મેષ
(જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)
ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. કોઈ ખાસ વ્યક્તિ દ્વારા સહયોગ મળવાથી પોતાને ભાવનાત્મક રીતે ઘણાં મજબૂત અનુભવ કરશો. યુવાઓ પોતાની મહેનત અને યોગ્યતા સાથે ટાર્ગેટ પ્રાપ્ત કરવામાં સફળ રહેશે.થોડા પારિવારિક વિવાદને લઈને ભાઈઓ વચ્ચે તણાવ ઊભો થઈ શકે છે. એકબીજા સાથે સંબંધોમાં અંતર વધે નહીં તેનું ધ્યાન રાખવું. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર અમલ કરો.કાર્યક્ષેત્રમાં હાલ સ્થિતિ યથાવત રહેશે.પારિવારિક સભ્યોનો સહયોગ ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખશે.તણાવ જેવી સ્થિતિ સામે તમારું રક્ષણ કરો.
Visit Saurashtra Kranti Homepage here
વૃષભ
(જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)
ફોન કે ઈમેલના માધ્યમથી કોઈ ખાસ જાણકારી મળશે જે તમારા માટે લાભદાયી સાબિત થશે. તમે તમારી પ્રતિભા અને ક્ષમતા દ્વારા દરેક પડકારનો સ્વીકાર કરશો. મહિલાઓ પોતાના કાર્યો પ્રત્યે જાગરૂત રહેશે.
ભાવુકતાની જગ્યાએ પ્રેક્ટિકલ તથા થોડા સ્વાર્થની ભાવનાઓ પોતાના સ્વભાવમાં લાવો. પરિચિત લોકો સાથે વ્યવહાર કરતી સમયે થોડું અંતર રાખવું જરૂરી છે. વ્યક્તિગત સમસ્યાઓ રહેશે. આ સમયે તણાવ લેવાની જગ્યાએ વિવેક અને ધૈર્ય સાથે કામ કરવું.પતિ-પત્ની વચ્ચે સુખ-શાંતિનું વાતાવરણ રહેશે.બેદરકારીના કારણે શરદી થઈ શકે છે.
મિથુન
(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)
સમય મિશ્રિત પ્રભાવ આપનાર રહેશે. અન્ય પાસેથી આશા રાખવાની જગ્યાએ પોતાના કાર્યોને અંજામ આપશો તો તમારા માટે વધારે યોગ્ય રહેશે. ઘરમાં કોઈ લગ્ન યોગ્ય સભ્યના સંબંધની વાત આગળ વધી શકે છે.
ખોટી ગતિવિધિઓમાં અપવ્યયની સ્થિતિ રહેશે. ક્યારેક આળસ અને મોજ-મસ્તીમાં સમય ખરાબ થવાથી તમે કોઈ મહત્ત્વપૂર્ણ સફળતા ગુમાવી શકો છો. કાર્યક્ષેત્રમાં ગતિવિધિઓ યથાવત રહેશે. કોઈ નવું કામ શરૂ કરતા પહેલાં ફરી વિચાર કરો.લગ્ન સંબંધોમાં સુકૂનભર્યું વાતાવરણ રહેશે.કસરત કરો તથા આયુર્વેદિક ઇલાજ કરો.
કર્ક
(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)
જો કોઈ તણાવ ચાલી રહ્યો છે તો વાતચીતના માધ્યમથી ચાલી રહેલાં અનેક વિવાદનો ઉકેલ મળી શકશે. કોઈ મહત્ત્વપૂર્ણ જાણકારી પણ પ્રાપ્ત થઈ શકે છે. પારિવારિક વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખવામાં તમે સફળ રહેશો.
કોઈ મિત્રની આર્થિક સમસ્યાઓમાં તેમની મદદ કરવી પડશે, પરંતુ તમારા બજેટનું પણ ધ્યાન રાખશો. કોઈપણ પરેશાનીમાં અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન અને સલાહ લેવી યોગ્ય રહેશે.વ્યવસાયિક કાર્યો માટે સમય અનુકૂળ રહેશે.પારિવારિક વાતાવરણ સુખદ અને સુખમય રહી શકે છે.સ્વાસ્થ્ય પ્રત્યે કોઈપણ પ્રકારની બેદરકારી ન કરો.
