આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર

મેષ

(જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કરવામાં આવેલી મહેનતનું ઉત્તમ પરિણામ મળશે.આ સમયને આત્મકેન્દ્રિત થઈને જ પોતાના અંગે મનન અને ચિંતનમાં પસાક કરો. તેનાથી તમારી અંદર ચાલી રહેલા અનેક સવાલોનો જવાબ પણ મળશે. કોઇ અશુભ સૂચના મળવાથી મનમાં અશાંતિ અને તણાવની સ્થિતિ પણ રહી શકે છે.વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય જ રહેશે.પતિ-પત્ની વચ્ચે સુખદ સંબંધ રહી શકે છે.સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

વૃષભ

(જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

કોઇ પોઝિટિવ પ્રવૃત્તિના વ્યક્તિ સાથે વિચારોનું આદાન-પ્રદાન રહેસે. જેનાથી તમારું મનોબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ વિશેષ પ્રતિભાને બહાર લાવવા માટે પણ સમય આપો. તેનાથી તમને માનસિક સુકૂન મળી શકશે. ભવિષ્યમાં આવકના સાધન પણ મળી શકે છે.ઘરના કોઇ સભ્યના સ્વાસ્થ્યને લઇને થોડી ચિંતા રહેશે. જલ્દી જ બધું ઠીક થઇ શકે છે. બહારના વ્યક્તિઓ સાથે વધારે હળવું મળવું નહીં. ખોટા વાદવિવાદમાં ઊતરશો નહીં.વ્યવસાયને લગતાં કાર્યોમાં વધારે મહેનત કરવી પડી શકે છે.પતિ-પત્નીના એકબીજા સાથે સંબંધ સારા રહી શકે છે.સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

મિથુન

(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

વિદ્યાર્થીઓ તથા યુવાઓ તણાવ ન લઇને ક્રિયાત્મક કાર્યોમાં વ્યસ્ત રહે. તેમની કોઇ પ્રતિભા પણ બહાર આવી શકે છે. પ્રોપર્ટીને લગતો કોઇ વિવાદ દૂર થશે. એકબીજા સાથેના સંબંધ પણ સારા બનશે.બિનજરૂરી ખર્ચમા કાપ મુકવો. નહીંતર બજેટ ખરાબ થવાથી તણાવ રહી શકે છે. થોડો સમય પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે અને પોતાના વ્યક્તિત્વને નિખારવામાં પણ લગાવો. કોઇપણ નજીકના સંબંધી સાથે વિવાદની સ્થિતિ ઊભી થઇ શકે છે.આ સમયે કોઇપણ પ્રકારના વ્યવસાયને લગતો ઉધાર લેવાની કોશિશ ન કરો.ઘરના વાતાવરણને સુખદ અને ડિસિપ્લિનમાં રાખો.સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

કર્ક

(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

આળસ અને નિરાશાથી દૂર રહો. માર્કેટિંગ અને મીડિયાને લગતી મહત્ત્વપૂર્ણ જાણકારીઓ પ્રાપ્ત કરવામાં સમય પસાર કરો. કોઇની મદદની આશા ન રાખીને પોતાના કાર્યોને પૂર્ણ કરવાની કોશિશ કરો. તેનાથી તમારી જીવનશૈલી અને દિનચર્યામાં પોઝિટિવ પરિવર્તન આવી શકે છે.ક્યારેક આળસ અને આરામ કરવાની અચ્છા તમારા ઉપર હાવી થઈ જશે. તમારી આ ખામીઓ ઉપર કાબૂ મેળવો. કોઇ તમારી ભાવનાઓ તથા ઉદારતાનો પણ ખોટો ફાયદો ઉઠાવી શકે છે. મકાન, ગાડી વગેરેને લગતા કાગળિયાઓને સાચવીને રાખો.આ સમયે વ્યવસાયિક કાર્યોને વધારે સાવધાની પૂર્વક કરવાની જરૂરિયાત છે.પતિ-પત્ની એકબીજાની ભાવનાઓનું સન્માન કરશે.એસિડિટી અને ગેસની સમસ્યા રહી શકે છે.

