1.પાકિસ્તાનને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં 3-1થી હરાવ્યું, હરમનપ્રીતે 2 ગોલ કરી PAK ટીમને હંફાવી દીધી
ટીમ ઈન્ડિયાએ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ 3-1થી જીતી લીધી છે. આ સાથે ભારતીય હોકી ટીમે ક્રિકેટ જગતના T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે મળેલી હારનો બદલો પણ લઈ લીધો છે.
Visit Saurashtra Kranti Homepage here
2. સાદાઈથી વાઇબ્રન્ટ ગુજરાત યોજવાનો નિર્ણય લેવાની સરકારની ફોર્મ્યુલા, સમિટનો નિર્ણય 20 ડિસેમ્બરે લેવાશે
વિદેશથી લિમિટેડ મહેમાનો સહિત માત્ર 500 આમંત્રિતો સાથે સમિટને સમેટી લેવાય તેવી શક્યતા
10થી 13 જાન્યુઆરી સુધી ગ્લોબલ ગુજરાત વાઇબ્રન્ટ સમિટ યોજવા નક્કી કરાયું છે
કેન્દ્ર સરકાર ઓમિક્રોન વેરિયન્ટને પગલે નવી ગાઈડલાઈન્સ જારી કરે તેના ઉપર દારોમદાર
૩.BCCIએ મુંબઈથી જોહાનિસબર્ગ સુધીની સફરનો વીડિયો શેર કર્યો; પ્લેનમાં પ્લેયર્સે ધૂમ મસ્તી કરી
ઈન્ડિયન ક્રિકેટ ટીમ ત્રણ ટેસ્ટ અને ત્રણ વનડે મેચ રમવા માટે દક્ષિણ આફ્રિકા પહોંચી ગઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મુંબઈથી જોહાનિસબર્ગ સુધીના સમગ્ર પ્રવાસનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.
4.બનારસના કાર્યકમમાં મોદી મજૂરોની બાજુમાં જ જઈને બેઠા, પહેલેથી મૂકેલી ખુરશી પણ હટાવી દીધી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ડ્રીમ પ્રોજેક્ટ વારાણસીના કાશી વિશ્વનાથ કોરિડોરનું 13 ડિસેમ્બરે લોકાર્પણ કર્યું છે.
5. અમદાવાદની 5 સ્ટાર હોસ્પિટલમાં નોકરી કરે છે આરોપી મહેશ પટેલ, પ્રેગ્નન્ટ પત્ની સહિત પરિવાર આઘાતમાં ઘરમાં બંધ
મહેશ પટેલના પરિવારમાં માતા, પત્ની અને બાળક
12 ડિસેમ્બરે લેવાયેલી હેડક્લાર્કની 186 જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયાનું આખરે સરકારે 6 દિવસ બાદ સત્તાવાર રીતે કબૂલ કર્યું છે.
6. ગુજરાતમાં ઓમિક્રોનના ચાર દર્દી સાજા થયા, રાજ્યનો પહેલો દર્દી 16 દિવસે સ્વસ્થ, હવે એક દર્દી જ સારવાર હેઠળ
જામનગરના ત્રણ દર્દી અને સુરતનો એક દર્દી સ્વસ્થ થયા
ઓમિક્રોનની દહેશત વચ્ચે જામનગર અને ગુજરાત માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યમાં ઓમિક્રોનનો નોંધાયેલો પ્રથમ દર્દી 16 દિવસે સ્વસ્થ થતા આજે તેને હોસ્પિટલમાં રજા આપવામાં આવી હતી.
7. અમદાવાદમાં BU વિના ચાલતી તક્ષશીલા કોલોનિયલ્સ, શેફાલી સેન્ટર સહિત 6 મિકલતો પર તવાઈ, 75 કોમર્શિયલ અને 19 રહેણાંક મિલકતો સીલ
વટવા બીબી તળાવ પાસે પિન્કી પ્લાઝા કોમ્પ્લેક્સને તોડી પાડવામાં આવ્યું
હાઇકોર્ટ દ્વારા BU પરમિશન અને ફાયર NOC વિના ચાલતી મિલકતો સામે કાર્યવાહીનો આદેશ અપાયો હતો
8. સુરતના પુણા પોલીસમાં સ્ટેશનમાંથી મોપેડ છોડાવવા લોકરક્ષક કોન્સ્ટેબલના નામે 3 હજાર રૂપિયા લેતા ખાનગી વ્યક્તિ ઝડપાયો
સુરતના પુણા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં એક્સેસ ટુ વ્હીલર તથા મોબાઇલ ફોન છોડાવવા એલ.આર.પો. કો. હાર્દિકભાઇ જેરામભાઇના નામે રૂપિયા 3 હજારની લાંચ લેતા એક ખાનગી વ્યક્તિને એસીબીએ ઝડપી પાડી તપાસ હાથ ધરી છે.
9. વારાણસી ખાતે વીડિયો કોન્ફરન્સથી જોડાયેલા PM મોદીએ સુરતમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને બ્રિજના નિર્માણ બાબતે પ્રશંસા કરી
વારાણસી ખાતે ઓલ ઇન્ડિયા મેયર્સ કોન્ફરન્સનું આયોજન કરાયું
વારાણસીના ટ્રેડ સેન્ટર ખાતે ઓલ ઈન્ડિયા મેયર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરના તમામ મેયરને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ન્યુ અર્બન ઇન્ડિયા વિષય ઉપર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
Read About Weather here
10.સુરતમાં હેડ ક્લાર્કની પેપર લીક મુદ્દે ભીખ માગીને વિરોધ પ્રદર્શન, આસિત વોરાનું રાજીનામુ માગી પકડાયેલાનું જાહેરમાં સરઘસ કાઢવા માગ
વરાછામાં આવેલી ધારૂકા કોલેજ કેમ્પસ બહાર વિદ્યાર્થી સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન
હેડ ક્લાર્કની ભરતીને લઈને પેપર લીક થયું છે. તેને કારણે મોટું કૌભાંડ આચરાયું હોવાની શંકા ઊભી થઈ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here