સિંહ
(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)
વર્તમાન ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. ધાર્મિક તથા અધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ રહેશે. જેથી તમે તમારી અંદર અદભૂત શાંતિ અને ઊર્જા અનુભવ કરશો. નાના મહેમાનની કિલકારીને લગતી શુભ સૂચના પણ મળી શકે છે.
તમારા સ્પર્ધીઓની ગતિવિધિઓથી સાવધાન રહો. યુવાઓ પોતાના પ્રોજેક્ટને લઈને મન પ્રમાણે પરિણામ ન મળવાથી તણાવ ન લે. કોઈની ખોટી સલાહ તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે.વેપારમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.પતિ-પત્ની વચ્ચે મીઠો વિવાદ થઈ શકે છે.કોઈ દુઃખદ સમાચાર મળવાથી મન નિરાશ રહી શકે છે.
કન્યા
(જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)
તમે તમારી દિનચર્યામાં જે પરિવર્તન કર્યું છે, તેનાથી તમે ઘણું પોઝિટિવ અનુભવ કરશો. પોતાની સમજણ દ્વારા લેવામાં આવેલ નિર્ણયનું યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થશે. કોઈની પરેશાનીમાં વચ્ચે દખલ ન કરો. તેનાથી સંબંધ ખરાબ થઈ શકે છે. કોઈ સાથે પણ ઉધારીનો મામલો રાખશો નહીં. આ સમયે વધારે મેલજોલ પણ રાખવું યોગ્ય નથી.કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ અને વર્ચસ્વ જળવાયેલું રહેશે.પતિ-પત્ની એકબીજા સાથે તાલમેલ દ્વારા ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખશે.સ્વાસ્થ્ય ઠીક રહેશે.
તુલા
(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)
ફાયનાન્સને લગતી ચિંતા દૂર થવાથી તણાવ દૂર થશે તથા જીવન પ્રત્યે પોઝિટિવ દૃષ્ટિકોણ પણ બનશે. અચાનક જ કોઈ એવા વ્યક્તિ સાથે સંપર્ક બનશે જે તમારા માટે લાભદાયક સાબિત થશે.ઉતાવળમાં કોઈપણ નિર્ણય લેશો નહીં. ધ્યાન રાખો કે થોડા લોકો ઈર્ષ્યાની ભાવનાના કારણે માનહાનિ કે અફવાહ ફેલાવવા જેવી ગતિવિધિ કરી શકે છે. તમારી વ્યાપારિક ગતિવિધિઓને સીક્રેટ રાખવી જરૂરી છે.ઘરમાં સુખ-શાંતિપૂર્ણ વાતાવરણ રહી શકે છે.વાહન સાવધાની સાથે ચલાવો.
વૃશ્ચિક
(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)
આજે પરિવારમાં ભવિષ્યને લગતી કોઈ યોજના ઉપર કામ થશે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી ભાગદોડથી પણ રાહત મળી શકે છે. ઘરના વડીલોના અનુભવો તથા સલાહનું પણ પાલન કરો.પારિવારિક તથા વ્યક્તિગત શોપિંગ કરતી સમયે તમારા બજેટનું ધ્યાન રાખો. રિસ્ક પ્રવૃત્તિના કાર્યોથી દૂર રહો. નુકસાન થઈ શકે છે. સાવધાન રહો, પાડોસીઓ સાથે કોઈ નાની વાતને લઈને વિવાદ થઈ શકે છે.વ્યવસાયિક નિર્ણય લેતી સમયે કોઈ અનુભવી વ્યક્તિ પાસેથી સલાહ લો.જીવનસાથી તથા પરિવારના લોકો સાથે સુખદ સમય પસાર થશે.ગેસ એસિડિટી જેવી સમસ્યા પરેશાન કરી શકે છે.
