આજના રાશિફડ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર

મેષ

(જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

આજના દિવસે થોડો સમય આત્મમંથન તથા એકાંત વાતાવરણમાં પસાર કરો. તમે અનેક મુશ્કેલીઓથી છુટકારો મેળવવા માટે રસ્તાઓ મળી શકે છે. પરિવારના સભ્યોને તમારા પાસેથી થોડી અપેક્ષાઓ રહી શકે છે.કોઈ સંબંધી સાથે ધનને લગતી લેવડ-દેવડને લઇને તમારા સંબંધોમાં ખટાસ પણ આવી શકે છે. ગુસ્સો અને આવેશના કારણે કામ ખરાબ થઈ શકે છે. એટલે ધૈર્ય અને સંયમ જાળવી રાખો.વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય જ રહી શકે છે.ઘરનું વાતાવરણ સુખદ બની રહેશે.સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

વૃષભ

(જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

આજે પરિજન તમારી પાસે કોઈ આશા રાખી શકે છે. ઘરમાં રૂપિયાના મામલે જ દિવસ પસાર થઈ જશે. આ સમયે આર્થિક સ્થિતિ સારી જાળવી રાખવાની કોશિશ સફળ રહી શકે છે. એક નાની યાત્રા થઈ શકે છે જે લાભદાયી રહેશે.બિનજરૂરી ખર્ચ ઉપર કાપ કરવો પણ જરૂરી છે. ગુસ્સો અને આવેશના કારણે અનેકવાર કામ છેલ્લે છેલ્લે અટકી શકે છે. ધૈર્ય અને સંયમ જાળવી રાખવું જરૂરી છે. રૂપિયા-પૈસાના મામલે કોઈના ઉપર પણ વિશ્વાસ ન કરો.વેપારના વિસ્તારને લગતી યોજનાઓ ઉપર ફરી વિચાર કરવો જરૂરી છે.પતિ-પત્નીના સંબંધો વધારે ગાઢ બની શકે છે.સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

મિથુન

(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

પારિવારિક વાતાવરણ અનુશાસિત અને પોઝિટિવ રહી શકે છે. કોઇ સભ્યના વ્યવહારને લગતો સારો પ્રસ્તાવ પણ આવી શકે છે. આ સમયે તમારા વ્યક્તિગત કાર્યોને ઊર્જા સાથે પૂર્ણ કરવાનો ઉત્સાહ રહેશે.ખોટા ખર્ચમાં કાપ કરવો જરૂરી છે. ઘરના વડીલ સભ્યોની સલાહ અને માર્ગદર્શનને ઇગ્નોર કરવાથી નુકસાન થઈ શકે છે. ઘરમાં અચાનક જ થોડા સંબંધીઓ આવવાથી દિનચર્યા ખરાબ થઈ શકે છે.વેપારમાં વિસ્તારની યોજનાઓ ઉપર ગંભીરતાથી કામ લેવું.પારિવારિક વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે.તમારા ખાનપાન અને દવાઓનું વિશેષ ધ્યાન રાખવું.

કર્ક

(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

ઘણાં સમય પછી ઘરમાં નજીકના સંબંધીઓના આવવાથી ઉત્સવનું વાતાવરણ રહેશે. બધા સભ્યો એકબીજા સાથે મળીને ખુશી અનુભવ કરશો. તમારું વ્યવહાર કુળશ હોવું તમારી ઉન્નતિમાં પણ સહાયક રહેશે.ધ્યાન રાખો કે વાતચીત દરમિયાન નકારાત્મક શબ્દોનો પ્રયોગ ન થાય. તેના કારણે વાતાવરણ ગંભીર પણ થઈ શકે છે. આજે અનેક મામલે ધીરજ અને ધૈર્ય રાખવું જરૂરી છે. વ્યક્તિગત પરેશનીઓને ઘરની સુખ-શાંતિ ઉપર હાવી થવા દેશો નહીં.કાર્ય વિસ્તારને લગતી યોજનાઓમાં હળવી પરેશાની રહી શકે છે.ઘર-પરિવાર તથા કારોબાર વચ્ચે યોગ્ય તાલમેલ જાળવી રાખવું પડશે.શારીરિક નબળાઈ અને શરીરમાં દુખાવા જેવી પરેશાની રહેશે.

