આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1. વરસાદ ખેંચાતાં રાજ્યના 80 ડેમમાં માંડ 20 ટકાથી પણ ઓછું પાણી બચ્યું, 4 ડેમ તળિયાઝાટક અમદાવાદ 8 કલાક પહેલા: સૌરાષ્ટ્રના 4 ડેમ 100 ટકા પાણીથી ભરેલા છે રાજકોટના ભાદર ડેમમાં 22.9 ટકા અને મોરબીના મચ્છુ-1 ડેમમાં 18.28 ટકા પાણી, રાજ્યમાં હાલ માત્ર 5 ડેમ જ 100 ટકા પાણીથી છલોછલ ભરેલા છે

2. અમેરિકામાં 3.5 લાખ ડોલરની નોકરી છોડી યુવાને 3 મિત્ર સાથે ડીઝલની ડોર સ્ટેપ ડિલિવરીનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું, મહિને 3 કરોડનું ટર્નઓવર: ફરવા ગયા બાદ અટવાઈ જતાં સ્ટાર્ટઅપનો આઇડિયા આવ્યો હતો. ફ્યુલી સર્વિસથી યુવાનો હોસ્પિટલ, હોટલ, મોલ અને ગામડાંમાં જઈને ખેડૂતોને માર્કેટ ભાવથી જ ડીઝલ આપે છે

3. ઓલિમ્પિક બન્યો ખાસ: તાત્જાના સ્કોનમેકરે દક્ષિણ આફ્રિકા માટે વર્ષ 1996 બાદ ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ મહિલા બની, કાર્સ્ટેન વોરહોમે 400 મીટરની વિઘ્ન દોડ ફક્ત 45.94 સેક્ધડમાં પૂરી નવો કિર્તીમાન સ્થાપ્યો

Visit Saurashtra Kranti Homepage here

4. સુરતમાં દેશનું પ્રથમ ઓક્શન હાઉસ તૈયાર, એક દિવસનું ભાડું 1 લાખ રૂપિયા; 16મીએ ઉદઘાટન, પહેલું બુકિંગ 18મીનું છે વેસુના ટાઇટેનિયમ સ્ક્વેરમાં 4 કરોડના ખર્ચે 2200 સ્ક્વેરફૂટમાં નિર્માણ

5. ધરતી પર નજર રાખવા માટે આકાશમાં 36 હજાર કિમી ઉપર તહેનાત થશે ‘આંખ’, રોજ 4-5 રિયલ-ટાઈમ તસવીરો મળશે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) 12 ઓગસ્ટે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ લોન્ચ કરશે. આ સેટેલાઈટને ‘આઈ ઈન ધ સ્કાય’ એટલે કે આકાશમાં ‘આંખ’ કહેવામાં આવે છે. કોરોના મહામારીના કારણે અટકેલી ઈસરોની ગતિવિધિઓને આ લોન્ચિંગથી ગતિ મળવાની આશા વ્યક્ત થઈ રહી છે.

6. બીજી લહેર બાદ રાજકોટમાં પર 50 લાખ રૂપિયા સુધીની 50 અને 1 કરોડની 13 લકઝુરિયસ કાર ઉદ્યોગપતિઓએ ખરીદી કરી ચાર માસમાં 5278 કાર અને 12,505 ટુ વ્હીલરની ખરીદી થઇ, સૌથી વધુ ટુ વ્હીલરની જૂનમાં ખરીદી. ઓક્સિજન પ્લાન્ટ, મેડિકલ અને ઓટો સાથે સંકળાયેલાઓએ મોંઘી કારની ખરીદી. ઓટો મોબાઈલના પાર્ટસ બનાવતી કંપનીને દેશ- વિદેશમાંથી ઓર્ડર મળી રહ્યા છે.

7. લોકસભામાં OBC અમેન્ડમેન્ટ બિલ પાસ, તરફેણમાં 385 વોટ પડ્યા, વિપક્ષમાં એક પણ મત નહીં રાજ્યોને OBCની લિસ્ટિંગ કરવાનો અધિકાર આપનાર બિલ લોકસભામાં પાસ થઈ ગયું છે. મંગળવારે આ બિલ પર વોટિંગ કરવામાં આવ્યું. જેમાં બિલની તરફેણમાં 385 વોટ પડ્યા. જ્યારે તેના વિરુદ્ધમાં એક પણ મત ન પડ્યો. સામાજિક ન્યાય અને આધિકારિત મંત્રી ડો. વીરેન્દ્ર કુમારે સોમવારે આ બિલ રજૂ કર્યું હતું. જેનું નામ સંવિધાન (127મું સંશોધન) ખરડો-2021 છે. બિલ પાસ થતાં જ લોકસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવાઈ.

8. શેરબજાર:સેન્સેક્સ 152 અંક વધ્યો, નિફ્ટી 16280 પર બંધ; ભારતી એરટેલ, ટેક મહિન્દ્રાના શેર વધ્યા કારોબાર દરમિયાન સેન્સેક્સ 54779.66 અને નિફ્ટી 16359.25ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. ટાટા સ્ટીલ, પાવર ગ્રીડ, NTPC, ITC,, બજાજ ઓટોના શેર ઘટ્યા

Read About Weather here

9. અમદાવાદમાં વેક્સિનેશન: ભારતમાં સૌ પ્રથમવાર રાત્રિ વેક્સિનેશનનો કેમ્પ ખોખરામાં યોજાયો, AMC દ્વારા રેનબસેરામાં રહેતા લોકોને વેક્સિન અપાઈ અમદાવાદમાં રેનબસેરામાં રહેતા લોકોનું ખાસ રાત્રિ વેક્સિનેશન યોજાયું. 4 જેટલા રેનબસેરામાં આશ્રય લેતા મજૂરો અને અન્યનું વેક્સિનેશન કરાયું

10. રાજકારણમાં ગુનાખોરી અંગે સુપ્રીમકોર્ટની કડક ટિપ્પણી:ગુનાખોરીની છબી ધરાવતા નેતાને કાયદો ઘડવાની મંજૂરી આપી શકાશે નહીં પવનકુમાર ગુનાખોરીની છબી ધરાવતા નેતાઓનો રેકોર્ડ ચૂંટણીમાં જાહેર કરવાના પોતાના આદેશના અપમાન અંગે સુપ્રીમકોર્ટે કડક ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું- રાજકીય વ્યવસ્થામાં ગુનાખોરીનું જોખમ વધી ગયું છે. તેની શુદ્ધતા માટે ગુનાખોરીની પૃષ્ઠ ભૂમિ ધરાવતા નેતાઓને તેમાં સામેલ કરવાની અનુમતિ આપવી જોઈએ નહીં. પરંતુ અમારા હાથ બંધાયેલા છે. અમે સરકારના આરંક્ષિત ક્ષેત્રમાં અતિક્રમણ કરી શકતા નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here