સિંહ

(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

વિપરીત પરિસ્થિતિઓમાં પણ તમે ધૈર્ય અને સંયમ જાળવી રાખશો તથા રચનાત્મક ગતિવધિઓમાં પોતાને વ્યસ્ત રાખશો. મનમાં ચાલી રહેલી કોઈ પ્રકારની મુંઝવણ દૂર થશે. જીવનમાં થોડી નવીનતા લાવવાની પણ કોશિશ કરો.અકારણ જ ગુસ્સા અને આવેશમાં આવવું, આ પ્રકારની નકારાત્મક ગતિવિધિઓ ઉપર કાબૂ મેળવો. જોખમી કાર્યોમાં રૂપિયાનું રોકાણ કરતા પહેલાં તેના અંગે યોગ્ય જાણકારી પ્રાપ્ત કરી લો. આ સમયે વધારે મેલજોલ રાખવો કોઇપણ દૃષ્ટિએ અનુકૂળ નથી.વ્યવસાયમાં જે કાર્યોને જટિલ સમજીને છોડી રહ્યા હતા, તેના અંગે ફરી વિચાર કરવાની જરૂરિયાત રહેશે.પતિ-પત્ની વચ્ચે અહંકારને લઇને વિવાદ વધી શકે છે.સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

કન્યા

(જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

આજે સ્થિતિ થોડી સારી અનુભવ કરશો. ઘરના વડીલો પ્રત્યે સેવાભાવ રાખવો તથા તેમના માર્ગદર્શનને પોતાના જીવનમાં અપનાવવવું લાભદાયક રહેશે. યુવાઓને પણ તેમના કરિયરને લગતું કોઇ કાર્ય સંપન્ન થવાથી રાહત થશે.આ સમયે કોઇની વાતો કે અફવાહ ઉપર વિશ્વાસ ન કરો. તથ્ય વિના જાણ્યા વિના કોઇપણ નિર્ણય લેશો નહીં. માનસિક સુખ-શાંતિ અનુભવ કરવા માટે કોઇ ધાર્મિક ગતિવિધિ કે મેડિટેશનની મદદ લેવી પણ યોગ્ય રહેશે.સમય સામાન્ય છે. કોઇ મન પ્રમાણે કોન્ટ્રેક્ટ મળી શકે છે.કામ વધારે રહેવા છતાં પણ તમે ઘરમાં રહીને જ ઘરના લોકો સાથે સમય પસાર કરશો.વાતાવરણની અસર સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

તુલા

(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

અટવાયેલાં કાર્યો થોડી ગતિ પકડશે. તેના શુભફળની પ્રાપ્તિ આશા કરતા વધારે રહી શકે છે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યો પ્રત્યે તમારો રસ વધી શકે છે. કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવાથી તમને માનસિક શાતાનો અનુભવ થશે.કોઇ પાસેથી વધારે આશા ન રાખો. આશા તૂટવાથી મન નિરાશ રહી શકે છે. તમારા કાર્યોને જાતે જ પૂર્ણ કરવાની કોશિશ કરો. કલ્પનાઓમાં ન રહીને હકીકતમાં આવો અને જીવનની વાસ્તવિકતાને સમજો.આજે વ્યવસાયમાં કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાની જરૂરિયાત પડી શકે છે.પતિ-પત્નીનો એકબીજા સાથે યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.પેટને લગતી થોડી મુશ્કેલીઓ થઇ શકે છે.

વૃશ્ચિક

(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

પોતાની દિનચર્યામાં પોઝિટિવ વ્યવહાર રાખવો વિશ્વાસ અને આત્મબળને વધારે મજબૂત કરશે. અચાનક જ થોડા એવા લોકો સાથે સંપર્ક બનશે જે તમારી ઉન્નતિમાં પણ મદદગાર સાબિત થશે. ઘરના વડીલોનો સ્નેહ અને આશીર્વાદ રહેશે.કોઇપણ વાર્તાલાપ કરતી સમયે નકારાત્મક શબ્દોનો પ્રયોગ ન કરો. નહીંતર અકારણ જ કોઇ ઝઘડા જેવી સ્થિતિ બની શકે છે. તમારા મન ઉપર કામનો ભાર વધારે લેશો નહીં.સમય થોડો પ્રતિકૂળ છે.પ્રેમ સંબંધોમાં પારિવારિક મંજૂરી મળવાથી મન પ્રસન્ન રહી શકે છે.સ્વાસ્થ્ય સારું રહેશે.

