આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર

મેષ

(જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

છેલ્લાં થોડા સમયથી કોઇ સાથે ચાલી રહેલાં ખરાબ સંબંધોમાં સુધાર આવશે. ઘરની સુખ-સુવિધાઓને લગતાં કાર્યોમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. આ સમયે આર્થિક સ્થિતિ પણ યોગ્ય રહેશે. ભવિષ્યને લગતા રોકાણ માટે સમય ઉત્તમ છે.બાળકને લગતાં થોડા કાર્યોમાં ખર્ચ વધારે રહેશે. તમારી ભાવુકતા જેવા સ્વભાવ ઉપર નિયંત્રણ રાખો નહીંતર થોડાં લોકો તમારો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. બપોર પછી ગ્રહ સ્થિતિઓ થોડી વિપરીત રહેશે.આ સમયે તમારા વ્યવસાયમાં માત્ર વર્તમાન ગતિવિધિઓ ઉપર જ ધ્યાન આપો.ઘરમાં અનુશાસિત તથા વ્યવસ્થિત વાતાવરણ જળવાયેલું રહેશે.વધારે કામના કારણે પગમાં થાક અને સોજા જેવી સમસ્યા રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

વૃષભ

(જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

આ સમયે થોડી સામાજિક તથા ધાર્મિક સંસ્થાઓ પ્રત્યે તમારુ યોગદાન સમાજમાં તમને નવી ઓળખ આપશે. કોઇ પારિવારિક મુદ્દામાં પણ તમારી હાજરી વિશેષ રૂપથી મહત્ત્વપૂર્ણ રહેશે.ધ્યાન રાખો કે કોઇ નજીકના સંબંધીના કારણે ધનની હાનિ થવાની સંભાવના છે. લેવડ-દેવડ કરતી સમયે બેદરકારી ન કરો. ઘરના વડીલોના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂરિયાત છે.કાર્યક્ષેત્રમાં આવકના સાધનોમાં વધારો થશે.પરિવારમાં સુખમય વાતાવરણ રહેશે.દૂષિત પાણી અને ખાનપાનના કારણે પેટ ખરાબ થઇ શકે છે.

મિથુન

(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

તમારો મોટાભાગનો સમય તમારા વ્યક્તિત્વને વધારે સારો જાળવી રાખવામાં પસાર થશે. વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રમાણે જ નોકરી મળવાથી ચિંતા દૂર થશે. ધર્મ-કર્મ તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં તમારો રસ વધશે.આ સમયે ધનના લેવડ-દેવડને લગતું નુકસાન થવાની સ્થિતિ બની રહી છે. જેના કારણે તણાવ અને ચીડિયાપણું રહેશે. તમારી અધિકારપૂર્ણ વાણી અન્યને નિરાશ કરી શકે છે.આજે કોઇપણ નવું કામ શરૂ ન કરો તો સારું રહેશે.આર્થિક પરેશાનીને લઇને પતિ-પત્ની વચ્ચે થોડો તણાવ રહેશે.માનસિક તણાવના કારણે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની સમસ્યા રહેશે.

કર્ક

(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

આજે પરિવાર સાથે ઘરની સજાવટને લગતી વસ્તુઓની ખરીદારીમાં સારો સમય પસાર થશે. બધા સભ્યો વચ્ચે હાસ-પરિહાસ તથા મનોરંજનભર્યું વાતાવરણ જળવાયેલું રહેશે.તમારા વિરોધીઓની ગતિવિધિઓને નજરઅંદાજ ન કરો, તમે કોઇ ષડયંત્ર કે ગેરસમજના શિકાર થઇ શકો છો. કોઇ સંબંધી કે મિત્ર સાથે પણ વિવાદ થવાના કારણે મન નિરાશ રહેશે.વ્યવસાયમાં ધનને લગતાં મામલાઓ તથા યોજનાને શરૂ કરવા માટે સમય સારો છે.ઘરનું વાતાવરણ સુખમય અને વ્યવસ્થિત જળવાયેલું રહેશે.શારીરિક અને માનસિક થાકના કારણે તણાવ અને નબળાઇ રહેશે.

