આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર પર

મેષ

(જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

સોમવાર, 13 ડિસેમ્બર 2021

આજે કોઈ સરકારી કે વ્યક્તિગત મામલો સરળતાથી ઉકેલાઈ જશે. જેથી મન પ્રસન્ન રહેશે. પરિવારમાં સુખ-શાંતિ તમારી પ્રાથમિકતા રહેશે. બાળકોના અભ્યાસ કે કરિયરને લઈને ચાલી રહેલી ચિંતા પણ વધશે.અચાનક જ કોઈ એવો ખર્ચ સામે આવી શકે છે જેના ઉપર કાપ મુકવો શક્ય રહેશે નહીં. જેના કારણે બજેટ ખરાબ થઈ શકે છે.

સામાજિક ગતિવિધિઓમાં કામ કરતી સમયે નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો.વેપારમાં નવી સફળતા તમારી રાહ જોઈ રહી છે.લગ્નજીવન સુખમય રહી શકે છે.ઉધરસના કારણે પરેશાન રહી શકો છો.

Visit Saurashtra Kranti Homepage here

આજના રાશિફળ પર એક નજર પર

વૃષભ

(જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

કોઈ ખાસ મુદ્દો એકબીજાની સહમતિ સાથે ઉકેલાઈ શકે છે. સમય રહેતા જૂના મતભેદો તથા ગેરસમજને ઉકેલી લેશો. પ્રોફેશનલ સ્ટડી માટે કોશિશ કરતા વિદ્યાર્થીઓને સફળતા મળવાની શક્યતા છે.ખાસ કાર્યમાં વિઘ્ન આવી જવાથી કોઈ મિત્ર ઉપર શંકા થઈ શકે છે. આ માત્ર તમારી શંકા જ રહેશે. અજાણ્યા લોકો સાથે વધારે સંપર્ક વધારશો નહીં. કોઈ બહારના વ્યક્તિની દખલ તમારા પરિવાર ઉપર થવા દેશો નહીં.વેપારમાં થોડા પડકારનો સામનો કરવો પડી શકે છે.જીવનસાથીના સ્વાસ્થ્યમાં થોડો ઉતાર-ચઢાવ રહેશે.

વધારે મહેનત અને પરિશ્રમના કારણે તમારું સ્વાસ્થ્ય થોડું નરમ રહી શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

મિથુન

(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

થોડો સમય પરિવારના લોકો સાથે પસાર કરવો અને વાર્તાલાપ કરવાથી કોઈ સમસ્યાનો ઉકેલ શોધો. સાથે જ કોઈ ખાસ મુદ્દા અંગે ચર્ચા-વિચારણાં થઈ શકે છે. ભાઈઓ તથા સંબંધીઓ વચ્ચે ચાલી રહેલો વિવાદ કોઈની દખલ દ્વારા ઉકેલાઈ શકે છે.વાદ-વિવાદની સ્થિતિ એકબીજા સાથેના તણાવને વધારે નહીં તેનું ધ્યાન રાખવું. અનેક મામલે ધીરજ અને ધૈર્ય રાખવું જરૂરી છે. ગુસ્સા અને ઉતાવળના કારણે પરિસ્થિતિઓ ખરાબ થઈ શકે છે. વ્યવસાયિક કાર્યોમાં કોઈને કોઈ પરેશાની રહી શકે છે.ઘર-પરિવાર તથા કારોબારની વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે. થાક અને તણાવનો ખરાબ પ્રભાવ સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

કર્ક

(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

સંતાનને લગતું કોઈ ખાસ કામ પૂર્ણ થવાથી રાહત મળશે. પરિવારના સભ્યના લગ્નને લઈને સારો સંબંધ આવી શકે છે. વ્યક્તિગત કાર્યો પ્રત્યે પૂર્ણ ધ્યાન આપો. આ સમયે સફળતા મળવાના પૂર્ણ યોગ છે.રૂપિયા-પૈસાના મામલે કોઈના ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો. સાથે જ ખોટા ખર્ચ ઉપર કાપ મુકો. વિદ્યાર્થીઓ તથા યુવાઓએ પોતાના કરિયરને લગતી ગતિવિધિઓમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.વેપારમાં વિસ્તારને લગતી યોજના ઉપર ગંભીરતા સાથે કામ કરો.પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલી ગેરસમજ તથા મતભેદ દૂર થશે.યાત્રા દરમિયાન પોતાના ખાન-પાન અને દિનચર્યાને વ્યવસ્થિત રાખો.

