આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર

મેષ

(જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

આજના દિવસની શરૂઆત સારી થશે. સમાન વિચારધારાના લોકોને મળવાથી નવી ઊર્જા પ્રાપ્ત થશે. લક્ષ્ય પ્રાપ્તિ માટે કોઇ નજીકના સંબંધીનો પણ સહયોગ પ્રાપ્ત થશે. જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓનો રસ વધશે.આજે દિવસના બીજા ભાગમાં એવો અનુભવ થશે જાણે પરિસ્થિતિઓ તમારા હાથમાંથી સરકી રહી છે. આર્થિક સ્થિતિઓમાં થોડી ડગમગાઈ આવી શકે છે, જેથી પરેશાન રહેશો. આ સમયે ધૈર્ય અને સંયમ રાખવો જ યોગ્ય છે.।ભાગ્ય અને ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે.પારિવારિક જીવનમાં કોઇ પ્રકારની ગેરસમજને કારણે વિવાદ થઇ શકે છે. ગળામાં કોઇ પ્રકારનું ઇન્ફેક્શન થઇ શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

વૃષભ

(જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

આજના દિવસની શરૂઆત સારી થશે. સમાન વિચારધારાના લોકોને મળવાથી નવી ઊર્જા પ્રાપ્ત થશે. લક્ષ્ય પ્રાપ્તિ માટે કોઇ નજીકના સંબંધીનો પણ સહયોગ પ્રાપ્ત થશે. જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓનો રસ વધશે.આજે દિવસના બીજા ભાગમાં એવો અનુભવ થશે જાણે પરિસ્થિતિઓ તમારા હાથમાંથી સરકી રહી છે. આર્થિક સ્થિતિઓમાં થોડી ડગમગાઈ આવી શકે છે, જેથી પરેશાન રહેશો. આ સમયે ધૈર્ય અને સંયમ રાખવો જ યોગ્ય છે.ભાગ્ય અને ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે.પારિવારિક જીવનમાં કોઇ પ્રકારની ગેરસમજને કારણે વિવાદ થઇ શકે છે.ગળામાં કોઇ પ્રકારનું ઇન્ફેક્શન થઇ શકે છે.

મિથુન

અધ્યાત્મક તથા થોડાં રહસ્યને જાણવા પ્રત્યે તમારો રસ વધશે. તમને ઉત્તમ જાણકારી પણ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિને મજબૂત જાળવી રાખવાની કોશિશ પણ તમે કરશો. પ્રોપર્ટીના વેચાણને લગતાં કાર્યોમાં યોગ્ય લાભની સંભાવના છે.તમારો ખૂબ જ વધારે અનુશાસિત વ્યવહાર પરિવારજનો માટે પરેશાની ઊભી કરી શકે છે, એટલે તમારા વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવાની જરૂરિયાત છે.આજે મોટા ભાગનો સમય માર્કેટિંગ તથા બહારની ગતિવિધિઓને પૂર્ણ કરવામાં પસાર કરો.કોઇ અન્ય વ્યક્તિને કારણે લગ્નજીવનમાં તણાવ ઊભો થઇ શકે છે.કોઇ જૂની સ્વાસ્થ્યને લગતી સમસ્યાથી રાહત મળી શકે છે.

કર્ક

(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

ખોટી ગતિવિધિઓથી ધ્યાન હટાવીને આત્મ અવલોકન કરવાની કોશિશ કરો, જેનાથી તમને ખૂબ જ વધારે શાંતિ અને તણાવથી મુક્તિ મળી શકે છે. પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત કરવા તથા સામાજિક સક્રિયતા વધારવાથી તમને સારી સફળતા પ્રાપ્ત થશે.કોઇ ને કોઇ સમયે વધારે વિચાર કરવાથી થોડી ઉપલબ્ધિઓ હાથમાંથી સરકી શકે છે, એટલે તરત નિર્ણય લઇને કામ શરૂ કરો. યુવા વર્ગને કોઇ કારણોસર કરિયરને લગતી યોજનાઓને હાલ ટાળવી પડી શકે છે.તમારા વ્યવહારને વધારવા માટે કોઇ નવા કામની શરૂઆત કરવા માટે સમય ઉત્તમ છે.લગ્નજીવન મધુર રહેશે.છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્યને લગતી મુશ્કેલીઓથી રાહત મળી શકે છે.