સિંહ

(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

તમારું પ્રભાવશાળી તથા મહત્ત્વપૂર્ણ લોકો વચ્ચે થોડો સમય પસાર કરવું તમારા આત્મબળ અને કાર્યક્ષમતામાં વધારો કરશે. તમારી પ્રભાવશાળી વાણી પણ અન્ય ઉપર સારી છાપ છોડશે.ક્યારેક એવું પ્રતીત થઇ શકે છે કે ભાગ્ય તમને સાથ આપી રહ્યું નથી. જેના કારણે તમારા આત્મવિશ્વાસમાં ઘટાડો આવી શકે છે. આજે લાભના સ્ત્રોત ઓછા રહેશે.મશીન તથા ખાનપાનને લગતાં વ્યવસાયમાં સારા કરાર પ્રાપ્ત થઇ શકે છે.પતિ-પત્ની વચ્ચે અકારણ જ થોડો મનમુટાવ થઇ શકે છે.આ સમયે ભૂખ ન લાગવી અને અપચાની સ્થિતિ રહેશે.

કન્યા

(જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

તમારા ઉત્તમ વ્યક્તિત્વ તથા પ્રભાવશાળી વાણીના પ્રભાવથી સામાજિક અને પારિવારિક ક્ષેત્રમાં તમારું વર્ચસ્વ વધશે. તમારા થોડાં મહત્ત્વપૂર્ણ લોકો સાથે સંબંધ ગાઢ બનશે.થોડા વ્યક્તિગત કાર્યો સાથે-સાથે પારિવારિક સભ્યો સાથે સમય પસાર કરવો પણ તમારી જવાબદારી છે. રોકાણને લગતાં મામલે વધારે રૂપિયા લગાવશો નહીં.વ્યવસાયમાં આર્થિક સ્થિતિ ખૂબ જ સારી રહેશે.પતિ-પત્ની વચ્ચે ઘરની કોઇ સમસ્યાને લઇને વૈચારિક મતભેદ રહેશે.ખરાબ ખાનપાનના કારણે ગેસ અને પેટમાં દુખાવાની ફરિયાદ રહેશે.

તુલા

(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

આજના દિવસની શરૂઆત ખૂબ જ સુખદ રહેશે. તમારા બધા વિચારેલાં કામ શાંતિથી પૂર્ણ થશે. તમારો વિનમ્ર સ્વભાવ લોકોમાં વખાણનું કારણ બનશે. આધ્યાત્મિક ક્ષેત્ર પ્રત્યે તમારો રસ વધશે.ક્યારેક બેદરકારીના કારણે તમે કોઇ મુશ્કેલીમાં પડી શકો છો. તમારા ઉપર કોઇ બદનામી કે આરોપ પણ લાગી શકે છે. એટલે આ સમયે ખૂબ જ સમજદારીથી કામ લેવું જરૂરી છે.આજે તમારી ઊર્જા માર્કેટિંગને લગતાં કાર્યો તથા પેમેન્ટ વગેરે કલેક્ટ કરવામાં લગાવો.પરિવારમાં સુખમય વાતાવરણ રહેશે.ગળું ખરાબ થવાની સમસ્યા રહેશે.

વૃશ્ચિક

(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

બાળકોના ભવિષ્યને લઇને થોડી યોજનાઓ બનશે. રોકાણને લગતાં કાર્યોમાં રસ રહેશે. હ્રદયની જગ્યાએ દિમાગથી કામ લેવું. હિંમત અને સાહસના બળે અસંભવ કાર્ય પણ સરળતાથી સંભવ થઇ જશે.ભાવુકતામાં આવીને કોઇ નિર્ણય ખોટો સાબિત થઇ શકે છે. કોઇ નજીકના સંબંધી સાથે સામાન્ય વાતે વિવાદ થવાના કારણે પારિવારિક સંબંધ ખરાબ થઇ શકે છે.કામકાજનું વાતાવરણ તમારા પક્ષમાં રહેશે.પરિવાર તથા વ્યવસ્થા બંનેમાં તાલમેલ જળવાયેલો રહેશે.વધારે ભાગદોડના કારણે થાક અને માથાનો દુખાવો રહેશે.