ધન
(જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)
કોઈ અનુભવી અને ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત થવાથી તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન આવશે. છેલ્લાં થોડા સમયથી જે કામને લઈને કોશિશ કરી રહ્યા હતાં, હવે તેમાં શુભ પરિણામ મળી શકે છે.કોઈપણ નવું રોકાણ કરતા પહેલાં તેના લાભ હાનિવને લગતી યોગ્ય જાણકારી પ્રાપ્ત કરી લો. કેમ કે આ સમયે નુકસાન થવાની સ્થિતિ બની રહી છે. થણાવ લેવાની જગ્યાએ ધૈર્ય અને સંયમ જાળવી રાખો.વેપારમાં કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા માટે સમય અનુકૂળ નથી.પતિ-પત્ની ઘરની વ્યવસ્થાને લઈને થોડા પરેશાન રહેશે.
સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.
મકર
(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)
આ સમયે પોઝિટિવ પરિસ્થિતિઓ બની રહી છે. તમારા નિર્ણય ઉત્તમ રહેશે તથા પોતાની સાથે-સાથે પરિવારના લોકોનું પણ મનોબળ જાળવી રાખશો. અચાનક જ કોઈ એવા વ્યક્તિ સાથે મુલાકાત થશે જે તમારી ઉન્નતિમાં મદદગાર રહેશે.જો તણાવ કે વિઘ્ન જેવી સ્થિતિ બને ત્યારે થોડો સમય એકાંતમાં પસાર કરો. કોઈ નજીકના વ્યક્તિને લગતી કોઈ અપ્રિય ઘટના ઘટવાથી મન નિરાશ રહી શકે છે.મીડિયા તથા ઇન્ટરનેટને લગતા કાર્યોમાં ખાસ સફળતા પ્રાપ્ત થઈ શકે છે.પતિ-પત્ની એકબીજાના તાલમેલ દ્વારા ઘરની કોઈ સમસ્યાનો ઉકેલ શોધવામાં સક્ષમ રહેશે.સ્વાસ્થ્ય ઠીક રહેશે.
કુંભ
(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)
આ સમયે ગ્રહ ગોચર અનુકૂળ છે. આ સમયનો સદુપયોગ કરો. ઘરના કોઈ લગ્ન યોગ્ય સભ્ય માટે ઉત્તમ સંબંધ આવે તેવી શક્યતા છે. વિદ્યાર્થી વર્ગ પોતાના અભ્યાસ પ્રત્યે એકાગ્ર રહે.કોઈની ખોટી સલાહ ઉપર અમલ કરવું તમારા માટે નુકસાનદાયી રહેશે. હ્રદયની જગ્યાએ દિમાગથી કામ લેવું. નવા સંપર્ક સ્થાપિત કરતા પહેલાં વિચાર કરી લો.વેપારને લગતી નાની-મોટી ભૂલો થઈ શકે છે.ઘરનું વાતાવણ સુખમય રહી શકે છે.વર્તમાન વાતાવરણ અને પોલ્યૂશન સામે તમારું રક્ષણ કરો.
Read About Weather here
મીન
(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)
વ્યક્તિગત કાર્યોમાં વ્યસ્ત રહી શકો છો પરંતુ તમે તમારા રસના કાર્યોમાં પણ થોડો સમય પસાર કરો. તેનાથી તમે પોતાને પોઝિટિવ અને ઊર્જાવાન અનુભવ કરશો.ફાયનાન્સને લગતી ગતિવિધિઓમાં થોડી ભૂલ થઈ શકે છે એટલે સાવધાન રહો. યુવાઓનો મિત્રો સાથે કોઈ મતભેદ થવાથી વિવાદની સ્થિતિ બની શકે છે. જેના કારણે માનહાનિ પણ શક્ય છે.વેપારને લગતી થોડી સફળતા પ્રાપ્ત થઈ શકે છે.કામનો ભાર હોવા છતાંય તમે પરિવારના લોકોની સાથે સમય પસાર કરી શકશો.સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here