ધન

(જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

આજે જીવનની ગાડી થોડી પાટા ઉપર આવશે. આર્થિક મામલે યોગ્ય પ્રકારે ઠોસ અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં સક્ષમ રહેશો. કામ વધારે રહેશે પરંતુ સાથે જ સફળતા પ્રાપ્ત થશે.થોડી નકારાત્મક પ્રવૃત્તિના લોકો સ્વાર્થની ભાવનાઓથી તમારી સાથે સંબંધ બનાવવાની કોશિશ કરશે. ઉતાવળમાં કોઇ નિર્ણય ન લેવો. ભાઇઓ સાથે કોઇ પ્રકારના મનમુટાવની સ્થિતિ ઊભી થઇ શકે છે.અનેક કાર્યોમાં ભાગ્ય તમને સહયોગ કરી શકે છે.દિવસભર કામ વધારે રહેવા છતાં પરિવાર સાથે સુખમય સમય પસાર કરશો.સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

મકર

(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

ઘણા સમય પછી કોઇ સારા સમાચાર મળવાથી મન વધારે પ્રસન્ન રહી શકે છે. તમારાં કાર્યોમાં પણ ધ્યાન આપી શકશો. કોઇ નજીકના સંબંધીની સમસ્યા ઉકેલવામાં પણ તમારી મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી શકે છે.ઓવર કોન્ફિન્ડેન્સ રાખશો નહીં. સમય પ્રમાણે આ વ્યવહારમાં પણ લચીલાપણું લાવવું જરૂરી છે. ક્યારેક મનમાં થોડી અનહોની જેવો ભય અનુભવ થઇ શકે છે. થોડો સમય અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ પસાર કરો.વેપારને લગતા કાર્યોનો વધારે પ્રચાર કરવાની જરૂરિયાત રહેશે.ઘર તથા પરિવરના લોકો વચ્ચે તમારી હાજરી બધાને સુખ આપી શકે છે.કોઇ જૂનો રોગ ફરી થવાની પરેશાની રહી શકે છે.

કુંભ

(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

પહેલાથી ચાલી રહેલો કોઇ પારિવારિક મતભેદ એકબીજા સાથે ચર્ચા-વિચારણા દ્વારા ઉકેલાઈ શકે છે. તમારા કાર્યોના પણ વખાણ થશે અને લોકપ્રિયતાનો પણ ગ્રાફ વધશે. ભાવનાત્મક રૂપથી તમે પોતાને સશક્ત અને ઊર્જાવાન અનુભવ કરશો.વિપરીત પરિસ્થિતિઓમાં તમે તમારું નિયંત્રણ રાખો. બધું જ વ્યવસ્થિત હોવા છતાં પણ તમે અજીબ નિરાશાનો સામનો કરી શકો છો. કોઇ કાર્યમાં મન લાગશે નહીં. પોઝિટિવ પ્રવૃત્તિના લોકો સાથે ફોન દ્વારા થોડો સમય પસાર કરો.વ્યવસાયમાં કોઇપણ ઠોસ નિર્ણય ખૂબ જ સમજી-વિચારીને જ લેવાની જરૂરિયાત છે.પારિવારિક સભ્યો સાથે તમારી ગતિવિધિઓની જાણકારી આપો.ખરાબ આદતો તથા ખરાબ સંગતથી દૂર રહો.

Read About Weather here

મીન

(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

વધારે કામ હોવા છતાં તમે પરિવાર તથા નજીકના સંબંધીઓ સાથે થોડો સમય પસાર કરશો. આ સમયે ભાવુકતાની જગ્યાએ પોતાની બુદ્ધિ અને ચતુરાઈનો ઉપયોગ કરો. યુવા વર્ગને પણ પોતાના કોઇ કાર્યની સફળતા મેળવવામાં કોઇ પ્રતિષ્ઠિત વ્યક્તિની મદદ મળી શકે છે.માનસિક સુખ-શાંતિ મેળવવા માટે અધ્યાત્મ અથવા મેડિટેશનની મદદ લેવી જ પડશે. ગુસ્સા અને જિદ્દ જેવો નકારાત્મક વ્યવહારના કારણે કોઇ સાથે સંબંધ ખરાબ પણ થઈ શકે છે. ઘરના વડીલોના માર્ગદર્શને ઇગ્નોર ન કરો.વ્યવસાયિક ગતિવિધિઓ થોડી અનુકૂળ રહી શકે છે.પતિ-પત્ની વચ્ચે થોડો વિવાદ શક્ય છે.નશાવાળા પદાર્થોથી દૂર રહો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here