આજના રાશિફળ પર એક નજર પર

સિંહ

(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓથી રાહત મળશે. અચાનક જ તમને કોઈ જગ્યાએથી સહયોગ અને યોગ્ય સલાહ પણ પ્રાપ્ત થશે. વિદેશ જવા માટે કોશિશ કરી રહેલાં યુવાઓને સફળતા મળી શકે છે.વ્યવસાયિક ઉથલપાથલ તથા આર્થિક મંદીના કારણે પરિવારના સભ્યોમાં ખર્ચમાં કાપ મુકવો પડી શકે છે. આ સમયે કોઈપણ પ્રકારનું દેવુ લેશો નહીં. કેમ કે તેના કારણે સંબંધ ખરાબ થઈ શકે છે.વ્યવસાયમાં ખૂબ જ સાદગી તથા ગંભીરતા સાથે કામ કરવાની જરૂરિયાત છે.પતિ-પત્ની વચ્ચે સંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

કન્યા

(જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

પરિવારના સભ્યોને તમારી પાસેથી થોડી અપેક્ષાઓ રહેશે અને તેને પૂર્ણ કરવામાં તમે સમર્થ પણ રહેશો. આર્થિક ગતિવિધિઓને વ્યવસ્થિત કરવા માટે સમય અનુકૂળ છે. થોડા લોકો તમારી ગતિવિધિઓનો ફાયદો ઉઠાવી શકે છે. તમારી ગતિવિધિઓને સીક્રેટ રાખો તો સારું રહેશે. સંબંધીઓ સાથે ધનને લગતી લેવડ-દેવડ કરતી સમયે ધ્યાન રાખો કે સંબંધોમાં ખટાસ ન આવે. વ્યવસાયને લઈને તમારી કોઈ કાર્યપ્રણાલી લાભદાયી સાબિત થઈ શકે છે.લગ્નજીવન પ્રેમ પૂર્ણ રહેશે.

નકારાત્મક પ્રવૃત્તિના લોકો તથા વ્યસનથી દૂર રહો

આજના રાશિફળ પર એક નજર પર

તુલા

(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

ફોન કોલના માધ્યમથી કોઈ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. જેના ઉપર તરત અમલ કરવો યોગ્ય રહેશે. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ સમય પસાર થશે. કોઈપણ પ્રકારની ભવિષ્યને લગતી યોજના બનાવતી સમયે તમારા નિર્ણયને પ્રાથમિકતા આપો. અન્ય લોકો ઉપર વિશ્વાસ કરવો નુકસાનદાયી સાબિત થઈ શકે છે.પેમેન્ટ કે ઉધાર આપેલાં રૂપિયા આજે પાછા મળી શકે છે.જીવનસાથીનો સહયોગ હંમેશાં તમારા ફાયદા માટે સાબિત થશે.માઇગ્રેનનો દુખાવો રહી શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

વૃશ્ચિક

(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

ખોટી ગતિવિધિઓમાં ધ્યાન ન આપીને પોતાના વ્યક્તિગત કાર્યો ઉપર ફોકસ રાખો. લાંબા સમયથી ચાલી રહેલી કોઈ ચિંતા અને તણાવમાંથી રાહત મળી શકે છે. કામને કરતા પહેલાં તેના પોઝિટિવ અને નેગેટિવ સ્તર અંગે વિચાર કરો.આ સમયે જમીનની ખરીદદારીને લગતા કાર્યોમાં વધારે લાભની આશા ન રાખો. વધારે મેળવવાની ઇચ્છામાં નુકસાન પણ થઈ શકે છે. ગુસ્સાના કારણે પરિસ્થિતિ ખરાબ પણ થઈ શકે છે.વેપારમાં વિસ્તારને લગતી યોજનાઓ શરૂ કરવા માટે સમય યોગ્ય છે.

લગ્નજીવન સુખમય રહેશે.તમારી નિયમિત તપાસ કરાવતા રહો.