સિંહ

(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

ઘરની દેખરેખ અને સજાવટને લગતા કાર્યોમાં પરિજનો સાથે શોપિંગ થશે અને સુખમય સમય પસાર થશે. સમય રહેતા તમે જૂના મતભેદો અને ગેરસમજને પણ ઉકેલી લેશો.ક્યારેક પરિવારને લઇને મનમાં અસુરક્ષાની ભાવના આવી શકે છે. આ માત્ર તમારો વહેમ હોઈ શકે છે. અજાણ્યા લોકો સાથે સંપર્ક ન વધારો. વાહન ચલાવતી સમયે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરો.વ્યવસાયમાં થોડા કઠોર અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાની જરૂરિયાત છે.પરિવારમાં સુખ-શાંતિ રહેશે.બ્લડ પ્રેશર તથા ડાયાબિટિક લોકો સાવધાન રહે.

કન્યા

(જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

પરિવારની સુખ-શાંતિ તમારા માટે પ્રાથમિકતા રહેશે. ઉન્નતિને લગતા કોઈ શુભ સમાચાર મળી શકે છે. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ રસ વધી શકે છે. બાળકોના અભ્યાસ અને ભવિષ્યને લગતી યોજનાઓને બનાવવામાં પણ તમે વ્યસ્ત રહી શકો છો.ઘરના કોઈ વડીલ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે. વાહન તથા ઘરની દેખરેખને લગતા કાર્યોમાં પણ વધારે ખર્ચ રહેશે. રોકાણ કરતા પહેલાં કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી. તેનાથી તમે મુશ્કેલીઓથી બચી જશો.કામકાજમાં નવી સફળતા તમારી રાહ જોઈ રહી છે.ઘર-પરિવારમાં સુખદ વાતાવરણ રહી શકે છે.એલર્જી તથા ગરમીને લગતી પરેશાનીઓ રહેશે.

તુલા

(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

આજે તમારી નાણાકીય યોજનાઓ ઉપર વધારે સમય લગાવો. સમય અનુકૂળ છે. તમને મહત્ત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ શકે છે. મન પ્રમાણે કાર્ય બનતા જવાથી તમે ફ્રેશ અને તણાવમુક્ત રહેશોબાળકો તરફથી કોઇ ચિંતા રહી શકે છે. શાંતિથી સમસ્યાનો ઉકેલ શોધો. આજે કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશો નહીં. નહીંતર તમે કોઈ દુવિધામાં ખરાબ રીતે ફસાઈ શકો છો. ફાલતૂ કાર્યોમાં ખર્ચની પણ સ્થિતિ બની શકે છે.કાર્યક્ષેત્રમાં વર્તમાન ગતિવિધિઓ ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત રહેશે.પારિવારિક સભ્યોની ગતિવિધિઓ ઉપર વધારે રોક-ટોક ન કરો.સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

વૃશ્ચિક

(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

કોઈપણ કાર્ય કરતા પહેલાં અનુભવી લોકો સાથે ચર્ચા-વિચારણાં કરો. સમજી-વિચારીને લીધેલો નિર્ણય આગળ જઇને લાભ આપી શકે છે. જો ઘરમાં રિનોવેશનને લગતું કોઈ કામ શરૂ થઈ રહ્યું છે, તો વાસ્તુ નિયમોનું પાલન કરો.ધ્યાન રાખો કે થોડી બેદરકારીના કારણે નજીકના મિત્રો અને ભાઈઓ સાથે સંબંધ ખરાબ થઈ શકે છે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ પ્રત્યે વધારે ફોકસ રહેશે. તણાવને હાવી થવા દેશો નહીં નહીંતર તેની અસર તમારી કાર્ય ક્ષમતા ઉપર પડી શકે છે.કાર્યક્ષેત્રમાં સહયોગીઓ અને કર્મચારીઓ સાથે મિત્રતાભર્યો વ્યવહાર રાખો.પતિ-પત્ની વચ્ચે ઘરની વ્યવસ્થાને લઇને થોડો વિવાદ થઈ શકે છે.ઉધરસ, તાવ અને ગળું ખરાબ થવાની સ્થિતિ રહી શકે છે.