સિંહ

(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

અન્યની ભૂલોને માફ કરવી તથા સંબંધોને સહજ જાળવી રાખવા આ રાશિના લોકોની વિશેષતા છે. તમારું પરિવાર તથા સમાજમાં વર્ચસ્વ જળવાયેલું રહેશે. કોઇપણ કાર્ય કરતાં પહેલાં એની રૂપરેખા બનાવીને જ એને અમલમાં મૂકો.બહારની ગતિવિધિઓમાં વધારે સમય પસાર કરવાથી તમારાં પોતાનાં વ્યક્તિગત કામ અટકી જશે. બાળકો પર વધારે રોક-ટોક ન લગાવો. આવું કરવાથી ઘરની વ્યવસ્થા ખરાબ થઇ શકે છે.જૂની પ્રોપર્ટીના વેચાણને લગતા વ્યવસાયમાં મહત્ત્વપૂર્ણ ડીલ થવી શક્ય છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક વાતાવરણ રહેશે.ગેસ અને કબજિયાતની મુશ્કેલીઓથી પરેશાન રહેશો.

કન્યા

(જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

આજે તમારાં કાર્યોને ઉતાવળની જગ્યાએ સહજ રીતે સમજી-વિચારીને પૂર્ણ કરવાની કોશિશ કરો. એનાથી તમારા કાર્ય સુગમતાથી પૂર્ણ થઇ જશે. કોઇ અટવાયેલા રૂપિયા પણ પાછા મળી શકે છે, એટલે કોશિશ કરતા રહો.કોઇ-કોઇ સમયે ઉતાવળ અને બેદરકારીને કારણે થોડાં કામ અધૂરાં રહી શકે છે. ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખવા માટે કઠોર નિર્ણય લેશો નહીં. ધૈર્યપૂર્વક સમસ્યાઓને ઉકેલવાની કોશિશ કરો.આ સમયે વર્તમાન ગતિવિધિઓ પર વધારે ધ્યાન કેન્દ્રિત રાખો.પતિ-પત્ની વચ્ચે કોઇ મુદ્દાને લઇને વિવાદ થઇ શકે છે.ઉધરસ, તાવ જેવી પરેશાની વધવા દેશો નહીં.

તુલા

(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

જો કોઇ રાજકીય કામ અટવાયેલાં છે, તો આજે તેને પૂર્ણ કરવાનો યોગ્ય સમય છે. છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી તમારી કોશિશમાં સફળતા મળશે. ઘરેલુ તથા કામકાજી મહિલાઓ પોતાના ઘર-પરિવારની જવાબદારીઓને યોગ્ય રીતે નિભાવવામાં સક્ષમ રહેશે.નકારાત્મક પ્રવૃત્તિના થોડા લોકો તમારી આલોચના કે નિંદા કરશે, પરંતુ ચિંતા ન કરો, તમારું અહિત થશે નહીં. આર્થિક સ્થિતિઓમાં કોઇ પ્રકારની ભાગદોડ રહી શકે છે.જો કોઇ વ્યાવસાયિક કામ અટવાયેલું છે તો આજે એનો ઉકેલ લાવવાનો યોગ્ય સમય છે.પતિ-પત્ની વચ્ચે વૈચારિક મતભેદ ઊભા થઇ શકે છે.સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું જરૂરી છે.

વૃશ્ચિક

(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

આજે મોટા ભાગનો સમય પરિવારની જવાબદારીને પૂર્ણ કરવામાં પસાર થશે. આધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારો રસ વધશે અને તમને માનસિક શુકન પ્રાપ્ત થશે.નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી અંતર જાળવી રાખો. બેંકિંગ કાર્યોમાં કોઇ વાતની મુશ્કેલીઓ આવવાને કારણે મનમાં ગભરામણ થઇ શકે છે. આર્થિક મામલે થોડી સાવધાની જાળવવી.વ્યાવસાયિક વ્યવસ્થામાં સુધારો આવશે. મોટા ભાગનાં કામ સમયે પૂર્ણ પણ થઇ શકે છે.ઘરનું વાતાવરણ પોઝિટિવ રહેશે.વધારે કામની અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે.