આજના રાશિફળ પર એક નજર પર

ધન

(જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

આજના દિવસનો મોટાભાગનો સમય ઘર-પરિવારને લગતા કાર્યોમાં પસાર થઈ શકે છે. ધાર્મિક સંસ્થાને લગતા કાર્યોમાં પણ તમારું યોગદાન રહેશે. તમારા માન-સન્માનમાં પણ વધારો થઈ શકે છે.આળસને તમારા ઉપર હાવી થવા દેશો નહીં. ક્યારેક તમારો શંકાવાળો સ્વભાવ તમારા તથા અન્ય લોકો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. એટલે સમય પ્રમાણે તમારા વ્યવહારમાં પરિવર્તન લાવો.

તમારી યોજનાઓ અને ગતિવિધિઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નવા કામની પણ શરૂઆત થશે. નોકરિયાત લોકો પોતાના બોસ તથા ઓફિસર સાથે સંબંધ મધુર રાખશે.પરિવાર સાથે મનોરંજનમાં સમય પસાર થશે.વધારે પોલ્યૂશન તથા ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળો.

આજના રાશિફળ પર એક નજર પર

મકર

(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

કોઈ નજીકના સંબંધીની સમસ્યામાં તેમનું સમાધાન કરવામાં તમારું ખાસ યોગદાન રહેશે. તમારી ચતુરાઈ અને યોગ્યતાના વખાણ થશે. આજે તમને કોઈ શુભ સૂચના મળી શકે છે.થોડા લોકો તમારા માટે વિઘ્ન પેદા કરી શકે છે. એટલે તેમન વાતોમાં આવશો નહીં. આ સમયે કામકાજ તથા પારિવારિક જવાબદારીઓ વચ્ચે તાલમેલ જાળવવો જરૂરી રહેશે.પાર્ટનરશિપને લગતા વેપારમાં એકબીજા સાથે તાલમેલ રહેશે.પતિ-પત્ની વચ્ચે ઘરની વ્યવસ્થાને લઈને વિવાદ થઈ શકે છે.સ્વાસ્થ્યમાં કોઈપણ પ્રકારની પરેશાની રહેશે નહીં.

આજના રાશિફળ પર એક નજર પર

કુંભ

(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

પરિવાર સાથે મનોરંજન અનો શોપિંગ જેવી ગતિવિધિઓમાં સુખમય સમય

પસાર થશે. તમારા દ્વારા લેવામાં આવેલ કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય વખાણવા લાયક રહેશે.આર્થિક પરિપ્રેક્ષ્યમાં ખાસ પોઝિટિવ પરિણામ મળશે નહીં. જેના કારણે થોડું ચીડિયાપણું અને નિરાશા જેવી ફીલિંગ રહેશે. સંબંધીઓ સાથે કોઈપણ પ્રકારના પણ સહયોગની આશા ન રાખો.

વેપારમાં એડવાન્સ ટેક્નોલોજીને લગતી યોજનાઓની જાણકારી મળશે.પતિ-પત્ની એકબીજા દ્વારા કોઈ સમસ્યાનો ઉકેલ શોધવામાં સક્ષમ રહેશો.

પેટ ખરાબ થવાના કારણે અસહજ અનુભવ કરશો.

Read About Weather here

આજના રાશિફળ પર એક નજર પર

મીન

(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

ઘરની સાફ-સફાઈ તથા અન્ય કાર્યોમાં સમય પસાર થશે. તમારા પ્રિય વ્યક્તિ સાથે બેસીને તમારા અનુભવો વ્યક્ત કરો. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો તમારી પરેશાનીઓનો ઉકેલ શોધશે.પાડોસીઓ સાથે કોઈ વાતને લઈને વિવાદ ઊભો થઈ શકે છે. અન્ય લોકોના મામલે દખલ ન કરો. કોઈ ગાઢ મિત્રને લગતા અપ્રિય સમાચાર મળવાથી મન નિરાશ રહેશે.વેપારને લગતા કોઈ પ્રોજેક્ટને લઈને સમસ્યા સામે આવી શકે છે.પતિ-પત્ની એકબીજાના તાલમેલ દ્વારા યોગ્ય વ્યવસ્થા બનાવીને રાખશો.રિસ્ક પ્રવૃતિના કાર્યોથી દૂર રહો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here