1.પાણીમાં ડાઈવ મારી બાળકોની જેમ મસ્તી કરતો જોવા મળ્યો બાંગ્લાદેશી ઓલરાઉન્ડર, મેચનો દિવસ રદ થતા દર્શકોને ભરપૂર મનોરંજન પુરૂ પાડ્યું
ઢાકામાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચનો બીજો દિવસ વરસાદને કારણે ધોવાઈ ગયો હતો, જેના પછી મેદાન પર હાજર દર્શકો ખૂબ જ નિરાશ જોવા મળ્યા હતા, પરંતુ બાંગ્લાદેશના દિગ્ગજ ઓલરાઉન્ડર શાકિબ અલ હસને મનોરંજન પૂરુ પાડ્યું હતું. દર્શકો સવારથી આશા રાખતા હતા કે વરસાદ બંધ થશે અને મેચ શરૂ થશે, પરંતુ ત્રણ વાગ્યે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી કે આ દિવસે વધુ કોઈ રમત રમાશે નહીં.
Visit Saurashtra Kranti Homepage here
2. કોહલી, અશ્વિનની મસ્તી, VIDEOમાં જુઓ ખેલાડીઓના મજેદાર રિએક્શન
મુંબઈ ટેસ્ટના ત્રીજા દિવસે ન્યૂઝીલેન્ડની ઈનિંગ દરમિયાન એક મજેદાર ઘટના જોવા મળી. કીવી કેપ્ટન ટોમ લાથ આઉટ થયા બાદ સ્પાઈડર કેમેરાના કારણે મેચ રોકાઈ ગઈ હતી. આ દરમિયાન ફિલ્ડિંગ કરી રહેલા ભારતીય ખેલાડી કેમેરાની સાથે મજાક-મસ્તી કરતા જોવા મળ્યા. ખાસ કરીને કેપ્ટન વિરાટ કોહલી અને આર. અશ્વિનને ખુબ એન્જોય કર્યું. આ ઘટનાનો એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
3. વિદેશમાં 3 વર્ષમાં અકસ્માતમાં 2 હજારથી વધુ ભારતીયોનાં મોત; અકસ્માત અને કોવિડથી સૌથી વધુ મોત UAE અને કુવૈતમાં
વિદેશમાં નોકરી-ધંધો કરતા ભારતીયોના છેલ્લાં ત્રણ વર્ષમાં અકસ્માતે મોત થયાં એની તુલનામાં કોવિડના એક વર્ષમાં થયેલાં મોતનો આંકડો દોઢ ગણાથી વધુ છે. વિદેશની ધરતી પર 2019માં 1100 ભારતીયનાં અકસ્માતે મોત થયાં હતાં, 2020માં આ સંખ્યા 838 હતી અને 2021માં 446નો આંકડો નોંધાયો હતો.
4. જુનાગઢમાં પોલીસની શારીરિક કસોટી આપવા આવતા ઉમેદવારો માટે મુસ્લિમ એકતા મંચે કરી સ્વખર્ચે રહેવાની વ્યવસ્થા કરી
જુનાગઢ2 કલાક પહેલા
ઉમેદવારોને સૂવાની તથા સવારે નાહવા માટે ગરમ પાણી સુધીની વ્યવસ્થા ઉપલબ્ધ
મારી ઈચ્છા છે કે બાળક તણાવ મુક્ત થઈને પરીક્ષા આપે અને ઘર જેવું વાતાવરણ મળી રહે: ઈમ્તિયાઝ પઠાણ
5. ઇડરના સુરપુરની દિવ્યાંગ યુવતીને તેનો ભાઇ પગે સાંકળેથી બાંધી રાખી મારઝૂડ કરતાં ગુનો
ઇડરના સદાતપુરા પાસે રવિવાર વહેલી સવારે સુરપુરની માનસિક દિવ્યાંગ યુવતી એક પગે સાંકળ બાંધેલી હાલતમાં જોવા મળી હતી. આથી સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી યુવતીની પૂછપરછ કરી હતી. પોલીસે ઇશારામાં તેને ઘરે જવાનું કહેતા તેણે ઇશારામાં ઘરે જવાનું ના કહ્યું હતું. પોલીસે વધુ તપાસ કરતાં યુવતીનો ભાઇ તેને ઘરમાં બાંધી રાખતો હતો અને મારઝૂડ પણ કરતો હતો. આ અંગે ઇડર પોલીસે યુવતીના ભાઇ સામે ફરિયાદ નોંધી છે.
6. હાશ વાવાઝોડાજવાદનો ખતરો ટળ્યો : વાવાઝોડુ નબળુ પડતા અનેક રાજયોમાં રાહત
ગત 30 નવેમ્બરના રોજ અંદમાન સાગર ઉપર ઓછા દબાણનું ક્ષેત્ર બન્યું હતું
આઇએમડી એ કહ્યું કે ચક્રવાતી તૂફાન ‘જવાદ’ શનિવારે નબળું થઇને એક ઉંડા દબાણમાં બદલાઇ ગયું અને રવિવારે પુરી પહોંચવા સુધી વધુ નબળું પડવાની સંભાવના છે. આ આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પશ્વિમ બંગાળ માટે રાહતની વાત છે.
7. ભારતના ઉત્તરપૂર્વિય રાજય નાગાલેન્ડમાં સુરક્ષા દળોના ઓપરેશનમાં 13 લોકો અને એક જવાન શહીદ થયા
આ ઘટના ત્યારે ઘટી જ્યારે સુરક્ષા દળોએ આ લોકોને એનએસસીએન ના શંકાસ્પદો સમજી લીધા: રિપોર્ટ અનુસાર ઘટના બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ સુરક્ષાદળોના વાહનોને આગ ચાંપી દીધી હતી: નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફિયો રિયોએ લોકોને શાંતિથી રહેવાની અપીલ કરી છે.
8. ભારતના આર્થિક ક્ષેત્રે વિકાસમાં ગુજરાત એક રોડ મોડલ તરીકે ઉભરી રહ્યું છે
નિકાસ અને રોજગારી પુરી પાડવામાં મહત્વનું યોગદાન ગુજરાતના MSME ક્ષેત્રનું છે : દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતનું સપનું જોયું છે જેમાં એમએસએમઈનું યોગદાન મહત્વપૂર્ણ બની રહેશે: નારાયણ રાણે
9. Googleએ ૧.૫ લાખ કર્મીને ઘરેથી કામ કરવા કહ્યું
Googleએ ત્રીજી લહેરની ચિંતા વ્યક્ત કરી : Googleએ એના કર્મચારીઓને ૧૦ જાન્યુઆરી સુધી ઓફિસ શરું કરવાનું કહ્યું હતું : કંપનીએ નિર્ણય બદલ્યો
Read About Weather here
10. બુલંદશહરમાં RLD નેતાનાં કાફલા પર અંધાધુંધ ગોળીબાર : 50 રાઉન્ડ ગોળીઓનું ફાયરિંગ :એકનું મોત: પાંચ ઘાયલ
RLD નેતા હાજી યુનુસના કાફલા પર ભાઈપૂર ગામ પાસે સ્વચલિત હથિયારો વડે બદમાશોએ હુમલો કર્યો :હાજી યુનુસ એક લગ્ન સમારંભમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here