ધન

(જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

સમય લાભકારી છે. તમારા સપના અને કલ્પનાઓને પાંખ આપો તથા તમારી ક્ષમતા ઉપર વિશ્વાસ રાખો. કોઇ સંબંધીને ત્યાં ધાર્મિક ઉત્સવમાં પણ જવાનો પ્રોગ્રામ બની શકે છે. અટવાયેલાં રૂપિયા કઢાવવા માટે પણ સમય અનુકૂળ છે.કોઇ અપ્રિય વ્યક્તિના ઘરે આવવાથી મૂડ ખરાબ રહી શકે છે. શાંતિથી સમસ્યાઓને સંભાળો. બિનજરૂરી યાત્રાને ટાળો તો સારું રહેશે. કેમ કે, તેનાથી કોઈ જ લાભ મળવાનો નથી. બાળકોની કોઈ નકારાત્મક ગતિવિધિ જાણ થવાથી ચિંતા રહી શકે છે.પ્રોપર્ટી સાથે જોડાયેલાં વ્યવસાયમાં પોઝિટિવ પરિણામ મળી શકે છે.પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.આ સમયે મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધારે જાગરૂત રહે.

મકર

(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

નવી યોજનાઓ બનશે તથા અટવાયેલાં મામલાઓ પૂર્ણ થઈ શકે છે. આર્થિક મામલાઓને ઉકેલવામાં આજનો દિવસ ખૂબ જ અનુકૂળ રહેશે. ઘરમાં વડીલોનો પણ સ્નેહ અને આશીર્વાદ મળી શકે છે. કુલ મળીને સુખ અને સંતોષથી દિવસ પસાર થશે.સમયની કિંમતને ઓળખો. આળસને તમારા ઉપર હાવી થવા દેશો નહીં. કોઈ મિત્ર સ્વાર્થની ભાવનાથી તમારી સાથે દગો કરી શકે છે. એટલે કોઈના ઉપર વધારે વિશ્વાસ ન કરો.કાર્યક્ષેત્રમાં તમારી ગતિવિધિઓ અને યોજનાઓને કોઈ સામે જાહેર ન કરો.લગ્નજીવનમાં મધુરતા રહી શકે છે.ગરમી અને પરસેવાના કારણે ચામડીને લગતી એલર્જી થઈ શકે છે.

કુંભ

(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

દિવસ સફળતાદાયક છે. તમે જે કામમાં હાથ રાખશો, સફળતા જ મળશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઈ પરેશાનીથી પણ રાહત મળી શકે છે. આજે તમારા દ્વારા લેવામાં આવેલ કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય નજીકના ભવિષ્યમાં તમારા માટે લાભદાયક પરિસ્થિતિઓ બનાવશે.તમારા વ્યવહારને સરળ જાળવી રાખો. ઈગો અને અતિ આત્મવિશ્વાસ જેવી સ્થિતિ આવવા દેશો નહીં. જમીનને લગતા કાર્યોમાં વધારે લાભની આશા ન રાખો. કેમ કે વધારે મેળવવાની ઇચ્છામાં નુકસાન પણ થઈ શકે છે.વેપારમાં આગળ વધવા માટે કાર્ય વિસ્તારને લગતી યોજનાઓ બનશે.લગ્નજીવન સુખમય રહી શકે છે.સ્વાસ્થ્યને લગતી નાની-મોટી પરેશાનીઓ રહી શકે છે.

Read About Weather here

મીન

(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

લાભદાયક સમય છે. ફોનન કોલના માધ્યમથી કોઈ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ આસ્થા વધશે. વિદ્યાર્થીઓને શિક્ષા અને કરિયરને લગતી સમસ્યાઓનો ઉકેલ મળી શકે છે.આર્થિક મામલે ખૂબ જ સમજણ અને ચર્ચા-વિચારણાં કરીને નિર્ણય લેવો. વધારે આત્મવિશ્વાસ નુકસાનદાયી પણ સાબિત થઈ શકે છે. અન્ય લોકોના નિર્ણય ઉપર પણ ધ્યાન રાખો. ભાઈઓ સાથે સંબંધ મધુર જાળવી રાખવા તમારી જવાબદારી છે.વ્યવસાયિક સ્થિતિ યથાવત જ રહી શકે છે.પતિ-પત્ની એકબીજાની ભાવનાઓનું સન્માન કરશે.માઇગ્રેન, માથાના દુખાવો વગેરે થવાથી દિવસ અસ્ત-વ્યસ્ત રહી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here