આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.શનિવારની બીજી મેચ ગુજરાત અને દિલ્હી વચ્ચે રમાશે, હાર્દિક વિનિંગ સ્ટ્રિક જાળવી રાખવા સજ્જ; હિટમેનની ટીમનો ખાસ કમબેક પ્લાન

આજે શનિવારે IPL-15માં ડબલ હેડર મેચ રમાશે. જેની પહેલી ગેમ મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે જ્યારે બીજી ગેમ ગુજરાત ટાઈટન્સ (GT) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે રમાશે.

2.રશિયન એટેક વચ્ચે યુક્રેનના શહેર મારિયુપોલમાં 1 લાખથી વધુ ફસાયા, મદદે જનાર રેડ ક્રોસ પણ લાચાર

યુક્રેનનો દાવો અત્યાર સુધીમાં રશિયાના 17700 સૈનિકના મોત, 143 પ્લેન અને 625 ટેન્કનો નાશ કરાયો

3.અમદાવાદમાં એપ પરથી લોન લઈને હપતા ન ભરાતાં કંપનીએ વેપારીની પત્નીના ફોટો બીભત્સ બનાવી વાઇરલ કર્યા

રેડીમેડ ગાર્મેન્ટનો ધંધો કરતા વેપારીએ લોકડાઉનમાં નુકસાન જતાં હેન્ડ કેશ એપમાંથી લોન લીધી હતી

4.પ્રેમી-પ્રેમિકા વચ્ચે ચાલતી લડાઈમાં ડિલિવરી બોય વચ્ચે પડ્યો, છોકરી સાથે છૂટાહાથની મારા મારી કરતો વીડિયો વાઇરલ થતાં વિવાદ સર્જાયો

ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં એક આઘાતજનક ઘટના સામે આવી છે. 

5.CJIએ કહ્યું- પોતાના લોકોનો વિશ્વાસ ગુમાવ્યો, રાજનેતાઓ સાથેની સાઠગાંઠ છોડો ત્યારે જ સાખ પરત ફરશે

પોલીસની વર્કિંગસ્ટાઈલ આજે પણ બ્રિટિશ સમય જેવી જ છે, જેને બદલવી જરૂરી છેઃ CJI

6.ગત નાણાકીય વર્ષમાં મુકેશ અંબાણીએ રૂપિયા 378 કરોડ તો ગૌતમ અદાણીએ રૂપિયા 756 કરોડની કમાણી કરી

દેશના સૌથી સમૃદ્ધ વ્યક્તિ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર મુકેશ અંબાણી અને અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણી માટે નાણાકીય નર્ષ 2021-22 ખૂબ જ શાનદાર રહ્યું છે.

7.વાઘોડિયા રોડ શરણમ્ કોમ્પ્લેક્ષમાં રહેતી ગુજ્જુ અભિનેત્રીને આપેલા 2.35 લાખ વસૂલવા અરવલ્લીના યુવકે શૂટઆઉટની ધમકી આપી

અભિનેત્રીની માતાની સારવારમાં મદદ બાદ પઠાણી ઉઘરાણી

8.રાજકોટમાં ધોરણ 10ની વિદ્યાર્થિનીએ કાંડી ચાંપી માતાના ખોળામાં સૂઇ ગઇ; તરુણીનું મોત, માતા દાઝી

કોઠારિયા રોડ પરની ઘટના, બહારથી પેટ્રોલ લાવી બાથરૂમમાં જઇ અગ્નિસ્નાન કરી લીધું

9.લિંબાયતમાં ભોજાઈને બાહોમાં જકડીને નગ્ન કરી અડપલાં કર્યાં, પતિએ કહ્યું – પુરુષ બાવા સવાર થાય છે!

સાસુ-પતિ વિરુદ્ધ દહેજ અને અત્યાચારનો ગુનો નોંધાયો

10.કલોલના પંચવટીમાં શિક્ષિકાને 3.30 કલાક ઘરમાં જ બંધક બનાવ્યા, અપહરણ કરી 9 કલાકે છોડ્યા છતાં ન ચોરી થઇ કે ન લૂંટ

30મીએ બપોરે 6 અજાણ્યા યુવક ઘરમાં ઘૂસ્યા હતા, બનાવ અંગે અનેક અટકળો