આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.ભારતમાં નવા કોરોના વાયરસ ઓમીક્રોનનું આગમન : સત્તાવાર ૨ કેસની જાહેરાત : વિશ્વભરના અનેક દેશોમાં હાહાકાર મચાવી રહેલ ઓમીક્રોન કોરોના વેરીયન્ટના બે કેસો ભારતમાં કર્ણાટક ખાતે નોîધાયાનું ભારત સરકારે ઔપચારીક જાહેરાત કર્યાનું ઍનડીટીવીઍ જાહેર કર્યુ છે

ભારતમાં નવા કોરોના વાયરસ ઓમીક્રોનનું આગમન : સત્તાવાર ૨ કેસની જાહેરાત : વિશ્વભરના અનેક દેશોમાં હાહાકાર મચાવી રહેલ ઓમીક્રોન કોરોના વેરીયન્ટના બે કેસો ભારતમાં કર્ણાટક ખાતે નોîધાયાનું ભારત સરકારે ઔપચારીક જાહેરાત કર્યાનું ઍનડીટીવીઍ જાહેર કર્યુ છે

Visit Saurashtra Kranti Homepage here

2. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ૩૦૦ બેઠકો નહિ મળે

કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદની ભવિષ્યવાણી : કોંગ્રેસ પક્ષે અત્યારથી પરાજય સ્વીકારી લીધો : કાશ્મીરમાં ફરીથી ૩૭૦મી કલમ લાગુ કરવી હવે અશકય છે : માત્ર સુપ્રિમ કોર્ટ અને કેન્દ્ર જ બહાલ કરી શકે

3. ભાજપનો વિકલ્પ ઉંભો કરવા પવારને મળી : રાહુલ જેવા નેતા કાયમ વિદેશમાં રહે છે : ભરોસો કેમ કરવો

મમતા બેનરજીનું એલાન યુપીએ હવે નથી : બધા વિપક્ષો એક થાય તો ભાજપને હરાવી શકાય

4. કોરોનાનાં નિયમ મામલે કેન્દ્ર – ઉધ્ધવ સરકાર આમને-સામને

કેન્દ્રએ ઓમિક્રોન મામલે નવી ગાઇડલાઇન્સ જારી કરી રાજ્યોને અમુક નિર્દેશો આપ્યા’તા પણ મહારાષ્ટ્ર સરકારે અલગ સૂર-તાલ આલાપ્યા : મહારાષ્ટ્ર પોતાના નિયમોમાં કોઇ ફરેફાર નહિ કરે : કેન્દ્રની વાત માનવા ઇન્કાર : રાજ્યએ પોતાના અધિકાર ક્ષેત્રની વાત જણાવી

5. હળવદના ડુંગરપુર ગામે યુવક-યુવતીનો સજોડે આપઘાત : પરિણીત યુવક અને અપરિણીત યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું અનુમાન

બન્નેના મૃતદેહ સિમની વાડીની ઓરડીમાંથી મળ્યા : પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

6. શ્રીનગરના ડાઉનટાઉન વિસ્તાર રાજૌરી કદલમાં આતંકવાદીઓનો હુમલો:એક પોલીસકર્મી શહીદ

શહીદ થયેલા ટ્રાફિક પોલીસકર્મીની ઓળખ મોહમ્મદ અબ્દુલ્લા તરીકે થઈ જે રાજૌરી કદલ ખાતે પોતાની ફરજ બજાવતા હતા

7. શનિવારે આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકી શકે છે ચક્રવાતી તોફાન ‘જવાદ’:રેલવેએ 95 ટ્રેનો રદ કરી

ચક્રવાતને કારણે દક્ષિણ બંગાળના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના: ઓડિશાના તટીય જિલ્લામાં 3 ડિસેમ્બરથી વરસાદની શક્યતા

8. લોધીકામાં તસ્કરોનું કોમ્બીંગઃ ૩ બંધ મકાનોમાંથી લાખોની મત્તા ચોરી ગયા

દામજીભાઈ હિરાણીના મકાનમાંથી ૪.૮૦ લાખ, બાબુભાઈના મકાનમાંથી ૭૦ હજાર રોકડા અને ૫ થી ૬ તોલાના દાગીના તથા ધીરૂભાઈના મકાનમાંથી ૧ લાખ રોકડા અને ૫ થી ૬ તોલાના દાગીના તસ્કરો ચોરી ગયાઃ તસ્કરોના તરખાટથી લોકોમાં ફફડાટ

9. દેશભરમાં કાતિલ ઠંડીનો રાઉન્ડઃ પારો ગગડશે

ઠંડી રંગ દેખાડશે પણ ફેબ્રુઆરી સુધી હવામાનમાં રહેશે થોડો ગરમાવો

Read About Weather here

10. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ વધી જતાં હોટેલ અને સ્ટ્રીટ-ફૂડ થશે મોંઘું

હવે ૧૯ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે ૨૦૫૦ રૂપિયા ચૂકવવા પડશે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here