણે થાક અને નબળાઇ અનુભવ થશે.

Read About Weather here

મીન

(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

આજે ધાર્મિક કે અધ્યાત્મિક ગતિવિધિઓમાં તમારો સારો સમય પસાર થશે. આજે લેવામાં આવેલો મહત્ત્વપૂર્ણ નિર્ણય નજીકના ભવિષ્યમાં તમારા માટે ઉત્તમ પરિસ્થિતિ બનાવશે. આ સમયે પરિસ્થિતિઓ અનુકૂળ છે.આર્થિક મામલે વધારે સમજણ અને ચર્ચા-વિચારણાં કરીને નિર્ણય લો. થોડી બેદરકારીના કારણે સમસ્યાઓ વધી શકે છે. અન્ય લોકોના મામલે વધારે દખલ ન કરો.કાર્યક્ષેત્રમાં તમને તમારી આવડત દર્શાવવાની તક મળશે.પતિ-પત્ની એકબીજાની ભાવનાઓનું સન્માન કરશે.શરીરમાં દુખાવાની સ્થિતિ બની શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here