ધન

(જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

ઘરમાં નજીકના લોકો આવવાથી મનોરંજન અને ઉત્સાહભર્યું વાતાવરણ રહેશે. કોઇ ધાર્મિક આયોજનનો પ્રોગ્રામ પણ બની શકે છે. આ સમયે પ્રોપર્ટીને લગતી ખરીદદારી કે વેચાણની યોજના બની રહી છે તો એના પર અમલ કરવા માટે યોગ્ય સમય છે.અજાણ લોકો પર વધારે વિશ્વાસ ન કરો. તમારી સાથે દગાબાજી થઇ શકે છે. તમારી યોજનાઓ અને ગતિવિધિઓને કોઇ સામે જાહેર ન કરો, સાથે જ એવું પણ ધ્યાન રાખો કે આળસ કરવાથી અનેક અવસર હાથમાંથી સરકી શકે છે.વર્તમાન સમય સફળતાનો છે. આ સમયે તમે તમારી સંપૂર્ણ મહેનત અને ઊર્જા દ્વારા તમારાં કાર્યોમાં લગાવો.તમારા કોઇપણ કામમાં જીવનસાથી કે પારિવારિક લોકોની સલાહ લેવી તમારા માટે લાભદાયક રહેશે.શરદી વધવાને કારણે છાતીમાં દુખાવો થઇ શકે છે.

મકર

(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

આજે ગ્રહ સ્થિતિ ખૂબ જ સંતોષજનક છે. છેલ્લા થોડા સમયથી જે લોકો તમારી વિરુદ્ધ હતા તેઓ આજે તમારા પક્ષમાં આવી જશે. બાળકોને લગતાં કાર્યો શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઇ જશે. આ સમયે તમારી પ્રતિભાને ઓળખો અને પૂર્ણ ઊર્જા સાથે તમારી દિનચર્યા અને કાર્યપ્રણાલી પર ધ્યાન કેન્દ્રિત રાખો.આ વાતનું પણ ધ્યાન રાખો કે તમારા સરળ સ્વભાવનો થોડો લોકો ફાયદો પણ ઉઠાવી શકે છે. અન્યના મામલાઓનો ઉકેલ લાવવાના ચક્કરમાં થોડા લાભદાયક અવસર હાથમાંથી સરકી શકે છે. આજે ઓફિસમાં કોઇ પ્રકારના ઝઘડાની સ્થિતિ ઊભી થઇ શકે છે.તમારી સમસ્યાઓને ઉકેલવામાં જીવનસાથી તથા પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ રહેશે.બદલાતા વાતાવરણમાં તમારું ધ્યાન રાખો.

કુંભ

(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

અચાનક જ કોઇ વ્યક્તિ સાથે મુલાકાત ઉન્નતિનો અવસર લાવશે. લાભદાયક મુદ્દા પર ચર્ચા-વિચારણા થશે. કોઇ ધાર્મિક સંસ્થા સાથે તેમની ગતિવિધિઓમાં સહયોગ કરવો તમારા માન-સન્માનને વધારશે.તમારાં વ્યક્તિગત કાર્યોમાં કોઇ બહારની વ્યક્તિને સામેલ ન કરો. કોઇપણ યોજના બનાવતાં પહેલાં એના અંગે ફરી વિચાર કરવો પણ જરૂરી છે. આ સમયે વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.પાર્ટનરશિપને લગતા વ્યવસાયમાં કાર્યને લગતી નીતિઓ અંગે ફેરફારને લગતી યોજનાઓ બનશે.પતિ-પત્નીના સંબંધ ઉત્તમ જળવાયેલા રહેશે.આ સમયે સર્વાઇકલને લગતી સમસ્યા પરેશાન કરી શકે છે.

Read About Weather here

મીન

(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

આ સમય પ્રોપર્ટી કે અન્ય કોઇ અટવાયેલાં કામ રાજનૈતિક વ્યક્તિ દ્વારા ઉકેલાઇ શકે છે. સામાજિક સીમા પણ વધશે. તમે તમારા ફિટનેસને લઇને પણ ગંભીર રહેશો.તમારાં બનતાં કાર્યોમાં મોટે ભાગે મુશ્કેલીઓ આવી જવાનું કારણ તમારી આળસ અને બેદરકારી રહેશે. તમારા આ અવગુણો પર પ્રતિબંધ લાગશે.કાર્યક્ષેત્રમાં તમારી હાજરી તથા એકાગ્રતા અતિ જરૂરી છે.કોઇ જૂના મિત્ર સાથે મુલાકાત થઇ શકે છે.સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here