આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.નાઇટ કર્ફ્યૂની ગાઇડલાઇન્સનો આજે છેલ્લો દિવસ, આજથી 7 દિવસ અંબાજી મંદિર બંધ, 10થી વધુ શહેરમાં નાઇટ કર્ફ્યૂ આવી શકે છે

રાજ્યમાં હાલ કોરોનાની ત્રીજી લહેર બેકાબૂ બની ગઈ છે. મહામારીને નાથવા માટે સરકાર દરરોજ કોરોનાના કેસો, ટેસ્ટિંગ અને વેક્સિનેશનનું મોનિટરિંગ કરી રહી છે 

Visit Saurashtra Kranti Homepage here

2.વલસાડના અતુલ રેલવે સ્ટેશન નજીક રેલવે-ટ્રેક પર સિમેન્ટનો પોલ મૂકી રાજધાની એક્સપ્રેસને ઉથલાવવાનો પ્રયાસ; ટ્રેન સહિત તમામ યાત્રિકો સુરક્ષિત

ઘટનાની જાણ થતાં રેલવે અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો

વલસાડના અતુલ રેલવે સ્ટેશન પાસે રેલવે એક ટિખળખોરે સિમેન્ટનો પોલ રેલવે-ટ્રેક ઉપર મૂકીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો.

3.રોજના એક લાખ જેટલા કેસ છતાં બ્રિટને વિદેશી પ્રવાસીઓ માટે નિયમ હળવા કર્યા, વેક્સિનેટેડ લોકોને ટેસ્ટની જરૂર નહીં

ઇંગ્લેન્ડે તમામ વિદેશી પ્રવાસીઓ માટે પરીક્ષણ અંગેના નિયમો સરળ બનાવ્યા છે

આ નવા નિયમની અમલવારી શુક્રવારથી (7 જાન્યુઆરી) શરૂ પણ થઈ ગઈ છે

4.ભીડ એકઠી કરતાં SPના 2500 નેતા-કાર્યકર્તા સામે કેસ દાખલ, ચૂંટણીપંચે આજે 11 વાગ્યા સુધીમાં રિપોર્ટ આપવા આદેશ કર્યો

ભાજપ છોડી ગયેલા પ્રસાદ મૌર્ય અને ધર્મ સિંહ સૈની સહિત 8 ધારાસભ્યને પક્ષમાં આવકારવા કાર્યક્રમ યોજાયેલો

5.છેલ્લા એક વર્ષથી પથારીવશ રહેલી વ્યક્તિને વેક્સિન લગાવતાં જ સાજી થઈ ગઈ, અગાઉ સારવાર માટે જમીન પણ વેચી દીધેલી

સ્વાસ્થ્ય વિભાગ આ અંગે હવે તપાસ કરશે

6.વટવા રિંગ રોડની ગામડી ચોકડી પાસે દંપતીને અજાણ્યા વાહને અડફેટે લીધું, બંનેનાં ઘટનાસ્થળે મોત

અમદાવાદના વટવા રિંગ રોડ પર ગામડી ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત નીપજ્યો છે. જેમાં એક દંપતીનું કરુણ મોત નીપજ્યું હતું. 

7.CDS રાવતના હેલિકોપ્ટર દુર્ઘટનાનું કારણ સામે આવ્યું; ષડયંત્ર, ટેકનિકલ ખામી, તોડફોડ કે બેદરકારીની વાતને નકારી દેવામાં આવી

કોર્ટ ઓફ ઈન્ક્વાયરી બાદ IAFએ માહિતી આપી

8 ડિસેમ્બરે હવામાન ખરાબ હોવાથી વાદળોમાં પ્રવેશ કરવાને લીધે હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું

8.અમદાવાદીઓએ તુક્કલો ઉડાડવાને બદલે આતશબાજી કરી, પતંગબાજીની મોજ માણી રાત્રે હોટલ-રેસ્ટોરાં પર લાઈનો લગાવી

પતંગબાજી બાદ લોકો બલૂન અને ચાઈનીઝ તુક્કલ પણ ઉડાડતા હતા

ખાણીપીણીની દુકાનો, હોટલ, રેસ્ટોરાં, પિઝા શોપ, કેફે સહિતની જગ્યાઓ લોકો ઉમટી પડ્યા

9.ફ્રેન્ડના ઘરે ટૂ-વ્હીલર પર જતી વખતે ગળું કપાયું, અંદર 7 અને બહાર 10 ટાંકા આવ્યા, માંડ-માંડ જીવ બચ્યો

અમદાવાદના નરોડામાં રહેતા 21 વર્ષીય યુવકનું ટૂ-વ્હીલર પર જતી વખતે દોરીથી ગળું કપાઈ ગયું હતું.

Read About Weather here

10.અમદાવાદના ચંડોળા તળાવ પાસેના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, 12 ફાયરબ્રિગેડની ગાડીઓએ આગ કાબૂમાં લીધી

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ચંડોળા તળાવ પાસે આવેલા એક ભંગારના ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here