ધન

(જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

આર્થિક સ્થિતિ સારી રહેશે. અટવાયેલા કે ઉધાર આપેલાં રૂપિયા પાછા મળવાથી રાહત મળશે. તમારા વ્યવહાર કુશળતા દ્વારા કોઇપણ પ્રકારના કામ કઢાવી શકવામાં તમે સક્ષમ રહેશો.રૂપિયા આવવાની સાથે ખર્ચ પણ તૈયાર રહેશે. ક્યારેક મનમાં નિરાશાજનક અને નકારાત્મક વિચાર ઊભા થઇ શકે છે. નજીકના સંબંધીઓ સાથે સંબંધ મધુર રહેશે.આ સમયે વ્યવસાયમાં થોડી સારી પરિસ્થિતિઓ બની રહી છે.પારિવારિક જીવનમાં કોઇ સભ્યના નકારાત્મક વ્યવહારના કારણે ઘરમાં તણાવ જળવાયેલો રહેશે.માનસિક અને શારીરિક થાક રહેશે.

મકર

(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

આજે તમારી કોઇપણ યોજનાને શરૂ કરતાં પહેલાં એકવાર ફરી તેના અંગે વિચાર કરી લો. મોબાઇલ તથા ઈમેઇલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળશે, તેને બિલકુલ નજરઅંદાજ ન કરો.કોર્ટ કેસને લગતાં મામલાઓમાં આજે વધારે સાવધાની જાળવવાની જરૂરિયાત છે. તમારા શુભચિંતકો સાથે આ વિષય અંગે ચર્ચા કરવાથી યોગ્ય ઉકેલ પ્રાપ્ત થઇ શકે છે.વ્યવસાયિક ગતિવિધિઓને યોગ્ય રીતે ચલાવવા માટે કર્મચારીઓની સલાહને પણ ધ્યાનમાં રાખો.

પારિવારિક વાતાવરણ સુખમય રહેશે.સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

કુંભ

(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

આજે મનોરંજનને લગતાં કાર્યોમાં સમય પસાર થવાથી હળવાશ અને ઊર્જાથી ભરપૂર અનુભવ કરશો. ઘરની જરૂરિયાતને લગતાં કાર્યોમાં પણ તમારો વિશેષ સહયોગ રહેશે.ઘરની કોઇ મહત્ત્વપૂર્ણ વસ્તુ ન મળવાથી થોડી ચિંતા રહેશે. ગ્રહ સ્થિતિ પ્રમાણે વસ્તુ તમારી પાસે છે. ઓફિસના થોડા કામને ઘરમાં જ સમય આપવો પડી શકે છે.કોઇપણ પ્રકારના વ્યવસાયને લગતાં પેપરને ખૂબ જ ધ્યાનથી વાંચ્યા પછી જ તેના ઉપર સહી કરો.જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.સ્ત્રી વર્ગ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખે.

Read About Weather here

મીન

(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

આજે તમને તમારી ગુપ્ત પ્રતિભા અને ક્ષમતાને નિખારવાનો અવસર મળશે. ઘર અને સમાજમાં તમારી કોઇ વિશેષ ઉપલબ્ધિને લઇને ચર્ચા થશે. જેનાથી મન ઉમંગભર્યું રહેશે. કોઇ મહત્ત્વપૂર્ણ યાત્રાને લગતાં યોગ બની રહ્યા છે.તમારી ઉપલબ્ધિઓના કારણે થોડા લોકોમાં તમારા પ્રત્યે ઈર્ષ્યા અને નકારાત્મક પ્રવૃત્તિ ઉત્પન્ન થઇ શકે છે. બધાને નજરઅંદાજ કરીને તમે કાર્યશૈલીને વ્યવસ્થિત રીતે કરતાં જાવ.કાર્યક્ષેત્રમાં તમને તમારી મહેનત પ્રમાણે જ યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.તમારી વ્યસ્તતાના કારણે જીવનસાથીનું ઘરમાં તાલમેલ જળવાયેલું રહેશે.માઇગ્રેન અને માથાનો દુખાવો પરેશાન કરી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here