આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.આજે વસંતપંચમીએ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં 7000થી વધુ લગ્નો, ખુલ્લામાં લગ્નના આયોજનમાં 300 સુધી મહેમાનોને છૂટ

કોરોનાના ખૌફ વચ્ચે પૈસાદારોમાં રિસોર્ટ અને ડેસ્ટિનેશન વેડિંગનો ક્રેઝ વધ્યો

Visit Saurashtra Kranti Homepage here

2.સુરતના રાંદેરમાં નિર્દય કેરટેકરે 8 માસના બાળકને 5 મિનિટ સુધી હવામાં ઉછાળ્યો, વારંવાર પલંગમાં પછાળ્યો; બ્રેઇન હેમરેજ થયું

CCTVથી મામલો ખૂલ્યો, બાળકોને છોડીને જતાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો

3.રોહિતે પ્રેક્ટિસ સેશન લીડ કર્યું તો વિરાટે દબંગ સ્ટાઈલમાં એન્ટ્રી મારી, મોદી સ્ટેડિયમ રિંગ ઓફ ફાયરથી ઝગમગી ઉઠ્યું

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત VS વિંડિઝની રવિવારે પહેલી વનડે મેચ

4.જસદણમાં બે બાળકના પિતાએ 16 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી મરજી વિરુદ્ધ 6 માસ સુધી શારીરિક શોષણ કર્યું

જસદણની ગેબનશાહ સોસાયટીમાં રહેતા અને બે સંતાનના પિતા એવા મુસ્લિમ શખ્સે ટ્યુશન ક્લાસમાં જતી 16 વર્ષીય સગીર વિદ્યાર્થિનીને ગેસ્ટ હાઉસમાં મળવાના બહાને બોલાવી સગીરાની મરજી વિરુધ્ધ અવારનવાર 6 માસ સુધી શરીર સબંધ બાંધતા અંતે કંટાળીને સગીરાએ પરિવારજનોને જાણ કરી પોલીસ ફરિયાદ કરવાની હિંમત કરી હતી.

5.વડોદરામાં સગા બાપે 17 વર્ષીય પુત્રી પર દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી, વર્ષ પહેલાં માતાનું મોત થયું હતું

સગીરાને 5 માસનો ગર્ભ રહી જતાં સરદાર માર્કેટ પાસે છોડીને જતો રહ્યો હતો

સગીરાની માસીએ ફરિયાદ નોંધાવતાં ધરપકડ કરાઈ

6.29 વર્ષ પછી UAEમાંથી પકડાયો મોસ્ટ વોન્ટેડ આતંકી અબુ બક્ર, 93 મુંબઈ બ્લાસ્ટમાં હતો સામેલ

અબુ બક્ર મોહમ્મદ અને મુસ્તફા ડોસાની સાથે હતો, જેઓ દાઉદ ઈબ્રાહિમના ઈશારે કામ કરતા હતા

7.પુતિન- જિનપિંગ મુલાકાત સમયે સમર્થન કરાયું, ચીને પણ બદલામાં નાટોના વિસ્તરણનો સંપૂર્ણ વિરોધ કર્યો

સંયુક્ત નિવેદનમાં રશિયા-ચીને એક બીજાના હિતોનું રક્ષણ કરવા સાથે સહયોગની વાત કહી

8.રિયાલિટી શોની પ્રેસ કોન્ફરન્સમાં વીફરેલી કંગનાએ રિપોર્ટરને સંભળાવી દીધું, ‘હું અહીંયા દીપિકાની ફિલ્મ પ્રમોટ કરવા નથી બેઠી, સીટ ડાઉન’

પ્રોડ્યુસર એકતા કપૂરના રિયાલિટી શો ‘લોક અપ’ની પ્રેસ કોન્ફરન્સમાં બોલાચાલી થઈ

9.બાંધણીની યેલ્લો ચણિયાચોળીમાં કરિશ્માની સુંદરતા છલકાઈ, મહેંદી અને હલ્દી સેરેમનીના ફોટો જુઓ

કરિશ્મા તન્નાનો લાઈફ પાર્ટનર વરુણ બંગેરા મુંબઈસ્થિત બિઝનેસમેન છે

Read About Weather here

10.16 વર્ષની દુષ્કર્મ પીડિતાને રહેલો ત્રણ મહિનાનો ગર્ભ પડાવવા આદેશ; નવરાત્રીમાં ગરબા જોવા ગઈ ત્યારે યુવકે દુષ્કર્મ આચર્યું હતું

કૃષ્ણનગરમાં રહેતી 16 વર્ષની સગીરાને દુષ્કર્મને લીધે ગર્ભ રહેતા તેની માતાએ સેશન્સ કોર્ટમાં ગર્ભપાત માટે અરજી કરી હતી. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here